________________
રર : શ્રી નેમિનાથ જિન સ્તવન
[૪૩૭
ટબતે માટે કારણ સ્વરૂપી એ પ્રભુ ભજીએ, પિતાનાં ઉપાદાન શુદ્ધ થવાને એ પ્રભુ નિમિત્તરૂપી ભજ–સે, બીજુ કાર્ય ન ગણું, અકાર્ય અથવા એ કાર્ય બીજા અકાય. કૃપા કરીને પ્રભુજી! મુજને દીઓઆપજે, સેવક જાણીને આનંદઘનનું રાજ્ય, મોક્ષપદનું આપ પ્રભુજી. એટલે નેમિનાથ બાવીસમા તીર્થંકરનું સ્તવન પૂર્ણ થયું.
લાભાનંદજીકૃત સ્તવન એટલાં ૨૨ દીસે છે, યદ્યપિ હશે તે એ આપણે હસ્ત નથી આવ્યાં. અને આનંદઘનની સંજ્ઞા તે સ્વનામની કરી છે એવું લિંગસ્વરૂપ મૂક્યાથી જણાય છે એ જાણવું. (૧૭)
વિવેચન—આ સત્તરમી ગાથામાં રામતી અંતિમ પ્રાર્થના કરે છે, પણ તેને લય આત્મિક થઈ ગયું છે તે ચાલુ જ છે. પ્રભુને શુભ વસ્તુના કારણ ગણીને મેં પ્રભુને સેવ્યા છે અને તેમ કરવામાં મેં કાજ કે અકાજ સામે જોયું નથી. મેં તે એક પ્રભુભજનનું જ કામ કર્યું છે; બીજું કામ મારે નથી. બીજા કોઈ કામ સામે, તે કર્તવ્ય હોય કે અકર્તવ્ય હોય, તેની મેં ગણના કરી નથી, તે વાત મેં લક્ષ્યમાં લીધી નથી. મેં તે પ્રભુજીનું ભજન આદરી દીધું છે અને તે અત્યારે પણ ચાલુ છે. જેનાથી કાર્યસિદ્ધિ થાય એટલે કાર્યની પહેલા જરૂર હાજર હોય તે કારણે મારે આત્માને પિછાન છે, તેના કારણરૂપ પ્રભુને પણ ભજ્યા છે અને તેમાં હું કાર્ય અકાર્ય ન ગણતાં તે એક જ કામને લાગી ગઈ છું. મને તે પ્રભુના ભજન–સેવન ઉપર જ મન લાગ્યું છે, અને તે સિવાય બીજાં બધાં સારા કે ખરાબ કામ મેં છેડી દીધાં છે. તે કૃપા કરીને મને નિરતિશય આનંદ થાય, આનંદની ઘટ્ટના થાય તેવું સ્થાન આપજે.
ઉપાદાન અને નિમિત્ત એમ બે પ્રકારનાં કારણ હોય છે. ઉપાદાનકારણ તે રાજીમતીને આત્મા છે, પણ નિમિત્તકારણ નેમનાથ છે. એ નેમનાથને રાજીમતીએ એકાગ્ર ધ્યાને એટલા બધા ભજ્યા કે તેણે બીજાં કઈ કામ-સારા કે ખરાબ તરફ નજર પણ ન નાખી. અને એકાગ્ર ધ્યાનને પરિણામે એણે પ્રભુની પહેલાં મોક્ષગમન કર્યું. આવી રીતે રાજીમતીએ રથ પાછો વાળવાની વિનતિમાંથી આગળ વધીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને પ્રભુ પહેલાં એ સિદ્ધ થઈ. આ એની એકવામિનિષ્ઠા અને વાગ્દત્તાનું સ્વરવ હતું અને આ એકનિષ્ઠાને પરિણામે એ સોળ સતીમાં સ્થાન પામી પિતાની જાતને સતી તરીકે ગણાવી ગઈ. આવી એકનિષ્ઠા એ જ મહાફળદાયિની થાય છે અને સતીનું સ્થાન પ્રાપ્ત કરાવે છે. આવી એકાગ્રતાથી પ્રભુને ભજવામાં રામતી પ્રભુની પહેલાં મોક્ષ ગઈ. એ આનંદઘનપદ સર્વને મળે એવી ફર્તાની માગણી છે. (૧૭)
ઉપસંહાર આ રીતે બાવીશમા નેમનાથનું સ્તવન પૂર્ણ થયું. આપણે સ્તવનની વિગતેમાં ઊતરીએ ત્યારે મનુષ્યસ્વભાવની એક બાજુ તેમાં તરી આવે છે. પશુઓને પિકાર શા માટે થાય છે તેનું કારણ જાણીને નેમનાથે રથના સારથિને રથને પાછો ફેરવવા કહ્યું. અને તે અનુસાર