________________
ર૮૮]
શ્રી આનંદઘન-ચોવીશી સ્વભાવ તે ધર્મ, દુનિકપતwાળિધારાદ્ધ ઉચ્ચા સંચમારિરવિઘઃ સર્વજ્ઞોત્તો વિમુક્યો તે માટે ધર્મ જિનેશ્વરના ચરણ ગ્રહ્યા–ધ્યાયા. એ પ્રમાણે કોઈ ધ્યાયતે કઈ કર્મ ન બાંધે, જે શબ્દને ભાવે આદરે જાય, તેમ તેમ કર્મના બંધ ન થાય. (૨)
વિવેચન-હવે ભક્તિ કરવા પહેલાં પ્રાણીને તૈયાર કરવાની શરતે વધારે કહે છે. આ દુનિયા “ધર્મ, ધર્મ ” એમ પિકાર કરતી ચાલે છે, પણ ધર્મને ખરે સાર (રહસ્ય) જાણતી નથી. એ તે ધર્મની વાત કરવામાં જ અને ધમી દેખાવામાં જ આનંદ લે છે, પણ ધર્મ શું અને ખરે તે કેવો હોય તે જાણતા નથી. ધર્મમાં આત્માને બરાબર ઓળખો, આત્મિક ધર્મ શું છે તે સમજવું, તે ખરો ધર્મ છે એમ સમજવું અને આત્મા પુદ્ગલથી ત્યારે છે એમ સમજવું એ બહુ અગત્યની વાત છે. ધમી હોવાને દેખાવ કરવાથી સાચો ધર્મ મળતું નથી. અને જ્યાં સુધી આત્મા પુદ્ગલથી જુદ છે એમ સમજાય નહિ ત્યાં સુધી સાચો ધર્મ સમજાતું નથી. અને એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી ધર્મી હવાને દેખાવ કરવાથી કાંઈ વળતું નથી, સાચો લાભ ઉઠાવી શકાતે નથી અને આપણું સાધ્ય પ્રાપ્ત થતું નથી. ખરી રીતે આત્માને ઓળખો અને તેને પુદ્ગલથી જુદો જાણો એ ધર્મના જ્ઞાનની પ્રાણીને બહુ જ જરૂર છે. જ્યાં સુધી આત્મા બરાબર ઓળખાય નહિ અને તેની અને પુગલ, જે અજીવ છે, તે વચ્ચે તફાવત જણાય નહિ ત્યાં સુધી પિતાને ધમ માનવે કે ધમી હોવાને દાવો કરે એ બેહુદી વાત છે. માટે આ આત્મિક ધર્મનું રહસ્ય પ્રાણીએ જાણ્યું નથી અને પછી તે ધમી હોવાનો દાવો કરે તે વાત બરાબર નથી. ધમ ખરે કોણ હોય તે હવે સાથે જણાવી દેશે.
પહેલી વાત તો એ છે કે ધર્મનાથ નામના પંદરમા તીર્થ પતિ કે બીજા કોઈના ચરણકમળ ઝાલ્યા પછી પ્રાણી કોઈ પણ કર્મને બાંધો નથી; કર્મ બાંધતો નથી એટલે નિકાચિત કર્મ બાંધતે નથી એમ સમજવું. બાકી નિકાચિત ન હોય તેવાં સામાન્ય પ્રદેશદયથી ઉદયમાં આવનાર કર્મ તે પ્રાણી છેલ્લી ઘડી સુધી બાંધે છે. વાત એ છે કે સંસારમાં રખડાવનાર નિકાચિત કર્મોને પ્રાણી બાંધતે નથી, એ સાચા ધમ હોવાની નિશાની છે. અને એ દષ્ટિએ એને ધર્મી હોવાને કે ધમી દેખાવાને દાવ ટકી શકતું નથી. હું શિવધર્મ છું કે બૌધ્ધ છું એ દાવો કરીને લેકે પિતાની જાતને કે જગતને છેતરવા પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુધી એ આત્માને બરાબર ઓળખે નહિ અને પુદ્ગલથી અલગ છે એમ જાણે નહિ, ત્યાં સુધી ધર્મી દેખાવાના તેના ડેળને જરાયે વજૂદ આપવું નહિ. ખરે ધમી માણસ તે તે કહેવાય કે જે નવાં નિકાચિત કર્મ ન બાંધે અને સંસારનું પર્યટન પૂરું કરે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તેને ધર્મી હોવાનો દાવો ટકે છે, સાચે થાય છે. સાચા ધર્મને તે આત્માના પૃથક્કરણપૂર્વકના જ્ઞાનની જરૂર છે અને તે સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર સમકિતી પ્રાણીને જ પ્રાપ્ત થવા સંભવ છે. માટે ધમી હોવા કે દેખાવાને ખોટો દાવો કરે નહિ અને નવાં નિકાચિત કર્મ બાંધવાં નહિ, એ ખાસ આવશ્યક શરત છે. આ તફાવત જે જાણે તે પ્રાણી જ ખરે ધમી હોઈ શકે અને તે સિવાયના પ્રાણી સંસારમાં રખડનાર છે એમ સમજવું (૨)