________________
ર૪૦]
શ્રી આનંદઘન-વીશી દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નારકગતિ. એ ચારે ગતિને છોડી દઈ, તેઓ પાંચમી ગતિ, જે મોક્ષગતિના નામથી ઓળખાય છે, તેને પામ્યા છે. જ્યારે પ્રાણી નિઃકર્મા થાય છે,
જ્યારે એને સર્વ કર્મભાર મુકાઈ જાય છે, ત્યારે લાકડું જેમ પાણીમાં તરી ઉપર આવે તેમ સહજ ભાવે તેઓ પાંચમી ગતિ, જે મોક્ષ છે, તેને પામે છે. તે રીતે તેઓ સહજ સ્વભાવે મેક્ષને પામેલા છે. આવા અંતરની વાત જાણનારા પૂર્ણ જ્ઞાની, નામના કાઢનાર, અધ્યાત્મનિશ્ચયમાં સાચા રસ્તે લેનાર અને વગર પ્રયાસે મેક્ષ મેળવનારને આપણે આદર્શ સ્થાને રાખીએ અને તેમના ગુણો બરાબર સમજવા માટે અધ્યાત્મના બધા પ્રકારે જોઈ જઈએ, અને પ્રભુએ તેમાંથી કે પ્રકાર પકડી લીધે તે સમજવા યત્ન કરીએ, કારણ કે આપણી પસંદગી ઉપર આપણું ભવિષ્યને આધાર રહે છે. આદશની પસંદગી કરવી ત્યારે સારામાં સારી કરવી, નહિ તે આપણે ડામાડોળ સ્થિતિમાં આવી જઈએ. પસંદગી સર્વોત્કૃષ્ટ હોય તે પછી આપણને આને આદર્શ બનાવ્યા હતા તે ઠીક થાત’, એ વિચાર પણ ન આવે. આ આપણા નિર્ણય માટે અધ્યાત્મને વિવિધ દષ્ટિબિન્દુથી પ્રથમ વિચારીએ : (૧)
સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી રે. શ્રી શ્રેયાંસ ૨
અર્થ–સંસારમાં રહેલા અને સંસારને પિતાને માનનારા ઇન્દ્રિમાં રમનારા છે. પણ સાધુ-યતિઓ તે આત્મિક ગુણોમાં જ રમણ કરનારા છે. મુખ્યત્વે કરીને જે આત્મારામમાં રમણ કરનારા છે, તે તદ્દન નિઃસ્પૃહી-ઈરછા વગરના હોય છે. (૨)
પાઠાંતર–મુખ્યપણે” સ્થાને બન્ને પ્રતમાં મુખ્યપણે” એવો પાઠ છે. (૨)
શબ્દાર્થ–સયલ = બધા, સવે. સંસારી = સંસારમાં અટવાઈ ગયેલા પ્રાણી, જીવના બે ભેદ પૈકી સંસારમાં ભટકનારા છે, ઇન્દ્રિયોને વશ પડેલા, પંચેન્દ્રિયને વશ પડેલા, તેમાં રમનારા. મુનિ = સાધુમહારાજો. યતિઓ. ગુણ = પિતાના આત્મિક ગુણમાં. આતમરામી = આત્મસ્વરૂપમાં રમણ કરનારા છે. મુખ્યપણે = મુખ્યત્વે કરીને. જે = જે સંસારી જીવો. આતમરામી = સ્વરૂપમાં જે રાચનારા અને રમનારા હોય છે. તે = તે સર્વ કેવળ = માત્ર, તદ્દન નિઃકામી કામના વગરના હોય છે), કઈ પ્રકારની સ્પૃહા વગરના હોય છે) (૨) - ૧, આ સ્તવનના વિવેચક શ્રી મોતીચંદભાઈએ “મુનિ ગુણ આતમરામી રે” એવો પાઠ સ્વીકારીને એ પ્રમાણે જ એને અર્થ કર્યો છે, એનું વિવેચન પણ એ રીતે જ કર્યું છે. પણ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે સંપાદિત કરેલ “શ્રી આનંદ-ધનચોવીશીમાં “મુનિગણ આતમરામી રે' એવો પાઠ છે. અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની મૂળ સ્તવનેવાળી ને. ૨૦૧૩ તથા ૩૦૮૫ ની પ્રતમાં પણ મુનિગણ આતમરામી રે' એવો પાઠ મળે છે. આ પાઠમાં અર્થસંગતિ સહજપણે બેસી ન્ય છે. આ રીતે આ ગાથાના પૂર્વાર્ધને અર્થ એવો થાય છે કે–બધા સંસારી છે ઈકિયસુખમાં રાચે છે, જ્યારે મુનિગણ-મુનિવરોને સમૂહ-આત્માના ગુણોમાં રમણ કરે છે. પણ “મુનિ ગુણ આતમરામી' એ પાઠ રાખવાથી અર્થસંગતિ કંઈક ખેંચીને બેસારવી પડે છે. આ સ્તવને ઉપરના શ્રી જ્ઞાનવિમળસરિકત ટાવાળી પ્રતે શ્રી મોતીચંદભાઈએ સ્વીકારેલ મુનિ ગુણ આતમરામી રે ' એ પાઠ આપે છે.
–સંપાદક