________________
૩૩૮ ]
શ્રી આન ઘન-ચાવીશી
અરે આનંદઘન પ્રભુ ! હે પરમાત્મન ! હે વીતરાગ ! જો મારું મન વશ આણ્ણા તો તે સાચુ કરી માનું. તું જ શરણ છે. એટલે સત્તરમા કુથ્રુ જિનનું સ્તવન થયું. (૯) વિવેચન—હે પ્રભુ ! તે મહામુશ્કેલીએ મનને વશ કર્યું છે—આવી વિચારણા હું આગમને અનુસારે માનું છું. મન દુ:ખે વશ થઇ શકે તેવું છે તે આપણે ઉપર જોઇ ગયા. આવા મહામુસીબતે વશ થાય તેવા મનને પણ તે (પ્રભુએ) પેાતાના કાબૂમાં લીધુ હતુ. એ આગમ વાંચીને કે સાંભળીને મારી બુદ્ધિને વિષય બનાવું છું. મન કેટલુ મુશ્કેલીએ આરાધ્ય છે તે ઉપર જણાવાઇ ગયું છે. આગમની વાત ઉપર શ્રદ્ધા રાખવી જોઇએ, તે બીજી વાત કરવામાં આવી. મૂળ સિદ્ધાંતમાં કહેલી વાતને સ્વીકારે તે સમકિતી હોવા જોઇએ. બધી મૂળ વાતને સ્વીકારી ચાલવાનું આપણું વલણ હોવું જોઇએ શુદ્ધ શ્રદ્ધાવાનનું એ લક્ષણ છે. આગમે વાંચવા-સાંભળવા ઉપરથી હુ એટલું માનવા–સ્વીકારવા તૈયાર છું કે તે તો તારા મનને રાખર કાબૂમાં આવ્યું, મારે આ નિય મારા આગમ તરફના માનને અગે છે. મારા દિલમાં હે પ્રભુ ! આપનું ચરિત્ર સાંભળતાં લાગે છે કે આપે આવા આકરા મનને પણ કાબૂમાં લીધેલ જ એ વાત ખરી છે, હું તે સાચી માનું છું પણ મનને કાબૂમાં લેવાની જરૂર છે અને આપે મનને કબજામાં લીધેલ હતુ તે વાતને હું આનંદના સમૂહ ! હે પ્રભુ ! જો આપ મારું મન કાબૂમાં આણી દો અને મારે વશ બનાવી દે, તે હું સાચું માનું. આપ તો એવી અચિત્ય શક્તિના ધારનારા છે કે આપ જે ધારશે તે કરી શકશેા. તો પછી આપ મારા મનને કાબૂમાં લાવી દો એટલે પ્રત્યક્ષ પ્રમાણથી હું સાચું માની લઉં કે પ્રભુનું મન પણ વશ થયું હતું.
આ એક માગણી કરવાની રીત છે. જો પોતાનું મન વશ થાય તો પ્રભુએ તેમનું પોતાનું મન વશ કર્યું હતું, એ વાતને આ પ્રાણી સાચી માને ! મતલબ, મારું પોતાનું મન કાબૂમાં લઇ આવે એ મારી આપને વિજ્ઞપ્તિ છે. આપની વાત પ્રત્યક્ષ પ્રમાણથી હું પછી જરૂર માની લઇશ અને આપ તો આનંદના ઘન છે, આનંદમય છે, તો આટલું મારું કામ જરૂર કરી આપશે। એટલી આપ પ્રત્યે મારી વિનતિ છે. અનુમાન કે શબ્દપ્રમાણને બદલે આ પ્રત્યક્ષ પ્રમાણની વાત વધારે યાગ્ય થશે અને મારું કામ થશે. આવી રીતે બેવડો લાભ થશે અને મને ખાતરી થઇ જશે કે પ્રભુ પણ એ જ કોટિમાં છે. માટે હે પ્રભુ ! મારું મન વશ આણા, એ કાબૂમાં રહે તેમ કરે અને મને ખાતરી આપો કે આપે પણ દુરારાધ્ય મનને વશ આણ્યુ હતું. (૯)
ઉપસહાર
આવી રીતે મનને વશ કરવા સંબંધી આ ઘણું મહત્ત્વનું સ્તવન પૂર્ણ થયું. તેમાં આનંદઘનજી ઘણી અગત્યની વાત કરે છે. તે મનનું વણુન કરતાં એને ગમે ત્યાં રખડતું અને આકાશ-પાતાળને એક કરતુ બતાવે છે. ઘડીકમાં અહીં જાય અને પાછું તુરતમાં ત્યાં જાય,