________________
૩૦૪]
શ્રી આનંદઘન-ચાવીશી અનુરૂપ ધીરજ ધારણ કરીને તું મારે જવાબ વિચારજે. ધીરજ રાખ્યા વગર તું એ જવાબને સંક્ષેપમાં સમજી શકીશ નહિ. - હવે હું શાંતિના પ્રતિબિંબને રજૂ કરીશ. આપણા પ્રતિબિંબમાં અને આપણી આકૃતિમાં જરા પણ ફેરફાર હોતું નથી, તેથી પ્રતિબિંબ સમજાતાં અસલ શાંતિને તને ખ્યાલ આવી જશે. આ રીતે શાંતિની મૂતિને પ્રસ્તુત કરી હવે શાંતિ કેવી હોય તે પ્રતિબિંબ સ્વરૂપે સમજાવે છે. શાંતિ કેવી હોય તે તેના પ્રતિબિંબ પરથી સમજાવવાને આ અભિનવ પ્રયાસ છે.
શાંતિનું પ્રતિબિંબ શા માટે કહેવામાં આવ્યું તે મને બરાબર સમજાયું નથી. શાંતિની વાત શાંતિના પ્રતિબિંબથી શા માટે કહેવી પડે? શાંતિનું સ્વરૂપ જ સવાલ કરનારે પૂછયું છે અને તેના જવાબમાં શાંતિની વાત જ કરવી જોઈએ. મને તેના બે ખુલાસા સૂઝે છે એક તે, શાંતિને અર્થ “મૂતિ' (Image) કરે એ વધારે બંધબેસતું છે. અને બીજુ, આનંદઘને આ શબ્દ “અવકાશને અનુપ્રાસ મેળવવા વાપર્યો હોય. અનુપ્રાસ મેળવવા ગમે તે શબ્દ વાપરે એ આનંદઘનની પદ્ધતિ નથી. તેમણે પદમાં તથા સ્તવમાં એક પણ નકામો શબ્દ વાપર્યો નથી. એ જોતાં આ બીજે ખુલાસે બરોબર લાગતું નથી. એ વાત ગમે તે હોય, આપણે હવે શાંતિને બરાબર સમજવા અને તેને પારખવા યત્ન કરી, આ વાતને અહીં છોડી આગળ વધીએ. આખા સ્તવનને ખાસ મહત્ત્વનો ભાગ હવે શરૂ થાય છે. અને આ સરસ સવાલ કરનાર અથવા ઉઠાવનારને ધન્યવાદ આપી હવે આ કેન્દ્રસ્થ પ્રશ્નને ન્યાય આપવા સ્તવનકાર આગળ વધે છે. (૨)
ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવરદેવ રે, તે તેમ અવિતત્વ સદ્દહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાંતિ. ૩
અર્થ– તીર્થપતિએ જે જે ભાવે છે જે પ્રકારે બતાવ્યા છે, પ્રરૂપ્યા છે, તે અશુદ્ધ અને વિશુદ્ધ ભાવો ઉપર તે તે પ્રમાણે બરાબર યથાર્થ પણે શ્રદ્ધા રાખે, તેને અનુસરે, એ શાંતિપદની સેવા કરવાની પહેલવહેલી વાત છે. (૩) - પાઠાંતર–“અવિશુદ્ધ’ સ્થાને “અશુદ્ધ છે ” એવો પાઠ એક પ્રતમાં છે. “ સુવિશુદ્ધ જે ” રથાને પ્રતમાં “શુદ્ધ છે ” પાઠ છે. “કહ્યા ” સ્થાને પ્રામાં “જે કહ્યા” પાઠ છે. તેમ’ સ્થાને પ્રતમાં “ તિમ” પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “અવિતસ્થ” સ્થાને ભીમશી માણેક ‘અધ્ય’ છાપે છે. “સહે” સ્થાને પ્રતનો લહિયો સદહૈ' પાઠ લખે છે. (3) | શબ્દાર્થ –ભાવ = વસ્તુની જુદા જુદા પ્રકારની સ્થિતિ. અવિશુદ્ધિ = શુદ્ધ નહિ એવા, ખરાબ, તુચ્છ. સુવિશુદ્ધ = સરસ, સારા, સુંદર. હ્યા = બતાવ્યા. સમજાવ્યા. જિનવર = પ્રભુ, તીર્થંકરદેવે. તે = તે ભાવોને. તેમ = ભગવાને કહ્યા છે તે જ આકારે. અવિતસ્થ = તે જ પ્રકારે, વગર વાંધે, વગર તકરારે. સદ્હે = અનુસરે, જાણે, માને, શ્રદ્ધ. પ્રથમ = સર્વથી પહેલી શરત. એ = તે (દર્શક સર્વનામ) શાંતિપદ = ધીરજપદ, મનના આહદોહની ગેરહાજરી, કુદરતી રીતે. સેવ = સેવનાની પ્રથમ શરત. (૩)