________________
૧૬ : શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ ૩૧૭
અથ—આપણા પોતાના આત્મવભાવ છે તે તે માત્ર એક ચેતનાશક્તિને અવલ એ છે એમ તું સમજ, જાણ; અને એ સિવાયના ખીજા સર્વાંની સોબત તે માત્ર સયોગ સંબધે થઇ આવેલ છે. ખરો પોતાના પરિવાર–સથવારે તે પોતાના આત્મસબંધનો છે. અને તેને જ તુ તારા પોતાના પિરવાર તરીકે માન; એ તારી સાથે આવનાર છે એમ તું સમજ. (૧૧)
ટા—પોતાના આત્મા ચિદાનંદમયી એક શુદ્ધ ચેતનાના આધાર અનંત વિજ્ઞાન વિદુર એવા ભાવ જે અપર પુદ્ગલાદિક સર્વાં સયોગ જનિત છે, એ તારું નથી, પોતાના પરિકર જ્ઞાન, દર્શીન, ચારિત્ર પ્રમુખ તે જ સાર–પ્રધાન છે; એ એ ધણી પદ્મ શાંતિને પામે. (૧)
વિવેચન—શાંતિના સ્વરૂપ માટે નિવેદન કરવાની આ છેલ્લી ગાથા છે. આપણે શાંતિનું સ્વરૂપ ત્રીજી ગાથાથી વાંચીએ છીએ. એ માત્ર વાંચવા માટે અત્રે રજૂ કરવામાં આવ્યું નથી, પણ જીવવા માટે—આદરવા માટે-એ બહુ જરૂરી ભાગ ભજવે છે. એ દૃષ્ટિએ આ છેલ્લી ગાથા વિચારો.
આપણેા સ્વભાવ છે, આપણા પોતાના ભાવ છે તેને વિચારો, તે સંબધી સાચાં મતવ્યે ઉપર જણાવ્યાં છે અને એ ચૈતનભાવ એકલેા જ આત્મભાવના આધારભૂત છે, બાકી આપણી આજુબાજુ જે સંબધ થયેલો છે તે તે તદ્ન આકસ્મિક છે. આપણે જેને આપણા મિત્ર કે સગાંસ...બધી માનતા હોઇએ તે આકસ્મિક જ છે, અને સયાગથી મળી ગયા છે, અને આ ભવ પૂરતા જ તે સથવારે મળ્યા છે; અને આ ભવ પૂરો થશે ત્યારે, સવાર પડતાં જેમ પખીએ ઊડી જાય છે તેમ, ચાલ્યા જશે. અથવા એક તીમાં મેળેા મળે ત્યારે કોઈ માલ વેચવા આવે, કોઇ તડાકા મારવા આવે અને કોઇ પોતાના બીજા કામે આવે, પણ મેળા પૂર્ણ થતાં સૌ પોતપોતાનાં સ્થાનકે ચાલ્યા છે તેમ અત્યારના મેળા સમજવેા. આપણી દોલત કે ઘરબાર હોય તે સ મૂકીને અંતે ચાલ્યા જવાનું છે અને કોઇ વસ્તુ કે સંબધી કે માલમિલકત સાથે આવવાનાં નથી. આપણે તે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે; નફામાં આ ભવમાં કરેલાં સારાં-ખરાબ કામે આપણે ભોગવવાનાં છે. આવી રીતે પરિવાર કે ધનદોલત પણ સચેગ સંબધે અને આકસ્મિક રીતે થયેલ સમજી લેવી અને એ આકસ્મિકપણાને જેમ તુરત સમજાય તેમ સારું છે. આપણા ચૈતન્ય ભાવ એ જ આપણી સાથે આવનાર છે.
એક ભેળો માણસ પેાતાના પરિવારને બહુ માનતા હતા તે માંદો પડ્યો. ઉસ્તાદ વૈદ્ય તેના સ` વ્યાધિ એક ઘૂંટડે પી જવાય તેવા પાણીમાં ઉતારી દીધા, પણ તે વ્યાધિવાળુ પાણી
=
શબ્દા—આપણા = પોતાના, પ્રાણીના, વા. ચેતનભાવ = ચૈતન્ય, ચેતના, હાલવારૂપ, અજીવથી જુદો પાડનાર પોતાના સ્વભાવ. એક = માત્ર. ચેતના = જીવનરૂપ, આત્માની અચિંત્ય શક્તિ, ધાર. રે = વિચાર, સમજ. અવર = બાકીનું, ખીજું, તે સિવાયનું સ`. સા = સથવારા, આવી પડેલો, સાબત. સયાગથી સંજોગને લઇ ને; સંયોગી, આવી ચઢેલ. એહ = એ જ. નિજ = પોતાના, આપણેા. પરિકર = પરિવાર, સાથે આવનાર. સાર = ખરા. (૧૧)
=