________________
૩૪૦]
શ્રી આનંદઘન-ચોવીશી આ કુંથુનાથ ભગવાન, જેમને અત્ર વિનંતિ કરવામાં આવી છે, તેનું નામ કુંથુનાથ પાડવાનું કારણ એમ બન્યું કે ભગવાન જમ્યા પછી કથુઆ વગેરે ની જયણા દેશમાં પ્રવર્તી : એ ભગવાનને પ્રભાવ હતે. અથવા બીજું કારણ એમ કહેવાય છે કે “કુ' એટલે પૃથ્વી, તેમાં સ્થિત એટલે ભગવાન ગર્ભમાં આવ્યા પછી તેમની માતાએ રત્નમય રાશિ પૃથ્વીમાં જે. આ કુંથુનાથ ભગવાન એ જ ભવમાં ચકવર્તી થયા હતા. આવા મોટા આખા ભારતદેશના મહાન સમ્રાટ અંતે દીક્ષિત થયા અને આખું રાજપાટ સેંપી દીધું. તેમનું નગર હસ્તિનાપુર, તેમના પિતાનું નામ શુર રાજા, માતાનું નામ શ્રીમતી રાણી અને તેમની શરીરયષ્ટિ પાંત્રીશ ધનુષ્યની હતી. આવા પ્રભુ તમારી સર્વ વાંછના પૂર્ણ કરે અને મનને એકાગ્ર કરવાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરાવે. (૧૭) ફેબ્રુઆરી : ૧૯૫૦ ]