________________
૧૩ : શ્રી વિમળ જિન સ્તવન
[૨૬પ સાહેબ ! સમરથ તું ધણી રે, પાપે પરમ ઉદાર; મન વિસરામી વાલો રે, આતમ આધાર. વિમલ જિનવ ૪
અર્થ–હે સાહેબ, તું શક્તિશાળી શેઠ છે અને તે ખૂબ ઉદારને હું મેળવી શક્યો છું. તારામાં મારું મન નિરાંત પામે છે. તેને આધારે તે ટકે છે, અને તું મારા આત્માને ખરે ટેકે છે. (૪)
ટબો–સાહિબ સમરથ તું સ્વામી પરમ ઉત્કૃષ્ટ ઉદાર પરમોત્કૃષ્ટ વસ્તુ દાતાર. વળી સર્વ સુખ પરમ દાતાર છે, મનને વાલો મનને વિશ્રામભૂત વિસામા ઠામ, આત્મગુણને આધાર અવલંબન. (૪)
વિવેચન–હે સાહેબ! વિમળનાથ પ્રભુ ! હું ઉદાર અને સમર્થ પ્રભુને પામે છે. આપ એવા ઉદાર છે કે તેની ગણતરી થઈ શકે નહિ. આપે વરસીદાન આપી જગતનાં દુઃખ હર્યા છે અને કીર્તિપડતું વગડાવ્યો છે. આપ પૂરા સમર્થ છો. આપના અનંત બળ પાસે કઈ ટકી શકે તેમ નથી. આવા અગણિત શક્તિશાળી પુરુષને મેં ભકતે પ્રાપ્ત કર્યા છે, એ મારે અભ્યદય છે. પ્રગતિને પંથે ચઢનારને આવા સામર્થ્યવાળા ઉદાર પુરુષની પ્રાપ્તિ થાય તેમાં નવાઈ નથી. મારું ભકત હદય જણાવે છે કે, આવા ઉદાર અને શક્તિશાળી પુરુષને મેળવવા હું ભાગ્યશાળી થયેલ છે. અને વળી મારું મન ટેકે પામી શકે એવા આપે છે. આપને જોઈ આપ મારા આશ્રયદાતા હો એમ મારું મન કહે છે. આપને મને આધાર છે. અને આપ વિમળનાથ ! મારા વહાલા છે, આપના ઉપર મને ખૂબ વહાલ આવે છે અને છેવટે આપ મારા આત્માના આધાર છો. આપ વગર તે હું ક્યાંય રખડતે હોત, પણ આપ મારા ટેકા છે એટલે હું વહેલે મોડો આપ જે થઈ શકવાની આશા સેવ હાલ તે અહીં ટકી રહ્યો છું. ભક્તહદય પ્રભુના ગુણ ગાવા માંડે છે, ત્યારે તે બધા ગુણ વર્ણવી બતાવે છે. તેમાં જ ભક્તની ભક્તિ અને મહત્તા છે અને તે ઉપર જ ભક્ત પિતાની સર્વ આશા બાંધે છે. આપનાં દર્શન કેવાં પવિત્ર છે, કેટલાં છે તે આપને તરતમાં જ જણાવું છું. આપ તે અવધારશો અને મને આપનાં દર્શન આપશે અને અંતે મને તમે જે સ્થાનકે છે ત્યાં લઈ જશો. (૪)
પાઠાંતર--“સાહેબ” સ્થાને પ્રતવાળો સાહિબ” પાઠ લખે છે.
શબ્દાર્થ–સાહેબ = માનને યોગ્ય, મોટા, ઉપરી. સમરથ = સમર્થ, શક્તિશાળી, બહાદર. તું = આપ, ધણી = તેને માલિક તરીકે મેળવીને. પામ્યો = મેળવ્યો, પ્રાપ્ત કર્યો. પરમ = ખૂબ, ઘણે. ઉદાર = પૈસા આપનાર, ખર્ચનાર, વિશાળતાવાળા. મન = મારું મન, જીવન. વિસરામી = વિશ્રામી, જ્યાં આરામ પામે તેવું વાલ = ગમી જાય તે, પ્રેમાળ, વહાલો આતમો = આત્માને, મારા આત્માને, મારો. આધાર = ટેક. (૪)
૩૪