________________
૧૫: શ્રી ધર્મનાથ જિન સ્તવન
[૨૯૧ ટ –દેડિ–આત્માની સંકલ્પાદિકે કરી અનેક પ્રકારે દોડે, જેટલી એક મન કલ્પના તેટલા લગે દોડે, પણ પ્રેમ પ્રતીતિ વિચારી જોતાં, તે ધમની –દડિ (?) ટૂંકડી છે. જે ગુરુગમ-ગુરુપરતંત્ર્યની જોડે લઈએ એટલે ગુરુપરાધીને પ્રવચનથી પામીએ. (૪)
વિવેચન–અને મારા પ્રભુ! મારી કેટલી કથની કહું? મેં ધમ ધર્મ એમ કહ્યા કર્યું, ધમ હોવાનો દાવો કર્યો, દેખાવ કર્યો, અને હું દોડતાં દોડતાં એટલું દોડ્યો કે મારું મન જ્યાં સંકલ્પ-વિકલ્પ કરે ત્યાં પહોંચી ગયે. મન તે આપણે અહીં હોઈએ ત્યાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જઈ આવે. મને એવી રીતે આખે વખત અનેક સંકલ્પ-વિકલ્પ કરે છે. અને ઘણુ સંકલ્પ-વિકલ્પને પરિણામે એ ગમે ત્યાં જઈ આવે છે. આવી રીતે ઘણીવાર મારા મનથી તે અનેક જગ્યાએ જઈ આવ્યું અને હું જાતે તે અહીં જ રહ્યો. ઘણીવાર આ તીર્થમાં પ્રભુ હશે એમ ધારી ત્યાં આંટા મારી આવ્યો અને ધમને પણ નિષ્ફળ રીતે અનેક જગ્યાએ બે, છતાં મારે કાંઈ દિવસ ઊગે નહિ. મારે જે કરવાનું હતું તે ન કરતાં આમ વલખાં માર્યા જ કર્યા. પણ પ્રેમની-સ્નેહની ખાતરી તે તમારી નજીકમાં જ છે. ખરેખરું તે મારે આત્માની ઓળખાણ કરવાનું છે અને તે માટે ગમે ત્યાં જવાનું નથી, એ તે તમારી પાસે જ છે. તેને આ પ્રાણી ઓળખતે ન નથી, અને તેને માટે જ્યાં ત્યાં દોડાદોડ કરી, તેને શોધવા આકાશ-પાતાળ એક કરે છે.
આ પ્રાણી પાસે રહેલ વિભૂતિને ઓળખી લેજો, અને તેને પિછાનવા માટે સ્તવનકર્તા ભલામણ કરે છે કે તમારી નજીકની વસ્તુને પ્રેમ કરવા સારુ તમે ગુરુ તરફની દેરવણી ઉપર ધ્યાન આપજે. એમાં ગુરુની તરફ એક પ્રકારનું પાતંત્ર્ય થાય છે એમ ન ધારતા. આવી પ્રભુની સેવા માટે ગુરુ તમને કેટલીક દોરવણી આપશે, કેટલીક ચાવીઓ અને ટૂંકા માર્ગો બતાવશે. આ આત્મા, જે તમારી સાથે જ છે, તમારી પાસે જ છે, તમે જ છે, તે તમારી જાતને તમે બરાબર ઓળખી લેજે અને તેમાં આનંદ માનજો અને પછી પ્રભુની સેવા કરવાને નિર્ણય કરશે. આ રીતે આત્માની ઓળખાણ કર્યા પછી તમે સેવા કરશો તે તદ્દન જુદી જ જાતની અને સાચી સેવા થશે માટે ખોટી દોડાદોડ છોડી દો અને તમારી નજીકની જે ચીજ છે, તમારા પિતાના મનમાં જે છે, તેને સારી રીતે ઓળખી લે અને તેને નખશિખ જાણી લે. અને ગુરુ મહારાજ જે કહે તે સમજજે. તેઓ આત્માને ઓળખવાની અનેક ચાવીઓ બતાવશે, તે તમારા ધ્યાનમાં રાખો અને તેમાં કોઈ પણ સંકેચ ન રાખતા. તે ગુરગમ લેવામાં તમે પરાધીન થાઓ છો એમ તમે ગણશે નહિ. તમારું કામ સરળ અને સીધું થશે અને તમને ફાયદો જ થશે. તમે જરા પણ પાતંત્ર્યને અનુભવ નહિ કરે; આ ખાલી દોડાદોડ મૂકી દો અને તમારા આત્માને જરૂર ઓળખે. એટલે પરિણામે તમને ખૂબ મજા આવશે અને આત્માને ઓળખ્યા પછી સેવા કરવામાં મજા આવશે, સાચી સેવા થશે. (૪)