________________
૧૬ ]
શ્રી આનંદઘન-ચાવીશી
કોઇ નાટક જોવાનો શોખીન માણુસ કરે-કરાવે; પણ રાગદ્વેષથી પર, દુનિયાના વૈભવને પૌદ્ ગલિક ગણનાર, માયાથી અતીત, સ્વગુણમાં મસ્ત સમજુ માણસ લીલા કરે ખરો ? લીલા તે દોષોની ર’ગભૂમિ છે, રખડપટ્ટીની પશ્ચાદ્ભૂમિ છે અને અહલેક જગાડનારને શરમાવે તેવી મેહુમાયા અને ઐહિક અધમ દશા છે. કાં અલખની વિશિષ્ટ ઉચ્ચ ભૂમિકા અને કચાં લખની આ કલ્પિત લીલા ! એને મેળ જ બેસે તેમ નથી. દોષ રહિત નિરક્ષર પરબ્રહ્મ કે એના લક્ષ્ય સ્વરૂપમાં લીલા સ`ભવે નહિં, લીલાનેા આભાસ પણ ઘટી શકે નહિ. રાગદ્વેષ વગર આવી લીલા સંભવે નહિ. અને લક્ષ્યસ્વરૂપ કરી કરીને આવી લીલા કરે એ વાત અક્કલમાં ઊતરે તેમ પણ નથી. આવી લીલા તે દોષના વિલાસ છે.
આ
કોઇ એવે ભરોસે બેસી રહે કે તે સાહેબ રીઝશે; બાકી, ત્યાં સુધી
તે લખની લીલા છે, અને પ્રભુની ઇચ્છા થશે ત્યારે ચાલે તેમ ચાલવા દેવું અને વહેવારમાં નાચ્યા કરવું,
તે
લખની પ્રીતિ થવાની હશે ત્યારે થશે, અને તેમ ન થાય ત્યાં સુધી નિષ્ક્રિય રહેવું અને પાછળથી ધક્કો આવે કે પવન આવે તે પ્રમાણે ચાલ્યા કરવું, તે તે વાતમાં પણ માલ નથી. લીલાની પાછળ રાગદ્વેષ છે; અલખમાં રાગદ્વેષની કલ્પના પણ ન ઘટે, પણ લક્ષ્ય સ્વરૂપમાં પણ રાગદ્વેષ ન હોય. અને રાગદ્વેષ વગર આવી સ`સારની લીલા કોઇ વાંધે નહિ, ઇચ્છે નહિ અને એવી લીલાની પ્રેરણા કરનાર રાગદ્વેષ વગરના હોઇ શકે નહિ. અને આવી લીલાની કલ્પના કરી, પછી ભગવાનને ઇચ્છા થશે ત્યારે આપણને ખેલાવી લેશે એની પ્રીતિ થશે ત્યારે આપણી લીલા સંકેલાઇ જશે, આ આખી વિચારણા પાછળ દેખીતા વિરોધ છે. ભગવાનની અનંત દયા અને લીલાને દોષિવલાસ જોતાં આખી કલ્પના પાછળ વિચારણાના અભાવ છે. આવી રીતે પ્રભુની પ્રીત થશે એવી કલ્પના પાછળ બેસી રહેવા જેવું નથી; એમ કરવા જતાં તેા આખા પુરુષા - વાદ માર્યો જાય તેમ છે.
અહીં સૃષ્ટિકર્તૃત્વના આખા સવાલ પ્રસ્તુત થાય. એ સવાલ અડી ચી શકાય તેટલું રથાન નથી. વાત અનાદિત્વની છે. પ્રીતિ એ સાંસારિક અર્થીમાં પૌદ્ગલિક છે, આત્મિક જગતમાં ઉચ્ચ કોટિની છે, તેને કોઇ બનાવે, પ્રેરે કે પૂર્વે એ ન બની શકે તેવી વાત છે. એટલે આવી અલૌકિક પ્રીતિ ઈશ્વરાધીન છે. એમ કહી એ વાતને અળગી કરવી એ તદ્ન અજુગતી વાત છે. અલખ ગમે તેટલા અનિર્વાંચનીય હાય, પણ એક સાદી વાત તે આપણી મર્યાદિત બુદ્ધિમાં પણ ઊતરે તેવી છે અને તે એ છે કે એમાં મારા-તારાપણું, રાગ-દ્વેષ કે માયા-મમતા તેા ન જ હાવાં જોઇએ. અને કહેવાતી લીલા રાગદ્વેષ વગર અશકય છે. અને આવી લીલા કરવા પાછળ ઉદ્દેશ શા? શું અલખસ્વરૂપી કે અલખના લખસ્વરૂપી બેઠા બેઠા નાટક જુએ છે? આપણે જાણે રંગભૂમિ પર નાટક કરતા હોઈએ અને દેખનાર વ્યક્તિ આપણા પ્રત્યેક વિકારને જોઇ નોંધ કરી રાખતા હોય ! આ આખા વિચાર મગજમાં બેસે તેવેા નથી, અને અલખ પરબ્રહ્મની વીતરાગદશાને બાધક થાય તેવા છે. માટે પ્રીતિ કરવાને અંગે બાહ્ય તપ કે કાષ્ઠનું શરણ લેવું જેટલું બિનજરૂરી છે તેટલું જ બિનજરૂરી લીલાના સ્વરૂપની માન્યતા રાખી