________________
૧૫ : શ્રી ધનાથ જિન સ્તવન
[ ૨૯૭
અથ—મનરૂપ ભ્રમર સુંદર હાથ જોડી–પગે લાગી–કહે છે કે આપના ચરણકમળની નજીકમાં મારો વાસ હો. અનેક નામવાળા હું આનંદના સમૂહ ! આપ શ્રવણ કરે, આ સેવકની એ જ અરજી છે, એટલી જ વિનતિ છે. (૮)
ટા—પ્રધાન મનરૂપ મધુકર–ભ્રમર એ કર જોડી-હાથ જોડીને—કહું છું : તમારા પદકજચરણકમળને નિકટ-સમીપે વાસ-વસવું તે આપે એ માગું છું. ઘન આનંદ નામી બહુ નામ બિરુદ્ઘ એવા જે આનંદઘન પ્રભુ વીતરાગ ! તે સાંભળેા. એ જ સેવકની અરદાસ-વિનતિ છે. એટલે શ્રી પંદરમા ધર્મનાથ જિનેશ્વરનું સ્તવન, તેના અપૂર્ણ રહ્યો. (૮)
વિવેચન—મારા મનરૂપ ભ્રમર હાથ જોડીને વિજ્ઞપ્તિ કરે છે કે આપના ચરણકમળની પાસે મારા નિરંતર વસવાટ–રહેવાનું બનો, એટલે આપને હું હંમેશાં યાદ કરું અને આપની સેવા કર્યા કરું. ચરણની પાસે વાસ કરવાની ઇચ્છા તે સેવા કરવાની તમન્ના સમજવી. જ્યારે આ પ્રાણી પેાતાના ગત અનુભવ પર વિચાર કરે છે ત્યારે તેના મનમાં નિશ્ચય થાય છે કે પ્રભુની પાસે પેાતાના નિવાસ થાય ત્યારે જ પ્રભુની સેવા અને તેવી છે, તેથી આ સેવા હમેશ માટે બન્યા કરે તે માટે આ સેવાભાવી વ્યક્તિએ પ્રભુ પાસે વાસ માગ્યા. આપણે કલ્યાણમદિરમાં માગણી કરીએ છીએ કે—
यद्यस्ति नाथ ! भवदङ्घ्रिसरोरुहाणां, भक्तेः फलं किमपि संततिसंचितायाः । तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः, स्वामी त्वमेव भुवनेऽत्र भवान्तरेऽपि ॥ ! જો આપની પદસેવાનું કાંઈ પણ ફળ હાય તો આપનું શરણુ મને હમેશાં હેજો. એવી જ રીતે જયવીયરાયમાં વિ મમ દુગ્ગ સેવા મને મવે તુ ્ ચાળ—આપના પદ્મની સેવા મને ભવે ભવે મળો—આવી માગણી આપણે વારવાર કરીએ છીએ; અથવા મુમુક્ષુ પ્રાણી કરે છે. તે સર્વાંના એક જ હેતુ છે કે પ્રભુસેવાની આ જીવને હવે તમન્ના બરાબર લાગી છે અને તેને માટે તે અનેક જાતના પ્રયત્ના કરે છે. પ્રભુની પાસે સ્થાન મેળવવું અને ત્યાં પેાતાના નિવાસ કરવા એટલે એ સ્થાને રહેવું તે પ્રભુસેવા માટેના એક જાતના પ્રયત્ન છે. અને આ પ્રાણીની એવી ઇચ્છા છે કે જો આવું સ્થાન મળી જાય તો ત્યાં પેાતાના મુકામ જમાવી દે અને પ્રભુ પાસે નિવાસ કરે, તો પ્રભુની સેવા-ભક્તિમાં પોતાની જાતને જોડી દે. દુનિયાના આપણને અનુભવ છે કે આપણી પાસે જે હાય તેની આપણે વિચારણા કરીએ અને તે યાગ્ય હાય તે સેવા કરીએ. તે નિયમે પ્રભુની પાસે આ જીવે વાસ માગ્યા.
ખાલે, ભાષે, વદે. પદજ = આપના પગરૂપે રહેવાની જગા. ધનનામી = અનેક નામવાળાં; ( પ્રભુ પોતે ). સાંભળો = સૂણે. એ = તે, ઉપર વિનતિ. (૮)
શબ્દા—મન = ચિત્તરૂપ, ચિત્ત. મધુકર = ભમરા.. વર = સુંદર, સરસ. કમળ. નિકટ = નજદીક, નજીક. નિવાસ = સ્થાન, ઠેકાણું, બહુ-ધણાં નામધારી. આનંદધન = આનંદના સમૂહ, જણાવેલ. સેવક = તાબેદાર, તાર્. અરદાસ = વિજ્ઞપ્તિ,
૩૮
જોડી = પગે લાગી. હે
=