________________
૧૧ : શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
[ ૨૪૫ શબ્દ અધ્યાતમ અર્થ સૂણીને, નિર્વિકલ્પ આદરજે રે શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રેયાંસ પ
અર્થ-અધ્યાત્મ એવો શબ્દમાત્ર જાણીને તેને અર્થ સાંભળજો અને પછી વિકલ્પ સર્વ મૂકી દઈને તેને ભાવાર્થ સ્વીકારે. શબ્દમાત્ર અધ્યાત્મમાં સાચાપણું હોય કે ન પણ હોય, તે સમજીને ત્યાગ અથવા ગ્રહણને નિશ્ચય કરજે. (૫)
ટબે—એ અધ્યાત્મ શબ્દનો અર્થ પરમાર્થથી સાંભળીને નિવિકલ્પપણે સત્યપ્રીતિ તે કલ્પનાજાળ રહિત, તે જ ભાલ અધ્યાતમ આદર. શબ્દથી જે અધ્યાત્મ બોલીએ તેમાં ભાવ અધ્યાત્મની ભજના જાણવી. જેમ દાન ગ્રહણાદિ શબ્દ. જેમ શબ્દ અધ્યાતમ શબ્દ અધ્યાતમ મતિ ધરીએ તેમ શબ્દ અધ્યાત્મની ભજના ધરવી. (૫)
વિવેચન-તમે અધ્યાત્મ” શબ્દ સાંભળીને બેશકપણે તેને સ્વીકાર કરજે. જ્યારે તમે અધ્યાત્મ જાણો અને તેને આદરે ત્યારે તમને એવી મજા આવશે કે એની સાથે સરખાવી શકાય એવી આ દુનિયામાં કોઈ પણ વસ્તુ નથી, એ તે અણમૂલી વસ્તુ છે, એવા પ્રકારનું અધ્યાત્મનું મૂલ્ય છે. પણ એના મેહમાં ન પડતા; અને મેહ તે જગતમાં ફસાવનાર છે. તેથી અધ્યાત્મ શબ્દથી લેવાઈ ન જશે, પણ એને ખરા અર્થમાં સમજીને સ્વીકારજે. નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યાત્મ તજવા ગ્ય છે અને માત્ર ભાવ અધ્યાત્મ આદરવા ગ્ય છે. પણ તેને બરાબર અર્થ શું છે તે વિચારે અને સાચા અર્થમાં જ અધ્યાત્મને આદરે છે. બાકી માત્ર શબ્દ અધ્યાત્મ હોય ત્યાં ગુણ હોય કે ન પણ હોય; ગુણ ન હોય તે તેને છોડી દેવાની અને ગુણ હોય તે તેને પકડી લેવાની બુદ્ધિ રાખજે. એકલા અધ્યાત્મ શબ્દમાં જ રાચી ન જતા. એવા તે અનેક અધ્યાત્મીઓ હોય છે કે જેઓ પોતાની જાતને અધ્યાત્મી હોવાનો દાવો કરે છે, પણ જે તેઓ માત્ર શબ્દ અધ્યાત્મી હોય, તેનાથી ફસાઈ ન જતા, અંતે તેઓ સંસારની નાવમાં અટવાઈ પડે છે. ભાવ અધ્યાત્મ ખરા અર્થમાં અધ્યાત્મ છે. બાકીના ત્રણ અધ્યાત્મમાં સંસારમાંથી તરવાની તેની મરજી છે કે નહિ, તે તે વિકલ્પ છે-ભજના છે અને ગુરુ પિતે ન તરે, તે બીજાને પણ તારવાના નથી જ, એટલે ગુરુને ગુરુપદે સ્થાપવા પહેલાં તે સાચા અર્થમાં અધ્યાત્મ સમજ્યા છે કે નહિ અને સમજીને તેને આચરનાર છે કે નહિ તે વાતની ખાતરી કરી તેને અસ્વીકાર કે સ્વીકાર કરજે. અધ્યાત્મને અંગે આ ચેતવણી બહુ સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. (૫)
પાઠાંતર–આદરજો રે' સ્થાને ‘આદર રે પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “ જાણી’ સ્થાને પ્રતમાં જાંણી પાઠ છે, તે જૂની ગુજરાતી છે “હાન” સ્થાને પ્રતમાં “દાન” પાડે છે, અહીં અર્થ ફરી જાય છે; દેવું. લેવાના અર્થમાં આ શબ્દ છે. “ધર” સ્થાને પ્રત લખનાર “ધર” પાઠ આપે છે; જયનો જૂની ગુજરાતીમાં અભેદ છે. (૧)
શબ્દાર્થ–શબ્દ = અધ્યાત્મ શબ્દ જ, એનું નામમાત્ર. અધ્યાત્મ = શબ્દમાત્ર અધ્યાત્મ, અધ્યાત્મ શબ્દ જ તેના. અર્થ = ભાવાર્થ, કહેવાનો હેતુ. સૂણીને = સમજીને, સાંભળીને. નિર્વિકલ્પ = વિચાર કર્યા સિવાય.