________________
૩૦૨]
શ્રી આનંદઘન–વીશી અર્થ–હે શ્રી શાંતિ પ્રભુ! મારી એક વિનતિ તે, હે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના રાજા ! આપ સાંભળો, નિસ્ણ, અને શાંતિસ્વરૂપ કેમ પામીએ અને પિતાના દિલમાં એ કેવી રીતે સમજાય તે આપ સમજાવે. (૧)
ટબે–આ સ્તવનને અર્થ કરતાં જ્ઞાનવિમળસૂરિ નીચે પ્રમાણે જણાવે છે તે વર્તમાન ગુજરાતીમાં મેં મૂકેલ છે. પંદરમા સ્તવનમાં પ્રભુચરણકમલે નિકટ વાસ માગ્યો તે આત્મા શાંતિ ગુણવાળો કરે. હવે સોળમાં શાંતિનાથના સ્તવનમાં આત્માને શાંતિસ્વરૂપ કેમ જાણીએ, ત્યારે કહે છે હે શાંતિનાથ! એક અદ્વિતીય મારી વિનતિ, હે ત્રિભુવનનાથ! રાજા ! સુણે સાંભળો. તમે કેવા છે? સ્વર્ગ મૃત્યુ પાતાળના રવામી છે. આત્માને શાંતસ્વરૂપ કેમ જાણીએ ? પ્રભે! મનમાં પરખીને તેવું લખીએ સાહેબજી. (૧)
વિવેચન–હે શાંતિનાથ ભગવાન ! સોળમા તીર્થપતિ ! એક મારી વિનતિ સાંભળો. આપ તે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણના રાજા છે! મારે એક સવાલ છે. આપ જ્યારે ગભે આવ્યા ત્યારે આપનાં માતુશ્રીએ પાણીનાં છાંટણાં છાંટી મરકીને ઉપદ્રવ મટાડ્યો હતે; અને તેથી, આપના પ્રતાપે, મરકી શાંત થઈ હતી, તેથી ગુણનિષ્પન્ન આપનું શાંતિનાથ નામ આપવામાં આવ્યું. આપનું ગજપુર નગર, આપના પિતા વજસેન અને અચિરા રાણી આપની માતા. આવા, જન્મ પહેલાં શાંતિના કરનારા આપનું નામ પણ શાંતિ છે અને આપ પોતે શાંતિમય છે. આવા આપને હું એક સવાલ પૂછું છું. પ્રશ્ન પૂછીને જ્ઞાન મેળવવાની એક રીતિ છે. ભગવતી સૂત્રમાં શ્રી મહાવીરસ્વામીને હજારે સવાલ પૂછવામાં આવ્યા છે અને શ્રી મહાવીરસ્વામીએ એના જવાબ આપેલા છે. એ પદ્ધતિ આ સ્તવનમાં સ્વીકારી આપણા ઉપર શ્રી આનંદઘનજીએ પરમ ઉપકાર કર્યો છે અને વસ્તુની ચોખવટ કરેલ છે, જે પર વાચકનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.
શાંતિનાથ ભગવાનને નામે શાંતિનું સ્વરૂપ કહેવામાં આવે, તે તેમાં બાકી શું રહે? અત્યાર સુધીની સ્તવનની મર્યાદા મૂકીને સ્તવનકારે આ સ્તવન મેટું બનાવી પંદર ગાથાનું કર્યું છે; છતાં પોતે જ કહે છે કે આ શાંતિનું સ્વરૂપ ટૂંકામાં જણાવ્યું છે. ટૂંકામાં ઘણી મુદ્દાની વાત કરી નાખી છે અને તે લક્ષ્ય પૂર્વક સમજવા અને અનુસરવા ગ્ય છે. અત્યાર સુધી પ્રભુસેવાને મહિમા જણાવ્યું. તેને માટે પ્રાણીને તૈયાર કર્યો, તેની પાસે પ્રભુને આદર્શ સ્વીકારાવ્યો. અને આ સ્તવનમાં પ્રભુની શાંતિને જોઈને એ શાંતિનું સ્વરૂપ અનુયાયીઓ (શિગે) પ્રભુને સીધા સવાલના આકારમાં પૂછયું. પ્રભુ તેને જવાબ આપે છે. આ પદ્ધતિએ શાંતિ કેમ થઈ શકે? તેને મુદ્દામ રીતે ટૂંકામાં ખ્યાલ આપે છે અને તેવા થવા તેને અનુકરણ કરવા પ્રભુએ પોતે ભલામણ કરી છે.
અહી પ્રભુને ત્રણ ભુવનના રાજા કહેવાનું કારણ એ છે કે પ્રભુને આખી દુનિયાને અનુભવ છે અને તેથી તે શાંતિમય અને શાંતિ નામના હોવાથી આ વિષયમાં પૂરતે પ્રકાશ પાડવાને