________________
૧૯ : શ્રી મલિનાથ જિન સ્તવન
[ ૩૬૩ રૂતિ વિજ્ઞત્તિવાન્ ચેથી અવસ્થા આવી તે વારે-નિદ્રાદશા ૧, સ્વપ્નદશા ૨, રીસાણી જાણી, પણ હે નાથ ! તમે મનાવી નહીં. ભલી ભા. (૩).
વિવેચન—ઊંઘ અને જાગવાની સ્થિતિને અંગે ચાર પ્રકારની સ્થિતિ હોય છે. તેમાં પ્રથમની સ્થિતિ નિદ્રાદશા છે. આપણે જેમાં ઊંઘીએ છીએ તે નિદ્રા. સુખે-સહેલાઈથી જાગ્રત થઈ જાય તે નિદ્રા. મહામુશ્કેલીએ ઘણાં હલાવ્યા, બેલાવ્યા કે હોકારા કર્યા પછી જાગે તે નિદ્રાનિદ્રા. ઊઠતા બેસતાં ઊંઘ આવે તે પ્રચલા. અને હાલતાં-ચાલતાં ઊંઘ આવે તે પ્રચલપ્રચલા. અને દિવસે ચિંતવેલ કામ રાત્રે ઊંઘમાં કરે તે થીગુદ્ધિ અથવા ત્યાદ્ધિ. આ પાંચ પ્રકારની નિદ્રામાં દર્શન તદ્દન બંધ થઈ જાય છે, દર્શન માટેની આંખે જ બંધ થઈ જાય છે. નિદ્રા દશાને અંગે આ પ્રથમ નિદ્રાદશા થઈ. નિદ્રાની બીજી સ્થિતિ સ્વપ્નદશા છે. એમાં ચિત્રવિચિત્ર સ્વપ્ન આવે અને તે પણ ઊંઘની એક દશા હોઈ તેમાં પણ દર્શન તદ્દન અટકી પડે છે આ સ્વદશા તે નિદ્રાની બીજી દશા થઈ. એમાં દર્શન તદ્દન બંધ થઈ જાય છે. આ ઊંઘ પણ ખરાબ છે અને તેનાથી દર્શન થતું અટકે છે. ઊંઘવા-જાગવાને અંગે ત્રીજી જાગ્રતદશા છે. માણસ જાગતો હોય ત્યારે સર્વ ચીજોને દેખી શકે છે અને તેનું દર્શન જાગતું રહે છે. એ જાગ્રતદશા તે નિદ્રાદશાથી તદ્દન ઊલટી છે. જાગવા-ઊંઘવાને અંગે ચોથી દશા તે ઉજાગરદશા કહેવાય છે, તે કેવળી, તીર્થંકર ને સિદ્ધના જીવોને હોય. તેઓ ઊંઘ ઈચ્છતા પણ નથી અને રાતદિવસ જાગતા રહે છે. આ ચોથી ઉજાગરદશામાં દર્શન સદૈવ જાગ્રત રહે છે અને આખો વખત દર્શન થયા કરે છે. બાકી તો, વ્યાખ્યાનમાં પણ શ્રવણ કરતાં માણસ નિદ્રાના જોરથી ઝોકાં ખાય છે અને ઘેર કે દુકાને ચેર ચોરી કરી જાય ત્યારે પણ ભાઈશ્રી તો ઊંઘતા જ રહે છે. આપ આ ચેથી ઉજાગરદશા રાખી છે અને નિદ્રાદશા તથા સ્વપ્નદશા તો આપથી સંપૂર્ણ રિસાઈ ગઈ છે. આપે તો, તેની સાથે ઘણા કાળને પરિચય હોવા છતાં, એને મનાવવાનો પ્રયાસ પણ નથી કર્યો.
આ આપને ત્રીજો ગુણ છે. જે અઢાર દોષને આપે ત્યાગ કર્યો છે તેમાં આ નિદ્રા ત્રીજે દોષ છે. હે પ્રભુ! આપ આ સેવકની કેમ અવગણના કરે છે અને મારી સામે નજર પણ કેમ કરતા નથી? અહીં ત્રીજે નિદ્રાદશાને ત્યાગ અને ચોથે સ્વપ્નદશાને ત્યાગ એમ આ ગાથામાં બે ગુણનાં અથવા દોષનિવારણનાં વર્ણને કર્યા. (૩)
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી. હે મલ્લિ૦ ૪
પાઠાંતર–“સમતિ” સ્થાને પ્રતવાળા “સમકત” શબ્દ લખે છે. “સાથે સ્થાને એક પ્રતમાં “સાર્થે પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “પરિવાર શું ' સ્થાને પ્રતવાળા પરિવારસ્યું ” લખે છે. “અપરાધણ” શબ્દને સ્થાને બન્ને પ્રતમાં “અપરાધણિ” શબ્દ લખ્યો છે. (૪).