________________
૨૧: શ્રી નમિનાથ જિન સ્તવન
[૪૦૭ અર્થ–સમયપુરુષનાં છ અંગે છેઃ ચૂરણિ એટલે પૂર્વ ધરે માગધી ભાષામાં કરેલા અપરા શબ્દને અર્થ. ભાષ્ય એટલે આખા પદને પ્રાકૃતમાં અર્થ. સૂત્ર એટલે ગણધરે લખેલ અને તીર્થકર ભાલ મૂળ સૂત્ર. નિર્યુક્તિ એટલે શબ્દની વ્યુત્પત્તિ દ્વારા કરેલ અર્થ વૃત્તિ એટલે સંસ્કૃત ટીકા. અને ગુરુ દ્વારા થયેલ પરંપરાનું જ્ઞાન અને કરેલ અનુભવ. આમાનું એક પણ અંગ જે કાપે છે તે દુર્ભવી છે, સંસારમાં રખડનાર છે, એમ જાણવું. (૮)
ટબેન્ચૂણિ તે પૂર્વધરકૃત છૂટા પદાર્થ વ્યાખ્યાન, ખંડિત ખંડિત તે ચૂર્ણિ. ભાષ્ય તે સૂત્રને સૂચે તે, તે પણ પૂર્વધરકૃત. સૂત્ર તે ગણધર, પ્રત્યેકબુદ્ધ, દશપૂર્વધર સંપૂર્ણ કત. નિયુક્તિ તે પદના બહુવિધ નિપાદિ રચના તે ચૌદપૂર્વધર કૃત. વૃત્તિ તે સર્વ શબ્દને અર્થ, વ્યાખ્યાન. પરંપરા તે અત્તાગમ, અનંતરાગમ, પરંપરાગમ ગુરુસંપ્રદાયાન્વિત વળી અનુભવ યથાર્થ જ્ઞાન ઇત્યાદિક સઘળા સમયપુરુષ તે સ્યાદ્વાદપુરુષનાં એ અંગ છે. એ પંચાંગીને જે છેદે-ન માને તે દુર્ભવ, બહુલ સંસારી જાણ. (૮)
વિવેચન–જૈનદર્શનને પ્રભુનું ઉત્તમાંગ કહેલું છે. તે ગીરાજની દૃષ્ટિએ કેવું સુંદર છે તે માટે ઉત્તમાંગને ક વિભાગ ખાસ અનુસરવાને તેમને આગ્રહ છે તે અત્ર બતાવે છે. ભગવાને ગણધરને ત્રિપદી આપી અને ગણધરએ એ ત્રિપદીમાંથી બાર અંગ રચ્યાં, તે મૂળ ગ્રંથ તરફ ગીરાજની નજર હોય તે તદ્દન સ્વાભાવિક છે. પછવાડેના ગ્રંથ પણ ઉપયોગી છે, પણ પ્રમાણમાં મૂળ આગમ ગ્રંથ વધારે અગત્ય ધરાવે છે. એ બાર અંગો પૈકી અત્યારે અગિયાર આગમને અગિયાર અંગ કહેવામાં આવે છે. તે મૂળ ગણધરકૃત હોવાથી ખૂબ પ્રસિદ્ધિ પામેલ છે, અને ખાસ વિશ્વસ્ત છે, તેના સંબંધી વિચાર કરતાં નીચેની હકીકત પ્રાપ્ત થાય છે
ચૂરણિ : એટલે ચૌદપૂર્વધરે કરેલી છૂટા પદની વ્યાખ્યા. આ વ્યાખ્યા કર્ભાગ્ય અર્થ માગધી ભાષામાં છે.
ભાષ્ય: મૂળ સૂત્ર, જે ચૌદપૂર્વધર ગણધરોએ રચેલા છે, તેને વિસ્તૃત અર્ધમાગધી ભાષામાં પૂર્વધરે કરેલે સળંગ અર્થ.
સત્ર : ભગવંતના ગણધરે પોતે બનાવેલ મૂળ સૂત્ર; અત્યારે જે અગિયાર અંગ ઉપલબ્ધ થાય છે તે સુધર્માસ્વામીએ રચેલાં છે.
નિયુક્તિઃ શબ્દનો અર્થ વ્યુપત્તિ દ્વારા પૂર્વધર કરે તે અર્ધમાગધી ભાષામાં લખેલ નિયુક્તિ કહેવાય.
વૃત્તિઃ સૂત્ર ઉપર સંસ્કૃત ટીકા. આ ટીકા ગમે તે પૂર્વાચાર્યો લખેલ હોય છે. આ સંસ્કૃત ટીકા ઘણું વિસ્તૃત છે અને અત્યારે પણ ઉપલબ્ધ છે.
પર પર અનભવઃ ગુરુએ શિષ્યને સામે બેસાડી પરંપરાનું કરાવેલું જ્ઞાન, દાખલા તરીકે સામાયિક લેતાં હાથની અમુક મુદ્રા કરવી, પારતી વખતે અમુક; પરંપરાથી ગુરૂએ