________________
ર૧ : શ્રી નેમિનાથ જિન સ્તવન
[૩૯ ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે; લોકાલોક આલંબન ભજીયે, ગુરુમુખથી અવધારી રે. ષડૂ૦ ૩
અથ–સુગત-બુદ્ધદર્શનકાર–આત્માને ભેદ માને છે. અલગ માને છે અને વેદાંતીમીમાંસકે આત્માને અભેદસ્વરૂપે જુએ છે. એ સદર સમયપુરુષના બે મોટા-તોલવાળા હાથ છે, એક જમણો હાથ છે, એક ડાબો હાથ છે. તે દર્શનના કહેવા પ્રમાણે લેક (જેમાં છ દ્રવ્ય હોય છે) અને અલેક (પલાણ, જેમાં માત્ર આકાશાસ્તિકાય રહે છે, તેના ટેકાને આપણે સ્વીકારીએ–સેવીએ અને એની સમજણ માટે ગુરુમહારાજથી હકીક્ત જાણુ અપેક્ષાએ તેમની હકીક્ત પણ ધ્યાનમાં લઈએ. (૩)
ટબો–સુગત-બૌદ્ધ અને મીમાંસક એ બે મત તે જિનેશ્વરમતના કર-હસ્તભૂત છે. જિન ભેદભેદરૂપે માને તે ભણી કરણકિયા લક્ષણથી ભારી ગંભીર છે. જ્યાં લેક-પંચાસ્તિકાયાત્મક, અલેક–એકાસ્તિકાયાત્મક, તેનું અવલંબન આશ્રીને એ ભાવ ગુરુગમે જાણીએ અથવા લેકને અવકીએ; રૂપી-દ્રવ્ય, અલેક અરૂપી અવલંબન ઈત્યાદિ વિચાર ગહન તે ગુરુપરંપરાથી લઈએ. (૩)
વિવેચન–સુગત આત્માને ભેદસ્વરૂપે માને છે, અને મીમાંસક-વેદાંતીઓ આત્માને અભેદરૂપે માને છે. એ સમયપુરુષના ડાબા-જમણે ભારે હાથ છે. “ભારે કહેવાનું કારણ એને સમજવાની મુશ્કેલી છે. લોક એટલે સ્વર્ગ, મત્ય અને પાતાળ, તથા અલેક માત્ર આકાશપિલાણ જ છે. એવો છ દ્રવ્યવાન લેક અને માત્ર આકાશવાળે અલેક, એને ટેકારૂપે ભજીએ.
આ સ્વરૂપની ડાબા-જમણા હાથ તરીકે કલ્પના કરવી, અને જ્યાં સમજ ન પડે ત્યાં ગુરુગમથી તેને સમજી લેવી. બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે. બીજે ક્ષણે બીજે વિચાર આવે તે અન્ય આત્માને, એમ સમજવું. આવી રીતે વિજ્ઞાનઘન આત્મા પ્રત્યેક ક્ષણે બદલાય છે. જૈનદર્શનકાર આને પર્યાયભેદ ક્ષણે ક્ષણે બદલાય છે એમ કહી તેને ખુલાસો કરે છે. આ સમયે સમયે થતા ફેરફારને બૌદ્ધ દશને મૂળ ફેરફાર માન્યા છે. પર્યાયાર્થિક નયે બૌદ્ધ દર્શન સત્ય છે એમ માની સમયપુરુષના અંગ તરીકે છે એમ જાણી લેવું અને એની ટીકા ન કરવી. મીમાંસક અભેદવાદી છે. તેઓ એક આત્માને જ માને છે, પ્રસાતો નિત્ય: વિશુળ વધ્યતે મુખ્ય
પાઠાંતર–મીમાંસક” સ્થાને પ્રતમાં મીમાંસક ” પાઠ છે; બીજી પ્રતમાં “મીમાંસક” પાઠ છે. દેય” સ્થાને પ્રતયાં “ઈ' પાઠ છે. “ભારી” સ્થાને પ્રતમાં “ભારિ ” પાઠ છે. “ભજિયે” સ્થાને પ્રતમાં “ભજી' પાઠ છે; બીજી પ્રતમાં “ભજિઈ ” પાઠ છે. “અવધારી ” સ્થાને એક પ્રતમાં “અવધારિ” પાઠ છે. (૩) | શબ્દાર્થ–ભેદ = આત્મા જુદી છે એવી માન્યતાવાળા બૌદ્ધો. અભેદ = આત્મા જુદો નથી એવી માન્યતાવાળા મીમાંસકો-વેદાંતીઓ. સુગત = બુદ્ધના અનુયાયીઓ. મીમાંસક = વેદાંતના અનુયાયીઓ, શંકરાચાર્યના અનુયાયીઓ. જિનવર = તીથ કરદશનરૂપ શરીરના. દેય = બને. કર = હાથ, જમણો અને ડાબો. ભારી રે – તેલદાર, તેલમાં ભારે. લેક = જેમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો રહે છે તે પુરુષાકૃતિ, ચૌદ રાજલોક, અલક = જેમાં એક આકાશારિતકાય રહે છે તે લોકને અંતે આવેલ. અવલંબન = ટેકે, અંધાર. ભજીયે = સેવીએ, સમજીએ. ગુરુગમ = પિતાને શીખવનાર ગુરુએ બતાવેલ રસ્તે અવધારી = જાણી, સમજી. (૩)