________________
૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન
[૩૧૯ શાંતિનું સ્વરૂપ પ્રભુના પિતાના મુખેથી સાંભળીને અથવા તેમણે જે આગમમાં બતાવ્યું તે તેમના કહેવા પ્રમાણે જાણીને પ્રાણી શું કહે છે, રસિક શ્રોતા શું વદે છે અથવા કેવા ઉદ્ગારે ઉચ્ચરે છે તે આપણે હવે પછી આ જ ગાથામાં જોઈશું. આ શાંતિનું સ્વરૂપ નવ જ ગાથામાં ઘણા ટૂંકાણમાં લેખકે વર્ણવ્યું છે. કોwાન પ્રવામિ યહુતિ પ્રસ્થaોમિ–જે કરોડ ગ્રંથમાં કહ્યું છે તેને સાર અર્ધા કલેકમાં હું તમને કહીશ. આગમાં તે શાંતિનું સવિસ્તર સ્વરૂપ આપવામાં આવ્યું છે. તે આનંદઘને બહુ ટૂંકામાં માત્ર ઉપરની નવ (૩–૧૧) ગાથામાં જણાવ્યું. પણ આ જણાવવામાં શ્રી આનંદઘને અદ્ભુત સારરહસ્ય આપણા માટે હિતદષ્ટિએ કર્યું છે. અગાઉ સૂત્રની પણ આવી જ પદ્ધતિ હતી. એના ઉપર ભાષ્ય કે ટીકા ગમે તેટલી કરી શકાય, પણ ઘણાં સૂત્રોમાં તે તે વાત ટૂંકમાં પતાવવામાં આવે છે. ઘણી વાતને ટૂંક સાર આ રીતિથી પ્રાણી ગ્રહણ કરી શકે છે. વાતને મુદ્દો આ રીતે પ્રાપ્ત થાય છે અને તે વ્રણ કરનારના લાભ માટે જ છે. એ રીતે પ્રાપ્ત થયેલ સારને પછી શ્રોતા વધારી શકે છે. જેમ ત્રીજીથી અગિયારમી ગાથાને આપણે વિસ્તાર કેટલાંક પાનાંમાં કર્યો એ રીતે ટૂંક સાર હોય તે તેને વધારી શકાય છે.
તીર્થકર દેવે જે ભાવ કહ્યા તે ગણધરેએ સૂત્ર–આગમરૂપે ગૂંથ્યા તેથી આ સંક્ષેપમાં ભગવાનનાં પિતાનાં વચન છે એમ સમજવું. ભગવાનનાં વચનને ટૂંક સાર અત્ર આપવામાં આવ્યું છે. પણ એમ ટૂંકામાં મુદ્દામ વાત કરી છે અને તે આ જીવના એકાંત હિતની વાત જ છે. તે સમજવા ઉપરાંત તેને જીવી જાણવી અને આદરપૂર્વક તેને સંવ્યવહાર કરે. જ્યારે શાંતિના સ્વરૂપને પિતાના જીવન સાથે વણી દેવામાં આવશે ત્યારે તે ખરેખર ભવ્ય સ્વરૂપ ધારણ કરશે. ગ્રંથકર્તા–સ્તવનíએ એ આ નવ ગાથામાં જે વાત સંક્ષેપમાં કરી છે તે અતિ આકર્ષક છે અને એ પ્રમાણે વતી શકાય તે પરિણામ બહુ સરસ આવે તેમ છે. આટલે ઉપદેશ પ્રભુએ કરેલ અથવા તેમના નામથી રચાયેલાં શાસ્ત્રોમાં બતાવેલે તેને સંક્ષેપસાર સાંભળીને આ આત્મારામ એટલે બધો લાગણીવશ થઈ ગયા છે કે તે આભારની લાગણીના શબ્દો બોલી નાખે છે. તેના એ શબ્દો આ પ્રમાણે છે :
હે પ્રભુ! આપના દર્શનથી હું તે ખરેખર તરી ગયો છું અને મારાં તે સર્વ કામ સિદ્ધ થઈ ગયાં છે, પાકી ગયાં છે. દર્શનથી એટલે આપને જેવાથી, આપની વાણી સાંભળવાથી અથવા આપે જે દર્શન બતાવ્યું તે દર્શનને જાણવાથી હું ખરેખર સંસાર સમુદ્રને પાર પામી ગયે છું. દર્શનના અહીં બે અર્થ સમજવા યોગ્ય છે : દર્શન એટલે દેખવું, અને દર્શન એટલે ભગવાને પ્રરૂપેલા દર્શનની પ્રાપ્તિ. આ બન્ને અર્થે બેસતા આવે છે અને પ્રાણી પિતાને નિસ્તાર થયેલે માને છે. આવા હગાર પ્રાણ જ્યારે ખૂબ આનંદમાં આવે છે ત્યારે કાઢે છે અને ઘણી મહત્ત્વની વાત સંક્ષેપમાં જાણવાનું પિતાને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તેથી તેનાથી સહજ ઉદ્ગાર નીકળી જાય છે.