________________
શ્રી નેમિનાથ જિન સ્તવન સંબંધ—આનંદઘનજીએ એકવીશ સ્તવનમાં, એક અથવા બીજા આકારમાં, તત્ત્વજ્ઞાનની હકીક્ત આણેલ છે અને દ્રવ્યાનુયેગના મહત્ત્વને બતાવેલ છે, જ્યારે આ બાવીશમાં સ્તવનમાં વિષય તરીકે કથા મૂકેલ છે. આ સ્તવન સત્તર ગાથાનું બનાવેલ હોય તે જરા નવાઈ જેવું લાગે છે. અત્યાર સુધી એક શાંતિનાથના સ્તવન (ગાથા ૧૫) સિવાય કોઈ પણ સ્તવનની આટલી મોટી લંબાઈ આવેલ નથી. ગ્રંથકાર વિવિધતા લાવવા માટે દ્રવ્યાનુયોગનો વિષય બદલે એ લેખકની મહત્તા છે. દ્રવ્યાનુયોગના કડક વિષ પછી સરળતાને અંગે વાર્તા કે કથાનો આશ્રય આનંદઘન લે એ બનવા યોગ્ય છે. આનંદઘને પિતે સ્તવનના વિષયે ઘણું ફેરવ્યા છે. સ્તવન જુદી જ ઢબનું છે, તેથી તેનું વિવેચન પણ જુદી જ રીતે થશે. આપણે તેમાંથી તેને સાર ખેંચવાને છે, એથી સ્તવન પર વિચારણા કરી સાર-રહસ્ય સમજવા યત્ન કરીએ.
સ્તવન
(રાગ મારૂણી; વણરા દેલા—એ દેશી.) અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આતમરામ રે, મનરા વાલા. મુગતિ-સ્ત્રી શું આપણે રે, સગપણ કેઈ ન કામ. મન૦ ૧
અથ–આગળના આઠ ભાવમાં હું આપની વહાલી-પ્રિય પત્ની હતી અને તમે તેમનાથ મારા વહાલા પતિ અને આરામ હતા. આપણે મોક્ષરૂપ સ્ત્રી સાથે કોઈ સગાઈ નથી. અને હું મારા મનના વહાલા! આપણે–તમારે કે મારે–તેનું કઈ પ્રકારનું કામ પણ નથી. (૧)
ટબ-જ્ઞાનવિમળસૂરિને અર્થ નીચે પ્રમાણે (ફેરફાર સાથે) છે. હવે તેમનાથ, તેનું નામ અરિષ્ટનેમિ, અરિષ્ટ એટલે વિઘ, તેને વિષે નેમિ એટલે ચક સરખા, તે નેમનાથ, તેની
પાઠાંતર-વાલહીપછી “વાલા” શબ્દ પ્રતમાં ઉમેરે છે; બીજી પ્રતમાં “વાલહિ” પાઠ છે. “સ્ત્રીશું ને બદલે પ્રતમાં “નારીશું” પાડે છે; બીજી પ્રતમાં ‘નારિસ્ય’ પાઠ છે, ભીમશી માણેક “સ્ત્રી' પાઠ છાપે છે. “આપણે” સ્થાને પ્રતમાં “આપણે” શબ્દ લખે છે. “મનરા વાલા” પાઠ પ્રથમ યાદને અંતે છે, “વાલા” શબ્દ ત્રીજા પદને અંતે એક પ્રતમાં વધારે છે. “કામ” ને “કામ” તરીકે પ્રતમાં લખેલ છે. (૧)
શબ્દાર્થ—અષ્ટ = આઠ. ભવાંતર = આગળના ભવ. વાલહી = વહાલી, પ્રેમી, પ્રેયસી. તું = તમે. મુજ = મારે. આતમરામ = મારે પતિ, મારા આત્માને ઉપરી, સ્વામી. મુગતિ = મુક્તિ, મોક્ષ, પંચમી ગતિ. સ્ત્રીશું = બૈરી સાથે, નારી સાથે. આપણે રે = મારે અને તમારે, અથવા આપ પિતાને, આપ સાહેબને. સગપણ = સંબંધ, વહેવાર, કન્યાની લેવડદેવડને વ્યવહાર. કોઈ ન કામ = કોઈ ઉપયોગનું નથી, કેઈ કામનું નથી. (૧)