________________
૪૩૪ ]
શ્રી આનંદઘન-વીશી જે પતિ-સ્વામીને આશયે-અભિપ્રાયે ચાલે સેવક, તે જે સ્વામીને અભિપ્રાયે ચાલે એ જ મોટાં-ભલાં કામ છે. (૧૫)
વિવેચન–હવે આ સેવક (હું) જે તે વિરાગદશા–વીતરાગભાવને આદરું તે જ મારી મામ એટલે ટેક રહે. જે સેવ્યને આશય–અભિપ્રાય હોય એ જ સારું કામ છે. રામતી આવા પ્રકારને વિચાર કરીને એકત્વભાવના કરે છે અને તે દ્વારા સંસારત્યાગ કરવાના નિર્ણય પર આવે છે. આપને સેવક-હું પિતે આપને માર્ગ આદરું, વીતરાગતા-વિરાગતાને વરું તે જ મારી ટેક રહે.
મામ શબ્દને અર્થ કેશકાર “મમતા” અથવા “ટેક કરે છે. અહીં “ટેક' શબ્દ લાગુ પડતે છે અને તે ભાવ અર્થ કરનારાઓએ સ્વીકાર્યો છે. જેવો શેઠને અભિપ્રાય હોય એ સારું કામ છે, એમ કરવું એમાં સેવકની સેવક તરીકેની ભાવનાનું અનુકરણ છે. જેવા શેઠ તેવા નેકર, જેવા મુરબ્બી તેવા તેના અનુયાયી, જેવા સેવ્ય તેવા સેવક.
આપને પગલે ચાલવું તે મારી સેવક તરીકેની ફરજ છે. આપે વીતરાગભાવ સ્વીકાર્યો તે મારે પણ આપ જે માગે ચાલ્યા તે માગે ચાલવું ઉચિત છે. અને તેમ કરવું તેમાં જ મારી ટેક રહે તેમ છે. આપને માર્ગ તે મારે માર્ગ : એમ કરવું તે સારું કામ છે અને મારે તે જ કરવું ઉચિત છે. રાજીમતીએ સાંસારિક માગણીઓ મૂકી દીધી.
જે પ્રમાણે એક માણસને ઉપદેશ આપવા ગૌતમને મહાવીરસ્વામીએ મોકલ્યા હતા, તે તેમનું નિર્વાણ સાંભળી પહેલાં તે મહાવીર પર પ્રેમ કરવા બદલ પસ્તાયા અને છેવટે મહાવીરની વીતરાગતા યાદ કરી તેમણે એગ્ય જ કર્યું છે એમ સમજી ગૌતમ એકત્વભાવનાએ ચઢી ગયા અને તે જ રાત્રે કેવળજ્ઞાન પામ્યા, તેમ રાજીમતીએ એકત્વભાવ વિચારી વિરાગવૈરાગ્ય લેવા, પ્રભુ પાસે જ તેમને માગે અનુસરવા નિર્ણય કર્યો. આવી રીતે સાંસારિકમાંથી આધ્યાત્મિક દશામાં રાજીમતી ઊતરી ગઈ. હજુ પણ એ જ દશામાં આગળ પ્રગતિ કરે છે તે હવે જોઈએ. (૧૫)
- ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમનાથ ભરથાર; મન,
ધારણ પોષણ તારણે રે, નવ રસ મુગતાહાર, મન, ૧૬
પાઠાંતર_યોગ” સ્થાને પ્રતમાં “ગ” લખે છે. “આદર્યો ' સ્થાને ભીમશી માણેક “આદરો” છાપે છે. “ભરથાર સ્થાને ભીમશી માણેક “ભરનાર' છાપે છે. (૧૬)
શબ્દાર્થ – ત્રિવિધ = ત્રણ પ્રકારના યોગ, મન-વચન-કાયાના યોગો, એકાગ્રતા, એવાચતા અને એક પૂજા, યોગ = સંન્યાસ, ત્યાગ. ધરી = લઈ, સ્વીકારી. આદર્યો = સ્વીકાર્યો, કબૂલ્ય, લીધે, તેમનાથ = નેમનાથ નામના ૨૨મા જિનપતિ ભગવાન દેવને. ભરથાર = ભરતાર, પતિ, ધણી તરીકે ધારણ = ધારવાવાળા, ઉપાડવાવાળા, ટેકો આપનાર. પિષણ = પોષનાર, પુષ્ટ કરનાર, મજબૂતી આપનાર. અને તારણો = તારનાર, સમુદ્રમાં પ્રવહણ-વહાણનું કામ કરનાર, નવ રસ = નવે રસ અથવા નવીન રસ, નો રસ. મુગતાહાર = મુક્તાહાર, મોતીને હાર. (૧૬)