________________
૨૧ : શ્રી નમિનાથ જિન સ્તવન
[૪૦૯ લક્ષણ. એ ષડગે જે સમયપુરુષને ધ્યાવે તે વંચાય-ઠગાય નહિ. કિમેતે, તે વાત કહે છે : ૧. કિયાવંચક, ૨. ગાવંચક, ૩. ફલાવચંકાદિ લોગે ન વંચાય (૯)
વિવેચનઆ ગાથા યોગને અંગે ઘણી ઉપયોગી છે. એને આશય જ્ઞાનસાર જેવા ત્રીશ વર્ષ વિચાર કરનારને પણ બેઠો નથી; આપણે તે સમજવા યત્ન કરીએ. જૈનદર્શનને ઉત્તમાંગ કહ્યું છે તેમાંથી યોગને અંગે શું શું મળે છે તેની અહીં વિગતે આપેલ છે.
પ્રથમ તે યુગમાં અનેક મુદ્રાઓશરીરની આકૃતિઓ–બતાવવામાં આવેલ છે. નવકારવાળી અમુક મુદ્રાએ જપવી અને “જય વીયરાય” અમુક મુદ્રાએ કરવા : એ સર્વે હાથ, પગ, માથું વગેરેની મુદ્રાઓ ભાષ્યમાં કહી છે. યોગ્ય સમયે યોગ્ય મુદ્રાઓ ધારણ કરવાની વાત કરવી એ યોગના મુદ્રા શબ્દને ભાવ પ્રથમ છે.
બીજુ, બીજધારણ એટલે હીં વગેરે અક્ષરને બીજાક્ષરે ગણવામાં આવેલ છે. કઈ મુદ્રા ધારણ કરી કયા અક્ષરનું કેવી રીતે ધ્યાન કરવું તે બીજાક્ષરધારણું છે. એમાં અષ્ટદળ નાભિકમળમાં અક્ષરે કેમ સ્થાપવા તેની માહિતી યેગશાસ્ત્રમાં આપવામાં આવી છે. તે ગ્રંથ પરથી પદસ્થ ધ્યાન અંગે કેટલીક અગત્યની વાત જૈન દષ્ટિએ ગ’માં લખી છે, તેમાં જ્ઞાનાવણને પણ આધાર જરૂરી સ્થાને લેવામાં આવ્યો છે. તે જુદા જુદા બીજાક્ષની જુદી જુદી રીતે સ્થાપના કરવી તે બીજાક્ષરધારણ અથવા બીજની ધારણા કરવી એમ અર્થ ન કરતાં બીજ અને ધારણા એમ જુદો અર્થ પણ કરી શકાય. આ યુગના છઠ્ઠા અંગ પરત્વે હેમચંદ્રાચાર્ય બહુ સંક્ષેપમાં વિવેચન કરે છે. ધ્યેય પર ચિત્તને સ્થાપન કરી ત્યાં તેને એકાગ્ર કરવું તેનું નામ ધારણા છે (૩–૧): ભગવાન પતંજલિની ધારણા શબ્દની આ વ્યાખ્યા સ્વીકારાયેલી છે. ધારણ શબ્દની ચર્ચા કરતાં તેના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. બાહ્ય અને આત્યંતર. બાહ્યમાં સગુણ ઈશ્વરનું ધ્યાન; આત્યંતરમાં નાસિકા, જિહ્વા તથા સપ્ત ચકોની વ્યવસ્થા બતાવેલ છે. પૃથિવી વારુણી વગેરે ધારણાની વિગત જૈન દૃષ્ટિએ ગ’માં બતાવાઈ ગઈ છે. (જુઓ, પૃષ્ઠ ૧૫૯)
અક્ષર–અમુક અક્ષરમાં ચમત્કાર છે, ગ છે, અ, ઈ, ઉ વગેરે અક્ષરની અમક ઢબે સ્થાપના કરવી તેની વિગત પિંડસ્થ ધ્યાનને અંગે બતાવવામાં આવી છે. એ યોગને વિષય છે. (જુઓ, સદર પુસ્તક, પૃષ્ઠ ૧૫૮ અને આગળ.)
ન્યાસ–સ્થાપના. એ પણ યુગનો વિષય છે. વિધિપૂર્વક એનું સ્થાપન એ બેગમાં આવે છે, અથવા અક્ષરવાસ એટલે અક્ષરની અમુક બતાવેલ શાસ્ત્રસંમત વિધિએ સ્થાપના કરવી અને અક્ષર ઉપર જ ચિત્તને એકાગ્ર કરવું. એની વિવિધ રીતિઓ અન્યત્ર બતાવવામાં આવી .
અર્થવિનિયોગ એટલે અર્થને સંબંધ–ફેરફાર–સ્થાપના કરવી તે.
આ છ અથવા આઠ પ્રકારે જે ધ્યાન કરે, એકાગ્રતા કરે તે ક્રિયાઅવંચકપણને પામે. કિયાઅવંચકપણું કેમ સધાય અને પ્રાણી કિયાઅવંચક ક્યારે થાય તે પર આઠમા સ્તવન વિવેચન થઈ ગયું છે, તે વિચારી આ ઉત્તમાંગ જૈનદર્શનને ધ્યાવવું.
પર