________________
૩૮૦]
શ્રી આન ઘન-ચાવીશી
કોઈ અબંધ આતમતત માને, કિરિયા કરતા દીસે; કિરિયાતણું ફળ કુણુ કહેા ભાગવે, શ્રમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિ॰ ૨
અ—કેટલાક લોકો આત્માને બધ વિનાના માની પોતાના વહીવટ ચલાવે છે, છતાં તે લેકે જ પાછા ક્રિયા કરતાં—તપ, જપ, દાન, સેવા કરતાં—દેખાય છે. હવે એ ક્રિયાનું જે ફળ બેસે, પિરણામ થાય, તે કોણ ભગવે—એમ જ્યારે તેને પૂછીએ છીએ ત્યારે મનમાં ગુસ્સે થાય છે. (૨)
ટા—કેઇક સાંખ્યાક્રિકને મતે આતમતત્ત્વ અકર્તા-અબધ માને છે, વિત્તુળો ન ધ્યતે ન મુખ્યતે એ વેદવાકય છે, પ્રકૃતિ કાર્યકર્તા માનીએ છીએ, ભોક્તા કેમ ન હેાય તે મતે પણ ક્રિયા કરતા દેખીએ છીએ અને ક્રિયાનું ફળ કોણ ભોગવે છે? જો અક્રિય છે, તે ક્રિયા કાં કરે અને ક્રિયા કરે તેા તજ્જન્ય ફળ એમ વિચાર પૂછતાં તો રીસાવે, પણ પરમારથ આત્મતત્ત્વ ન પ્રીછે. (ર)
વિવેચન—આ સંબંધમાં કેટલાંક દર્શના કે મા કેવા ગૂ`ચવાડા કરે છે તે આપને જણાવું. સાંખ્યમતના લોકો કહે છે કે ‘વિષ્ણુળો ન વધ્યુંતે, ન મુખ્યતે' તે આત્માને વિગુણી માને છે. એવા આત્માને અધ થતા નથી અને મેક્ષ પણ થતો નથી. આત્મા ક` આંધતા નથી અને કર્માંથી છુટકારો પણ તેને કઢી થતો નથી. આત્માને નિર્ગુણુ માને છે. તેઓ એમ સમજે છે રજોગુણ, તમેગુણ અને સત્ત્વગુણ એ ત્રણે ગુણે! આત્માને ખાધા કરતા નથી, અને આત્મા જાતે વિગુણી હાઈ એ કમ બાંધતા કે છોડતો નથી. આવા પ્રકારની તેની માન્યતા હોવા છતાં તે ક્રિયા કરે છે, દાન દે છે, કાશીમાં જઈ ગંગાસ્નાન કરે છે, પણ આત્મા જ્યારે કમ બાંધતા કે ઇંડતા નથી ત્યારે આ ક્રિયાએ એ કોને માટે કરે છે? જે ક્રિયા કરવામાં આવે છે, તેના કરનારને ફળ તે મળવાં જ જોઇએ; એ જ્યારે ક્રિયા કરે ત્યારે તેનાં ફળ કોણ ભાગવે ? ક્રિયા કરવી છે અને આત્માને તેા તેની સાથે સંબંધ નથી, કારણે કે આત્મા વિષ્ણુણ છે.
પાઠાંતર— અબંધ ’ સ્થાને ‘ અવધ ’ પાઠ ભીમશી માણેક છાપે છે. ‘તત’ સ્થાને એક પ્રતમાં ‘ તત્ત્વ ’ પાઠ છે. ‘માને' સ્થાને પ્રત લખનારે ‘માન્ ’ લખ્યું છે. ‘ દીસે ’ને પ્રત લખનારે ‘ દીસે ’ લખ્યું છે. ‘ કિરીઆ ’ સ્થાને ક્રિયા ' છાપેલ છે; અને પ્રતમાં પણ તેમ જ છે. ‘ પૂછ્યુ ’ સ્થાને પ્રતમાં ‘ પૂછ્યો ’ પાડે છે. ‘ ભોગવે ’ સ્થાને પ્રતવાળા ભાગયૈ ' લખે છે, તે જૂની ગુજરાતી છે. (૨)
*
શબ્દા—કોઈ = વેદાંતી, સાંખ્ય. અબંધ = બંધ ન કરે તેવા, બંધાય નહિ તેવો, શુદ્ધ. આતમતન = આત્મતત્ત્વ, આત્માને. માને = સ્વીકારે છે, ખૂલે છે. કિરિયા = ક્રિયા, તપસ્યા, યજ્ઞ, જાપ વગેરે, પૂજા, સેવા, ભક્તિ આદિ. કરતો = અનુસરતા, અમલ કરતા. દીસે = જણાય, દેખાય છે. ક્રિયાતણું = અનુષ્ઠાનનું, જપતપનું. કહે = જણાવો, ખેલા. કુણ = કાણુ, ક્યા માણસ. ભોગવે = પ્રાપ્ત કરે, અનુભવે. મ = એમ, એ પ્રમાણે. પૂછ્યુ = સવાલ કર્યાં, પ્રશ્ન કર્યાં. ચિત્ત = મનમાં, દિલમાં. રીસે = રીસાઈ ને, સામા પડીને, ગુસ્સામાં. (૨)