________________
[૩૩૫
૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન નરજાતિમાં વાપરે છે તે દેશભાષાના ધરણની વાત જણાય છે. અને આ વિષયમાં આનંદઘનની ભાષા પરત્વે ઉપઘાત ઉપર ધ્યાન ખેંચવામાં આવે છે. મનને સમજુ, ભણેલા અને મોટા મોટા પંડિતે ગમે તેટલું સમજાવે, પણ એ તે સમજતું જ નથી અને પિતાની ધારણા પ્રમાણે જ કયે જાય છે. ભગવદ્ ! મારું મન આવું છે અને હાલ તો તે જ આધિપત્ય ભોગવે છે. (૯)
મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે હો. કુંથુ. ૭
અથ મને ખબર પડી ગઈ છે કે એ નાન્યતરજાતિનું નાનકડું મન બધા માણસોને ધકે ચઢાવે છે. મેં તો એની ત્રીજી જાતિ હોવાથી એ દમ વગરનું હશે એમ ધાર્યું હતું, પણ માણસ બીજી બધી વાતે શક્તિમાન છે, પણ એને પકડીને ઝીલી શકે એ કોઈ પણ માણસ નથી. (૭)
ટો–વળી કહે છે, મન શબ્દ તે નપુંસક લિગે છે, એ શું કરશે એમ જાણુતા, પણ તે તો ન બન્યું. સમસ્ત મર્દ-પુરુષ કામી, કોધી સર્વને એ મન તે ઠેલે–હણ કરે. બીજા સંસારમાં સર્વ વાતે સાધવાને સમરથ છે પુરુષ, પણ એને-મનને કઈ રૂધે તે વિરલા (૭)
વિવેચન-સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ત્રણ જાતિનાં નામે હોય છે : નરજાતિ, નારીજાતિ અને નપુંસક અથવા નાન્યતરજાતિ. મને એમ ખબર હતી કે એ સંસ્કૃતમાં નપુંસક લિંગને શબ્દ છે; હિંદીમાં એ નાન્યતરજાતિ ન હોવાથી નરજાતિમાં વપરાય છે. “સાલે ” એ મન માટે પ્રયાગ આગલી છઠ્ઠી ગાથામાં કરવામાં આવ્યું તે સ્તવનકર્તાની દેશભાષાને લઈને છે. સંસ્કૃતના ધોરણે એને “સાળું” પ્રયાગ જોઈએ. એ નપુંસકલિગે હોવા છતાં તે કોઈને છોડતું નથી અને મોટા મોટા મજબૂત માણસને પણ એ હઠાવે છે. એ નપુંસકજાતિ શબ્દ હોવા છતાં નરજાતિના મઈ માણસને પણ હરાવે છે, ધક્કે ચઢાવે છે અને લડાઈમાં હરાવી દે છે. એ જરાય કાચું પડ્યું નથી. એ તો ગમે તેવા બહાદુર હિંમતવાન માણસને પણ પહોંચી
પાઠાંતર–પ્રથમ પાદમાં “જાણ્યું ” સ્થાને એક પ્રતમાં “જાણું” પાઠ છે. “નપુસંક” સ્થાને પ્રતવાળો પ્રથમ પાદમાં “નપુસગ” લખે છે. “મરદને સ્થાને પ્રતવાળો “મરદને” લખે છે. “ટેલે સ્થાને પ્રતવાળો “ ” પાઠ લખે છે. બીજી’ બદલે પ્રતમાં “બિજિ ” પાઠ છે. “વાતે સ્થાને પ્રતમાં “વાતે ” પાઠ છે.
સમરથ” સ્થાને પ્રતમાં “સમરપ્ર” પાઠ છે. “છે' ત્રીજા પાદમાં “છે ” લખે છે, તે પ્રકાર લહીઆનું જનું ગુજરાતી છે. “જેલે’ સ્થાને પ્રતવાળો “ગેલે” લખે છે, બીજી પ્રતમાં “જાલે’ પાઠ છે. (૭)
શબ્દાર્થ–મેં જાણ્યું = હું એમ ધારતા હતા, હું એમ સમજ્યા હતા. એ = (મન) મનડું. લિંગ = જાતે. નપુંસક = નાન્યતર, ત્રીજી જાતિ હોવાથી એનાથી ડરવાની જરૂર નથી. પણ એ = મન તો. સકળ = સવ. બધા. મ = નરજાતિના માણસને. ઠેલે = ધમધમાવે, ચલાવે. બીજી = અનેક બાબતે. સમરથ = સમર્થ, શક્તિમાન, સશક્ત, નર = માણસ, મનુષ્ય. એને = એને, મનને. કેઈ = એક પણ મનુષ્ય. ન = નહીં, જેલે = પકડી શકે, ઝડપી શકે, ઝીલી લે. (૭)