________________
ર૬]
શ્રી આનંદઘન-વીશી - તહેવુકિયા–કિયાના હેતુ અને આશય સમજી સંસારથી ઉદ્વિગ્ન થઈ તેને ત્યાગ કરે, ક્રિયાના રહસ્યને અભ્યાસ કરે અને સમજવા પ્રયત્ન કરે, તેને પરિણામે થતી કિયાને તદ્દહેતુકિયા કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયા કરનારાઓમાં એનો આશય અને રુચિ, એની ક્રિયા તરફની પક્ષપાતતા, એને સ્વીકાર્ય ભાવ અને પ્રશ્નો પૂછવાની કે આશય જાણી લેવાની વૃત્તિ ઉત્કટ હોય છે. આવા પ્રકારની ક્રિયામાં વિધિની ચોખવટ કે સેવન ઓછાં હોય તે પણ આશયની વિશુદ્ધિ અને જિજ્ઞાસાવૃત્તિને કારણે આવા પ્રકારના કિયાકલાપને આદરણીય વિભાગમાં મૂકવામાં આવ્યું છે. હેતુ-રહસ્યના જ્ઞાનપૂર્વક, પૃથકકરણના પ્રયત્નપૂર્વક અને તત્વજિજ્ઞાસાના પ્રયત્નને અંગે થતી ક્રિયામાં કદાચ વિધિદોષ છેડે થઈ જાય તે તે ક્ષેતવ્ય ગણાય છે, કારણ કે કિયાની ફલાવાપ્તિમાં કિયા કરનારને આશય વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે.
અમૃતકિયા–અને છેલ્લી “અમૃત કિયામાં ઉત્કૃષ્ટ ક્રિયાયોગની સાધના થાય છે. ક્રિયાને આશય સમજી, વિગતવાર વિધિની ઘટનાઓમાં ઊતરી, માત્ર ચેતનની પ્રગતિ સાધવા કિયા થાય, જેમાં આ ભવને કે પરભવનો કોઈ પ્રકારને આશય ન હોય, જેમાં પરિણામની ધારા નિર્મળ હોય, તે પ્રકારની ક્રિયાને અમૃતકિયા કહેવામાં આવે છે. અમૃત જેમ દેવને સંજીવનકાર્ય કરે છે, અમૃત જેમ તાત્કાલિક અને પરિણામિક લાભ કરે છે, તેમ આ અમૃત વિભાગમાં આવતી ક્રિયાઓ, કોઈ જાતના હેતુ કે આશયથી થયેલ ન હોવાને કારણે અને રહસ્ય અને વિધિના જ્ઞાન પૂર્વક થઈ હેવાને કારણે, ખાસ સુગ્રાહ્ય છે અને ચિતામણિરત્ન સમાન હોઈ રક્ષણ, પિષણ અને વિકાસને યોગ્ય છે. ક્રિયા કરવામાં કિયા ખાતર ક્રિયા કરવાની ન હોય, કિયાને આશય આત્મવિકાસ હય, ક્રિયા કરવાને પરિણામે કઈ સાંસારિક અપેક્ષા ન હોય, અને તેના રસ્ય, હેતુ અને આત્મવિકાસ સાથે સંબંધ સમજાવેલ હોય; એ ક્યારે કરવી, કેમ કરવી, શા માટે કરવી એ બરાબર સમજી ક્રિયા થાય એ આ અમૃતક્રિયાની કક્ષામાં આવે છે. આ વિશિષ્ટ વિચારકે એ શુદ્ધ કિયાનાં નીચે પ્રમાણેના લક્ષણો બતાવ્યાં છે. એ સર્વ લક્ષણોની પ્રાપ્તિ અમૃતકિયામાં થાય છે. એ લક્ષણે આ પ્રમાણે છે –
(૧) ધર્મક્રિયા કરવામાં ખૂબ પ્રીતિ રાખવી (પ્રીતિ લિંગ).
(૨) ધર્મકિયા તરફ અંતરને આદર હોય, એમાં દેખાડા કે ગોટાળાને સ્થાન ન હોય (આદર લિંગ).
(૩) ક્રિયાના રહસ્યને અને એના પ્રયત્નને જાણવાની અંદરથી જિજ્ઞાસા રહે. રડસ્ય-જિજ્ઞાસા ખૂબ તીવ્ર હોય (જિજ્ઞાસા-લિંગ).
" (૪) એ સેબત કિયારુચિ જીવની જ કરે, એને વિકથા કરનાર, ગપ્પાં મારનારની સંગતિ ન ગમે, એને હરવા-ફરવા-બેસવા ઊઠવાનું સ્થાન ક્રિયા રુચિવત જ હોય (સંગ લિગ).
(૫) મૂળ ગ્રંથમાં કે આકર ગ્રંથમાં વિશુદ્ધ કિયાગ બતાવ્યું હોય તે જાણે, તેને સહે, તેને સ્વીકારે (શુભાગમ-લિંગ)