________________
૨૪]
શ્રી આનંદઘન-વશી પૂજાનું ખરું ફળ બેસશે. બાકી, તમે બાહ્ય-દ્રવ્ય પૂજન કરશે તે તેમાં વાંધો નથી, પણ આનંદઘનપદની રેખા જોવી હોય તે ચિત્તપ્રસન્નતાને માગે લાગી જાઓ. વિચારસ્પષ્ટતાને અંગે, તેટલા માટે, અનુષ્ઠાનના પ્રકારની વિચારણા કરવી પ્રસ્તુત છે. ધમની ક્રિયાના હાર્દમાં ઉતરતાં તેમાં કેટલે ફેર હોય છે તે જાણવામાં આવતાં ‘ચિત્ત પ્રસને રે પૂજનફળ કહ્યું કે એને અંતર આશય સ્પષ્ટ થશે. આ કિયા-અનુષ્ઠાનનો આ વિષય ખૂબ વિચારવા યોગ્ય છે, અને તે બરાબર ખ્યાલમાં આવશે ત્યારે આપણે વિકાસમાગમાં કઈ ભૂમિકા પર છીએ તેને ખ્યાલ આવશે.
અનુષ્ઠાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ.
પ્રીતિ અનુષ્ઠાન માં અનુષ્ઠાન કરતી વખતે મનમાં તે તરફ રાગ થાય. દાખલા તરીકે છ આવશ્યક પૈકી પ્રતિકમણ (શ્રાવક માટે વંદિતાસૂત્ર, સાધુ માટે યતિપગાસક્ઝાય), કાઉસગ્ગ અને પચ્ચખાણ અનુષ્ઠાનમાં પ્રીતિ-અનુષ્ઠાનને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ભક્તિ-અનુષ્ઠાન માં પ્રથમનાં ત્રણ આવશ્યકમાં ભક્તિને પ્રાગભાર જાગ્રત થાય છે. સામાયકરૂપ ચારિત્ર, ચોવીશ તીર્થંકરના નામરૂપ લેગસ્સ અને વાંદણામાં નમસ્કાર એટલે સામાથકમાં ચારિત્ર, લેગસમાં દેવવંદન અને વાંદગામાં ગુરુવંદન–આ ત્રણેમાં ભક્તિપૂર્ણ ક્રિયા છે.
પૂર્ણ પુરુષોનાં વચન અનુસાર અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે વચન-અનુષ્ઠાન અને પોતાની ટેવ પડી જતાં કોઈને આધાર વગર સ્વયં અનુષ્ઠાન થાય તે “અસંગ-અનુષ્ઠાન.”
આ ચાર પ્રકારનાં અનુષ્ઠાનમાં પ્રીતિ અને ભક્તિ-અનુષ્ઠાનમાં આ લેકને આશય અને પરેલેકમાં સુખપ્રાપ્તિની કલપના હોવાને સંભવ રહે. વચન-અનુષ્ઠાન કરતાં કરતાં આગળ ઉપર અસંગ-અનુષ્ઠાન કરવાના પ્રસંગો પ્રાણ સહેજે પ્રાપ્ત કરી શકે. અસંગ-અનુષ્ઠાન ઉત્તમોત્તમની કેટિમાં આવે. પ્રીતિ-અનુષ્ઠાન કે ભકિત-અનુષ્ઠાન કાઢી નાખવા જેવી નથી. પ્રાથમિક દશામાં એ બન્ને પ્રકારનાં અનુષ્ઠાનોનો પણ ઉપયોગ છે અને તેની ઉપયોગિતા એ દૃષ્ટિએ સ્વીકારવામાં આવી છે.
અનુષ્ઠાનના આ ચાર પ્રકાર જાણ્યા પછી તેને અંગે થતી ક્રિયાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે, તે પણ જાણી લેવા યોગ્ય છે. એક રીતે એ અનુષ્ઠાનના જ પ્રકારે છે, કારણ કે અનુષ્ઠાન અને કિયા પર્યાયવાચી શબ્દો છે. પાંચ પ્રકારની ક્રિયાનાં નામે અનુક્રમે આ પ્રમાણે છે :
૧. વિષ, ૨. ગરલ, ૩. અનુષ્ઠાન, ૪. તહેતુ, પ. અમૃત.
આ પાંચ પ્રકારની કિયાને સમજતાં વિચારસ્પષ્ટતા જરૂર થઈ જશે. એમાં ત્રીજી અનુષ્ઠાનકિયા આવે છે, તે ક્રિયાના એક પ્રકારનું પારિભાષિક નામ છે, જે એની વ્યાખ્યા કરતાં વિચારપથમાં આવી જશે.
કિયાઓ પૈકી પ્રથમની ત્રણ કિયા ધર્મ કિયા હોવાને કારણે ઠીક છે, પણ એ ચારિત્રવંતનું ચારિત્ર દગ્ધ કરનાર હોવાથી, સંસાર-પરિભ્રમણ વધારનાર હોવાથી અને પરિણામે દુઃખ આપનાર