________________
પ્રકાશકીય નિવેદન (ત્રીજી આવૃત્તિ પ્રસંગે)
શ્રી આનંદઘન ચોવીશી ગ્રંથની સતત વધતી જતી માગને સંતોષવા ગ્રંથનું પુનઃમુદ્રણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોની ગ્રંથની માગણી સંતોષવા અમે હર્ષ અનુભવીએ છીએ.
આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. શ્રી સંઘની અમે ભરિ ભુરિ અનુમોદના કરીએ છીએ.
તેમજ આ સંસ્થાના ટ્રસ્ટીગણ અને અન્ય મહાનુભાવોએ આ પવિત્ર કાર્યની સફળતા માટે અમને સર્વ સહકાર આપ્યો છે. કૃતજ્ઞતાપૂર્વક અમે એમનો આભાર માનીએ છીએ.
પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહનો અને મુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણિકભાઈ કીર્તિભાઈ શાહના અમે ઋણી છીએ. એમનો પણ આભાર માનીએ છીએ.
લિ. ભવદીય હિતેશ ચીમનલાલ દોશી
મુકેશ બી. મહેતા હસમુખ યુ. ગઢેચા માનદ્ મંત્રીશ્રીઓ
સ્થળ : મુંબઈ. તા. ૨૪/૦૮/૨૦૧૭