________________
૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૩૩૩ અને એ શાહુકાર પણ નથી. પ્રમાણિક શરાફને વટ તે એ જાણીને હોય છે કે એ રાતના બાર વાગે પણ પિતાને વટ રાખી પૈસા દેવાના હોય તે ભરી આપે. મારું મન એવું જબરું છે કે એને શાહુકાર પણ કહી શકાય નહિ. જેમ એને ઠગબાજી કરતાં મેં નજરે જોયું નથી તેમ એના અંદરખાને રહીને કામ કરવાને અંગે એને શાહુકાર પણ કહેવાય તેમ નથી. આવી રીતે તેને કેમ વર્ણવવું અને તેને માટે કયું વિશેષણ વાપરવું તે મને માલુમ પડતું નથી.
એ મન તે બધામાં છે અને બધાથી દૂર રહે છે, એવું વિચિત્ર છે. એ ઈદ્રિય દ્વારા કામ કરે છે, સર્વમાં છે અને કઈમાં નથી એમ છે ને છેટુ રહે છે. ઘણા માણસે પણ એવા હોય છે. એને પૂછ્યા વગર કે એના હુકમ વગર તરખલું પણ ચાલે નહિ, છતાં એ, પિતાના આડતીયા મારફત ત્રીજા પક્ષકાર પાસે, એવી સિફતથી કામ લે કે એણે અમુક કામ કર્યું છે તેમ જણાય જ નહિ; તેમ મારું મન પણ એવું યુક્તિબાજ છે કે ઈદ્રિય દ્વારા કામ લે છે. અમુક વસ્તુ મીઠી છે કે નહિ, અમુક જેવા લાયક છે કે નહિ કે અમુક કૃતિપ્રિય કે સુગંધી છે કે નહિ તેને નિર્ણય એ કરે, પણ કામ ઇંદ્રિયે-કમે ક્રિયે મારફત લે. એટલે એ સર્વમાં છે અને કોઈમાં જાણે નથી એમ લાગ્યા કરે છે. આવી રીતે મને કોઈ પણ કામ કરે છે એમ કહેવું તે પણ ગ્ય નથી. અને આવી રીતે બધામાં હોવા છતાં કઈમાં નથી એમ કહેવું અને એ સર્વથી દૂર હોય તેમ રહેવું એ વાતની મારા મનમાં નવાઈ લાગે છે. મને થાય કે દરેક બાબતમાં ભાગ લેતું હોવા છતાં તે દૂર ને દૂર કેમ રહી શકતું હશે ? આવી મનની કાર્ય પદ્ધતિ જાણું મને નવાઈ લાગે છે અને એના સંબંધમાં કયું વિશેષણ વાપરવું તેની મને ખબર પડતી નથી. હજુ હું એ મન કેવું છે તે આપની પાસે જણાવું છું. તે આપ જાણે અને મને રસ્તો બતાવો. (૫)
જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો: સુર-નર-પંડિતજન સમજાવે, સમજે ન મારો સાલે છે. કુંથુ ૬
અર્થ છે જે કાંઈ પણ એને કહું છું તે એ સાંભળતું નથી, કાને ધરતું પણ નથી અને પિતાની બુદ્ધિએ મેલું જ રહે છે. એને દેવે કે માણસો કે ભણેલગણેલ માણસો સમજાવે પણ મારું સાણું એ તે કાંઈ સમજતું નથી અને એને અંગેના મારા પ્રયત્ન નકામા થઈ પડે છે. (૬)
પાઠાંતર–કાન' સ્થાને પ્રત લખનાર “ કાને પાઠ લખે છે; બીજી પ્રતમાં ‘કાનિ ' પાઠ છે. “સુર” સ્થાને પ્રતમાં ‘સૂર’ પાઠ છે. “આપ મતે ' સ્થાને પ્રતમાં “આપ મતિ ” પાઠ છે. “રહે’ સ્થાને પ્રનમાં રહૈ” પાઠ છે. “સમજાવે” સ્થાને પ્રતમાં “સમજાવૈ ' લખેલ છે. “મારો ” સ્થાને પ્રતમાં “માહરો” પાઠ છે. (૬) | શબ્દાર્થ-જે જે = જે કાંઈ કાંઈ પણ કહું = જણાવું, બેલી બતાવું. કાન ન ધારે = સાંભળે નહિ. આપ મતે = પિતાની બુદ્ધિએ, પિતાની સમજણ પ્રમાણે રહે = થાય, ચાલુ રહે. કાલે = મેલવાળું, કાળો. સુર = દેવતાઓ, મોટા દેવો. નર = માણસો, જને. પંડિતજન = સમજુ માણસો, ભણેલા માણસો સમજાવે = ઠેકાણે લાવવા પ્રયત્ન કરે. સમજે ન = ગળે ઉતારે નહિ. મારો = આપણો, પોતાનો. સાલ = પત્નીને ભાઈ, વહુને ભાઈ. (૬)