________________
ર૮૬]
શ્રી આનંદઘન-ચાવીશી અથ–ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરને હું આનંદપૂર્વક ગાઉં છું, તેમનાં ગુણગાન કરું છું. આ પ્રેમના વિષયમાં જરા પણ આંતરે ન પડશે, એ તે હમેશાં ચાલુ રહેજો. મારા ચિત્તરૂપ મંદિરમાં–સ્થાનમાં આપ સિવાય બીજા કોઈને લાવું નહિ, એમ કરવું એ અમારા સારા કુલીનપણાની રીતિ છે, સારા કુટુંબમાં હોવાની એ અમારી ટેક છે. (૧)
ટબે–આ સ્તવનને બે જ્ઞાનવિમળસૂરિ નીચે પ્રમાણે વર્તમાન ગુજરાતીમાં જણાવે છે. એ ચૌદમા સ્તવનમાં સેવાનું દુષ્કરપણું કહ્યું. સેવામાં સ્તુતિસેવા વળી વિશેષે છે, એટલા માટે ધર્મનાથના સ્તવનમાં પ્રભુના ગુણ ગાવા કહે છે. શ્રી ધર્મનાથ જિનેશ્વરની રંગકારી–પ્રેમધરી હું ગુણવર્ણન કરું, એ શ્રી વીતરાગ સાથે પ્રીતિ પ્રેમને ભંગ મ પડો. હે જિનેશ્વર ! તમારા વિના બીજે અવર દેવ મનમાં ધ્યાવવા રૂપે ન આણું તે સેવનાની વાત એ તમારા કુલવટની–સમ્યગ્દષ્ટિના કુલની એ જ રીત છે, વીતરાગ વિના બીજે દેવબુદ્ધિએ ચિત્તમાં ન વંછું, ન વાસ કરવું. (૧)
વિવેચન-પૂજા–સેવા-ભક્તિ ભગવંતની કરવી તેને ગરિમા જુદાં જુદાં દૃષ્ટિબિંદુએથી બતાવ્યું અને આ પ્રાણીઓએ જે પ્રભુની પેઠે મેક્ષ મેળવવું હોય અને સંસારમાં એક ખાડામાંથી બીજા ખાડામાં થોડા વખત માટે પડવાની રીતને છેડે લાવ હોય, તે તેને એક રસ્તો સાચા દિલની સેવાને અને તે પણ ભગવંતની સેવાને છે એમ જાણ્યા પછી હવે તેની સેવા કેમ થાય તેને તે વિચાર કરે છે, તે આપણે જોઈએ:
ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરના ગુણેને હું ગાઉં છું, હું તેના ગુણ વર્ણવી બતાવું છે, તે તમે સાંભળો અને તે પણ રંગરાગપૂર્વક હોંશથી હું કહી બતાવું છું. મને કોઈ તે ગુણ ગાવાની ફરજ પાડતું ન હતું, પણ મારા હૃદયના ઉમળકાથી રંગરાગપૂર્વક સ્વતઃ હોંશથી એ ગુણ ગાઉં છું. મારે પ્રભુની પેઠે મોક્ષ મેળવવું છે, તેથી સર્વ કર્મ પર વિજ્ય મેળવી મેક્ષમાં ગયેલા પ્રભુનાં ગાન કરું તે આખરે હું પણ પ્રભુના જેવો થઈ જઉં, તે ગાવાનો પ્રયત્ન હું કેવી રીતે કરું છું કે હું તમને કહી બતાવું છું. (આ આપણને આનંદઘન કહે છે.) તેમાં પહેલી શરત એ છે કે પ્રભુ સાથે મને જે પ્રેમ થયો છે તેમાં જરા પણ વધે ન આવે એવું આપ કરશો એટલે હું નિરંતર પ્રભુનાં ગુણગાન કર્યા કરું. મારા મનરૂપ મંદિરમાં બીજા કેઈ દેવને હું લાવું નહિ, પણ પ્રભુ તરફના પ્રેમને લીધે હું નિરતર પ્રભુના ગુણનાં ગાને પ્રતમાં છે, તે વિચારણીય છે. “રીત” સ્થાને એક પ્રતમાં “રીતિ પાઠ છે; બીજી પ્રતમાં રિત્તિ” શબ્દ છે. “ધમ ” સ્થાને પ્રથમ પંક્તિમાં “ધર્મો પાઠ છે. “જિનેશ્વર” સ્થાને બન્ને પ્રતમાં “જિનેસર” પાઠ છે, અર્થ ફરતે નથી. (૧)
શબ્દાર્થધમ = ધર્મનાથ નામના પંદરમા તીર્થંકર. જિનેશ્વર = દેવ, જિન ભગવાન, તીર્થકરદેવ. ગાઉ = ગાન કરું, વણવું. રંગશું = હોંશપૂર્વક, સ્નેહથી. ભંગ = અટકાયત, આંતરો. મ પડશે = ન થજો, ન હજો. પ્રીત = પ્રીતિ, પ્રેમ, આકર્ષણ, જિનેશ્વર = જિનેશ્વર, પ્રભુ, દેવ. બીજે = અન્ય કઈ કઈ પણ, મનમંદિર = મનરૂપ મંદિરમાં, મનરૂપ સ્થાનમાં. આણું નહિ = લાવું નહિ, લઉં નહિ. એ = ઉપર પ્રમાણે વાત કરવી. કુલવટ = અમારા ઘરની, કુળની, કુટુંબની ટેક. રીત = હદ, પરંપરા. (૧)