________________
૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન
[૪૧૩ ચારિત્ર જે સમ્યક પ્રકારનું-શુદ્ધ હોય તે જ્ઞાન અને દર્શને આવે છે તે માટે ચરણ સિત્તરી અને કરણસિત્તરીની મહત્તા વધારે બતાવી; અને આત્માના મૂળ ગુણે આ આરાધનાથી આવે છે તે જણાવવા દ્વારા જ્ઞાન-દર્શન-ચારિત્ર પૈકી ચારિત્રની મહત્તા સર્વથી વધારે છે એમ જણાવ્યું. ચારિત્ર હોય તે જ્ઞાન અને દર્શન સમ્યક્ પ્રકારનાં આવે છે, જ્ઞાન અને દર્શન હોય તે સમ્યફ ચારિત્ર હોય પણ ખરું અને ન પણ હોય, એ વિકલ્પ બતાવવા દ્વારા કુલ આત્મિક ગુણ પ્રાપ્ત કરવા તરફ પિતાની શી વિજ્ઞપ્તિ છે તે જણાવી આ સ્તવન પૂર્ણ કર્યું.
હાથ જોડીને ઊભા રહેવું એ વિનયીનું કાર્ય છે અને ભક્તિયેગને અંગે જરૂરી છે. આપણને કોઈ પ્રત્યે પૂજ્યભાવ કે માન હોય તે, હાથ જોડીને બતાવવાને નિયમ છે અને આનંદઘનજીના સમયમાં તે તે સિદ્ધ નિયમ હતે. અત્યારે પણ માન બતાવવા માટે હાથ જોડવામાં આવે છે, એટલે એ રીતે એ નિયમ અત્યારે પણ પ્રચલિત ગણાય. સમય એટલે શાસ્ત્ર, અથવા વખત. શાસ્ત્રમાં કહેલ છે તે પ્રકારના ચારિત્રને મેળવવાની આ રીતે પ્રાર્થના કરી. આ પ્રાણી જાણે છે કે જ્યારે છેલ્લું અર્ધપુદ્ગલપરાવત બાકી રહે ત્યારે જ આવા પ્રકારના ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે પહેલાં તે મળતું નથી. એટલે સમય-ચારિત્રની વિજ્ઞપ્તિ કરી પિતે શાસ્ત્રને આ સિદ્ધાંત માને છે અને સ્વીકારે છે એમ જણાવ્યું. પ્રભુ જેવા આપનાર હોય અને આ સેવક જેવો લેનાર હોય તેમાં પ્રાર્થના કરતાં કેટલો વિવેક જાળવીને વાત કરી છે તે સેંધવા જેવી છે.
આ પ્રાણીને નિરંતર આનંદ લે છે, અને તે સદ્ગતિ કે એવી કોઈ પૌગલિક બાબત માગતા નથી, એ એની ખરે આનંદ કોને કહેવાય તેની વિશિષ્ટ સમજણ તેને થઈ ચૂકી છે તેનું નિદર્શન છે. અત્ર આનંદઘનજીનું એકવીસમું સ્તવન અને તે પરનું વિવેચન પૂર્ણ થાય છે. નિયમ પ્રમાણે તે પર થડે વિચાર કરી જવો એ અત્રે પ્રસ્તુત છે.
ઉપસ હાર, આ રતવનમાં આનંદઘનજીએ છયે દર્શનને સમયપુરુષનાં જુદાં જુદાં અંગે ગણાવ્યા અને તેમને જુદું જુદું યોગ્ય સ્થાન આપ્યું અને પછી ઉત્તમાંગ, જે મસ્તક, તેની સેવા કેવી રીતે કરવી તે સંબંધી થોડી વાતે બતાવી. યાદ રાખવા જેવી વાત એ છે કે જૈનદર્શનને ઉત્તમાંગ–મસ્તક અવયવે ગણવામાં તેમણે પક્ષપાત નથી કર્યો, પણ દલીલને સ્થાન આપી દરેકને યોગ્ય સ્થાન આપેલ છે. તેમણે નાસ્તિક-લે કાયતિકને પણ કૂખનું સ્થાન આપીને ખરેખર કમાલ કરી છે. આ સંબંધી વિશેષ સમજણ કરવાને અંગે શ્રી હરિભદ્રસૂરિરચિત “દર્શનસમુચ્ચય” ગ્રંથ છે. જૈનદર્શનની સેવાને અંગે ચારિત્રને ખૂબ સરસ સ્થાન આપ્યું અને તે પણ શુદ્ધ જોઈએ તે આગ્રહ સૂચવ્યું. આ ચારિત્રને અંગે ચરણસિત્તરી અને કરણસિત્તરીને અભ્યાસ કરવા યોગ્ય છે. તે સંબંધી વિવેચન “પ્રવચનસારદ્વાર ” ગ્રંથમાં છે, ત્યાંથી એમ સમજાશે કે આ પ્રાણીના સંસારમાં રખડપટ્ટાને આરે દ્રવ્યત્યાગ અને ભાવત્યાગથી થઈ શકે