________________
૪ર૬]
શ્રી આનંદઘન ચોવીશી વિવેરાન–હવે હતાશ થયેલ રાજમતી નગ્ન થઈને વાત કરે છે. દરેક તીર્થકર દીક્ષા લેવા પહેલાં જે તેમની પાસે માગવા માટે આવે તેને સંવત્સરી–વરસીદાન આપે છે. તેમનાથે હજુ તે રથ પાછો જ વાળ્યો છે. સંવત્સરી દાન દેવાને હજુ વખત છે પણ તત્કાળમાં તે દેવાના છે તે ઉપર જરા ભાર મૂકીને રાજીમતી હજુ પણ બોલે છે. પણ હવે તેની ભાષામાં કડવાશ હતી તેને બદલે નિરાશાને ભાવે છે. તેને ભાવ આ પ્રમાણે છે : આ૫ વરસીદાન આપો છો ત્યારે સર્વ લેક પોતાના મનમાં જે ઇચ્છા હોય તે પ્રમાણે પોષણ લઈ આવે છે, પણ આ સેવકને (મને) મારી ઇચ્છા પ્રમાણે ન મળે તેમાં આપને કાંઈ વાંક નથી, એ તે મારા કર્મને જ વાંક છે. પ્રભુ-તીર્થકર દરરોજ એક લાખ આઠ હજાર સોનામહેર એક વર્ષ સુધી આપે છે અને તે માટે લોકાંતિક દેવે તેમને તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે. દેવે તે સોનામહોર પૂરી પાડે છે. આખા ગામના સર્વ લેકે પોતપોતાની મરજી પ્રમાણે દાન મેળવે અને સંતોષ મેળવે અને હું મારી ઇચ્છા પ્રમાણે આપને હાથ મેળવી ન શકું એ મારા કર્મને દોષ છે, એમાં મારે આપના ઉપર ગુસ્સે થવું કે માઠું લગાડવું એ નિરર્થક છે; હું એમ જ લખાવી લાવેલ હોઈશ. પોષને અર્થ આ ગાથામાં પોષણ કરવાને બેસે છે. પોતપોતાની ધારણા પ્રમાણે પોષ– સંતોષ મેળવીને જાય છે. કોઈને ગાય જોઈએ એને ગાય દાનમાં મળે છે, કોઈને ભેંસ, કેઈને દાણા, કેઈને મીઠાઈ, એ જેની જેટલી જરૂરિયાત હોય તે ભગવાન પૂરી પાડે છે, પણ મારી ઈચ્છા આપને મેળવવાની છે અને આપ મળતા નથી એ મારા કર્મને દોષ છે, એમાં આપનો વાંક નથી. આ વાતમાં પણ એને વાંકું બોલવું હોત તે બોલી શકત, પણ નેમનાથને ન મેળવી શકે તેમાં પોતાના કર્મને વાંક કાઢે છે, તે રાજીમતી હવે વિચાર કરતી થઈ છે અને કામના સિદ્ધાંતનું તત્ત્વજ્ઞાન જાણતી થઈ છે એમ બતાવે છે. (૯)
સખી કહે એ સામળો રે, હું કહું લક્ષણ સેત; મન ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત. મન, ૧૦
અથ–મારી બહેનપણીઓ કહેતી હતી, એ (–તમે) કાળા છે, ત્યારે હું તેમને કહેતી હતી કે આપ લક્ષણે--આચારે સફેદ છે. પણ હવે મને એમ લાગે છે કે આપને વર્તાવ જતાં
પાઠાંતર–સખી” સ્થાને પ્રતમાં “સષિ” લખેલ છે (બે વાર ). “રે પ્રથમ યાદમાં મૂકી દઈ પ્રતમાં પહેલા તથા ત્રીજા પદને અંતે “વાલા ' ધારે છે. “હું” સ્થાને પ્રતમાં “દુ' લખ્યું છે. “કહું ' સ્થાને પ્રતમાં “કદ્દ” લખેલ છે. “વિચાર” સ્થાને “વિચાર” પાઠ ભીમશી માણેક છાપે છે. (૧૦)
શબ્દાર્થ–સખી = સ્ત્રીસ્ત, મિત્ર, સાથે ફરનારી. કહે = જણાવે, નિવેદન કરે. સામળો = કાળો, જેવો રંગ તેવું વર્તન. કહું = જવાબ દઉં, જણાવું. લક્ષણ = વર્તન, વર્તવું તે. સેત = શ્વેત, ધોળા, સારા વર્તનવાળા, એને રંગ કાળે છે પણ વન ધોળું છે. ઈણ = આ, તમારું પાછા ફરવારૂપ આ. લક્ષણ = વર્તનથી, રીતથી. સાચી = સત્ય, ખરેખરી. સખી = બહેનપણી, મિત્ર. આપ = તમે વિચારો = ધારો, કપો. હેત = પ્રેમ કરીને, જરા કલ્પ, પ્રેમપૂર્વક. (૧૦)