________________
ર૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
[૩૮૭ એક આંધળો માણસ હોય, તે ગાડાને નજરે ન દેખે તે કાંઈ ગાડાની ગેરહાજરી બતાવે છે કે સિદ્ધ કરે છે? તેના જેવી આ વાત છે. આંધળાની નજરમાં ગાડું ન આવે, એટલે ગાડું નથી એમ જેમ સ્થાપન ન કરી શકાય, તેમ નાસ્તિકની નજરમાં કદાચ આત્મા જેવી અલગ વસ્તુ ન આવે તેથી કાંઈ આત્મા નથી કે આત્માની હાજરી કે હયાતી નથી એમ સાબિત થતું નથી. આત્મા તે અનુભવથી દેખાય છે અને જણાય છે. અને મરેલા માણસ કે જનાવરમાં ચારે ભૂત હોય છે, છતાં તે હાલતાચાલતું નથી તે ઉપરથી જણાય છે કે આત્મા જેવી કોઈ અલગ વસ્તુ તે જરૂર છે. આંધળો માણસ ગાડાને ન દેખે તેથી કાંઈ ગાડાની ગેરહાજરી કે અભાવ થઈ જતું નથી. આ નાસ્તિકવાદ પણ સમજવા જેવું છે. અત્યારને પાશ્ચાત્યવાદ પણ કાંઈક આને મળતે છે, તેથી જવાબ લક્ષ્યપૂર્વક સાંભળો અને અંતરમાં સમજ એ આપણું કર્તવ્ય થાય છે. વર્તમાન સાયન્સ-વિજ્ઞાન પણ માત્ર ભૌતિકવાદ પર રચાયેલું છે અને તેને આત્મા સંબંધી કાંઈ ગતાગમ પડતી નથી. એના ઉપર ન ટકતાં વધારે ઊંડે વિચાર કરે અને પ્રભુએ બતાવેલ માગે આત્મતત્વની શોધ કરવી એ આપણો ધર્મ છે અને ભૌતિકવાદમાં આનંદ ન લેતાં આત્મવાદ સમજવા પ્રયત્ન કરે.
આત્માને અંગે આવાં આવાં જુદાં જુદાં મંતવ્ય છે, તેમાં સાચી વાત શું છે અને ક્યાં છે તે આપ મને સમજાવો. આપની પાસેથી સાચું આત્મતત્વ હું જાણવા માગું છું અને આપે અનેક બાબતે કહી છે તે મને સાચી લાગી છે અને આપ આધારભૂત છે તેથી આપને હે મુનિસુવ્રત જિનરાજ ! સવાલ કરું છું તે સમજાવે. અહીં સવાલ પૂરો થાય છે. આત્માને અંગેનાં જુદાં જુદાં મંતવ્ય અત્ર બતાવી સાચા તત્ત્વને જાણવાને સવાલ કર્યો. હવે મુનિસુવ્રતસ્વામી જવાબમાં શું કહે છે તે આવતી સાતમી ગાથામાં વિચારશું. (૬)
એમ અનેક વાદી મતવિભ્રમ, સંકટ પડિ ન લહે; ચિત્તસમાધ તે માટે પૂછું, તુમ વિણ તત કાઈ ન કહે. મુનિ ૭
અર્થ–આવી રીતે અનેક વાદવિવાદ કરનારે મારા મનમાં ગૂંચવણ ઊભી કરી છે અને હું તે આફતમાં પડી ગયું છું, તે માટે મારા મનની શાંતિ કરવા આ બાબતને સવાલ
પાઠાંતર—પડિયો ” સ્થારે પ્રતમાં “પડિઉં” પાઠ છે. “લહે” સ્થાને પ્રતમાં “લહઈ” પાઠ છે. “સમાધ’ સ્થાને સમાધિ ” પાઠ છે. માટે સ્થાને પ્રતમાં ‘માટે” પાઠ છે. “તત’ સ્થાને પ્રતમાં “તાત” પાઠ છે. કહે” સ્થાને પ્રતમાં “ કહે ” પાઠ છે. (૭)
શબ્દાર્થ_એમ = એ પ્રમાણે અનેક = એકથી વધારે, છૂટા છૂટા ઘણા. વાદી = સામો પક્ષ લેલાર. મતવાદી = મતીઆ, એક મતને અનુસરનારા. વિભ્રમ = ફેર, ભ્રમ, મતભેદ. સંકટ = કષ્ટ, ગૂંચવણ. પડિયો = પડો, મત ધારણ કરી તેમાં પડેલો એક મતધારી પુરુષ. ન = નહિ, ના (નકારાત્મક). લહે = મેળવે, પામે, લે. ચિત્ત = મનની, દિલની. સમાધિ = ઠંડાપણું, એકતા. તે માટે = તે જાણવા ખાતર. પૂછું = સવાલ કરું. તુમ = આપ, તમે, તમારા વિણ = વગર, સિવાય. તત = તત્ત્વ, સાર, સાચું રહસ્ય. કેઈ = બીજો કોઈ અન્ય. ન કહે = જણાવે નહિ. (૭)