________________
૩રર]
શ્રી આનંદઘન-ચોવીશી હકીકત આપવામાં આવી છે. અહીં તે માત્ર અગિયાર ગાથામાં ટૂંકાણમાં શાંતિવાચ્છક માણસ કેવો હોય તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને વિસ્તારની ઈચ્છા હોય તેમણે મૂળ આગમ ગ્રંથે જોવા અને ત્યાંથી શાંતિનો અહેવાલ મેળવી તેને સમજો અને સમજીને તે પ્રમાણે વર્તન કરવું. માત્ર વાંચવાથી ખાસ લાભ નહિ થાય પણ તેને અનુસરે પોતે જીવવાથી સાચો સ્થાયી લાભ થશે. ઉપટિયા જ્ઞાનમાં અને ચારિત્રમાં મૂકવામાં ઘણું મોટો તફાવત છે. અને જેઓ તેને અમલમાં મૂકે છે અને પિતાની શક્તિ પ્રમાણે તેને અમલ કરે છે તેને જુદી જ લિજજત આવે છે. તેથી આ ભવને સફળ કરવાના પ્રયત્ન માટે જે પ્રાણી ઉત્સુક હોય તેમણે ઉપર જણાવેલ સંક્ષિપ્ત વર્ણન આગમના બોધથી વધારવું.
અહીં ટૂંકાણમાં તે બતાવવાને હેતુ એ છે કે ટૂંકા જ્ઞાનથી માણસને એને રસ પડે તે એ જરૂર વિસ્તાર વાંચવા અને તેને પચાવી તેને અનુસરવાને. એટલા માટે ટૂંકાણની પણ જરૂરીઆત છે. એ જે તમને રસાળ લાગે તે પછી તમારું જ્ઞાન વધારે અને આવી રીતે વધારેલ જ્ઞાનનું ક્ષેત્ર તમને પૂરતે બદલે આપી રહેશે, અને શ્રી આનંદઘનજી કહે છે કે અહીં ત્રીજીથી અગિયારમી ગાથામાં કહેલ શાંતિનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી શાંતિનાથ ભગવાને પોતે કહેલું છે. એ ભગવાન તે એ જ ભવમાં ચકવતી હતા. તેવા પુરુષે કહેલું શાંતિનું વર્ણન બહુ જ ટૂંકાણમાં મેં (આનંદઘનજીએ) તમારા લાભ માટે તમારી સમક્ષ કહી બતાવ્યું છે. તે તમને સમજવા જેવું લાગે તે વિસ્તારપૂર્વક એ આગમ ગ્રંથમાંથી તમને પ્રાપ્ત થશે. આ હકીકત પણ વાચકના લાભ માટે બતાવી છે. (૧૪)
શાંતિરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે;
આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ. ૧૫
અર્થ_એ પ્રમાણે જે શાંતિના સ્વરૂપને ખ્યાલ કરશે અને તે વખતે પવિત્ર મનઃશુદ્ધિ કરશે, એકચિત્ત કરશે, તે આનંદના ભરને–સમૂહને પામશે અને પ્રાણી મેટા સન્માનને મેળવશે. (૧૫)
એ રીતે જે શાંતિપદનું સ્વરૂપ ચિત્તમાં ભાવશે, શુદ્ધ વિષયકષાયરહિત પ્રણિધાન મનની અલતાઈ ધરે, તે પ્રાણી આનંદઘન પામશે, પરમાનંદ પદ તરફ તે જશે, ઘણું યશમાનપણે. એટલે સાળમાં શ્રી શાંતિનાથ જિનનું સ્તવન થયું. એવું શાંતિપદ ભાવવું તે મનથીરતા કરવાને, જેમાં છે મન તે વિષમ છે, એક મન જીત્યે તે તેણે સર્વ જીત્યા વર –
પાઠાંતર–ભાવશે સ્થાને એક પ્રતમાં “ભાવશ” પાઠ છે, “પામશે” સ્થાને પ્રતમાં “પામસે” પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે “લહેશે’ સ્થાને લહસ્ય” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. (૧૫) | શબ્દાર્થ –શાંતિ = ધીરજ, સ્વરૂપ = હકીકત, રચના. એમ = ઉપર કહ્યું તેમ. ભાવશે = વિચારશે. ધરી = ધારણ કરી. શુદ્ધ = પવિત્ર પ્રણિધાન = એકાગ્રતા આનંદધન = આનંદને સમૂહ. પદ = સ્થાન એટલે મોક્ષ. લેશે = મેળવશે. બહુમાન રે = મોટું સન્માન, ખૂબ આબરૂ. (૧૫)