________________
૧૦]
શ્રી આનંદવન–વીશી જરા વિચારી જઈએ. કેઈ ધનવાન પતિની સ્ત્રી પતિ મરે એટલે સગાંવહાલાંથી વીંટળાઈ જાય, બધાં કકળાટ કરવા લાગે, મેં વાળે, છાજિયાં લે અને અત્યારે ચૂડીકર્મ કરતાં જેણે અવકન કર્યું હોય તેવી સ્થિતિ નીપજાવે. સ્ત્રી પરાધીન બને, એને આભ ફાટ્યું હોય તેમ લાગે, એને જીવન અકારું અને પરાધીન દેખાય, અને પછી એ સહસા નિર્ણય કરે કે પતિ સાથે બળી મરવું એ જ એને માટે સારું છે. આમાં નર્યું અજ્ઞાન, વિવેક વગરને મેહ અને દુઃખમાંથી છૂટી જવાનાં અર્થ વગરનાં ફાંફાં છે. જે સતી થનાર બાઈ આવતા ભવમાં એ જ પતિ મળશે, એ અપેક્ષાએ સતી થવા જતી હોય તે એ મેળાપ સંભવત પણ નથી. પતિ કઈ ગતિએ જશે અને પિતે ક્યાં જશે તેનું પણ ઠેકાણું નથી. ત્યાં પિતે સ્ત્રી થશે કે પુરુષ તેને પણ નિર્ણય નથી. એને બાળક પતિ એને જ વરશે એને પત્તો નથી અને ભવચકની સ્થિતિ વિચારતાં અને ગતિઓની વિવિધતા જોતાં એ મેળે કદાચ થાય તે પણ કેટલા ટકે? અને એવા મેળાનું ઠેકાણું શું? આખા સંસારચકનો વિચાર કરીએ તે આ પ્રકારને આપઘાત તદ્દન અજ્ઞાનમૂલક છે, કર્મના અચળ સિદ્ધાંતનું અજ્ઞાન છે વ્યવહારની સામાન્ય બુદ્ધિનું દેવાળું છે. એમાં માત્ર કુળવાનપણાના અભિમાનનું પિષણ છે અને દુનિયામાં નામના કાઢવાની તમન્નાનું દિગ્દર્શન છે. સવાલ સ્વાભાવિક છે કે માણસ નામના ખાતર ધન ખરચે, કષ્ટ–અગવડ વેઠે, ભૂખ્યા રહે, પણ પ્રાણ આપે ખરા ? જવાબ સીધે છે : કેસરીઆ કરનાર રજપૂતના દાખલા જાણીતા છે, ફાંસીએ જનાર બહારવટીઆઓના દાખલા પ્રસિદ્ધ છે અને રાજદ્વારી ક્ષેત્રમાં તે અમુક વાદને ખાતર પ્રાણ આપનારના દાખલા નંધાયેલા છે.
આવા પ્રકારની પ્રીતિને ખરી પ્રીતિ ન કહેવાય. જે પ્રીતિ સ્થાયી નથી, જેમાં સ્વાર્થ અને અંધતા છે, જે પ્રીતિ ઘડપણ આવતાં ટકતી નથી, તેવી પ્રીતિ ખાતર મનખાદેહ એળે ગુમાવ અને ચિતા ઉપર ચઢવું એમાં પ્રીતિના આખા શાસ્ત્રનું અજ્ઞાન છે. “કાષ્ઠભક્ષણમાં પંચાગ્નિ તપને પણ સમાવેશ થાય. ચારે બાજુ સળગતે અગ્નિ રાખવું અને માથે સૂર્યનો સખ્ત તાપ, એ પંચાગ્નિ તપ કહેવાય છે. એની ભાવના, એવા અજ્ઞાનતપને પરિણામે, અંતે પરબ્રહ્મને મેળવવાની હોય છે. પંચાગ્નિ તપથી તે માનસિક અવ્યવસ્થા જ થાય, ગરમીથી શાંતિને લેપ થાય. અને અજ્ઞાન-કટથી કદાચ ખરાબ કર્મ બંધાતાં ઓછાં થાય, તે પણ એમાં પરબ્રહ્મ ન મળે; એવા મેળાપને સંભવ જ ન ગણાય. આવા અજ્ઞાન મરણ કે કષ્ટ સહનને બાળમરણ કહેવામાં આવે છે. એનાથી કદાચ સ્વર્ગ મળે, પણ પરબ્રહ્મ–ચેતનરાજને મેળાપ ન થાય. એમાં મેળાનું ઠામઠેકાણું પણ નથી, એટલે એ અજ્ઞાન-કણ પણ પ્રીતિની નજરે અર્થ વગરનું છે, માત્ર અહિક દેહદમન જ છે.
અહીં સામાન્ય રીતે દેહદમનના બીજા અનેક પ્રસંગ કલ્પીચચી શકાય. કેઈ ભરવજપને આશ્રય લઈ પ્રભુ–મેળાપ માટે ઊંચેથી પડતું મૂકે, કઈ હિમાચળમાં જઈ બરફમાં સમાઈ જાય ( હિમાળો ગળી જાય), કઈ કાશીએ જઈ કરવત મુકાવે, કોઈ ઘેાડી સામે રાખી લાંઘણ કરે, કઈ જમીનમાં-માટીમાં અરધા દટાઈ જાય, કેઈ આસન કરે, કેઈ ઊંધે માથે લટકી