________________
શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
સંબંધ– આ સ્તવનમાં સાચા અધ્યાત્મી કેણ, અને બેટા કેણ, તેને સૂકમ વિચાર કરી પ્રભુને સાચા અધ્યાત્મી બતાવ્યા છે અને તે સ્વરૂપે તેઓ આદર્શ સ્થાનને એગ્ય છે, એ બતાવ્યું છે. બાકી, સામાન્ય ઉક્તિ છે કે વધ્યાતિમા નો માન્તિ પાતાને વાઢા થા – આ કળિકાળમાં અધ્યાત્મી હેવાને દાવો કરનારા ફાગણ મહિનાના બાળક જેવા લાગે છે. ફાગણ માસમાં હોળી પાસે આવતી હોય તેવે વખતે સારું બાળક હોય, તે પણ અપશબ્દ બેલવામાં મજા લે છે, તેમ અધ્યાત્મીઓ પિતામાં અધ્યાત્મ છે એમ દા કરી, ફાગણ મહિનામાં બાળક જેવા દેખાય છે, તેવા દેખાય છે, એટલે તેઓના મુખમાં અધ્યાત્મ શોભતું નથી એમ બતાવે છે. આ વાત સર્વથા સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે ઉમાસ્વાતિ મહારાજ, ઉપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી વગેરેએ અધ્યાત્મની ઘણુ મજાની વાત કરી છે અને તે પણ આજ કળિકાળમાં થયેલા છે. તેથી આપણે “અધ્યાત્મ” શબ્દને એના જુદા જુદા આકારમાં બરાબર સમજવા અને સમજીને અધ્યાત્મ આચરવા પ્રયાસ કરીએ. કારણ કે સમજ્યા વગર કિયા કરવામાં તે એડને બદલે ચેડ વેરાઈ જાય અને આપણને પસ્તાવાનું કારણ રહી જાય.
એક વાત સમજી લઈએ કે, સર્વ પ્રકારનાં અધ્યાત્મ આદરવા યોગ્ય નથી, એમ તે અધ્યાત્મ કલ્પદ્રુમ'ના લેખક મુનિસુંદરસૂરિ મહારાજ પણ જણાવે છે, એટલે એમાં એક પ્રકારનું અધ્યાત્મ એવું આવશે કે જે ગ્રહણને યોગ્ય હોય. આવા પ્રકારના અધ્યાત્મને તમે આદર અને તેના પર તમારું ધ્યાન લગાવજે, પણ પસંદગી કરવા પહેલાં અધ્યાત્મના જુદા જુદા પ્રકારે કેટલા છે તે સૂકમ બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરશે. પણ એમાં એક એવો સારે પ્રકાર છે કે જેને લઈને તમારા આ સંસારના ફેરા તદ્દન આળસી જશે. તમે માત્ર અધ્યાત્મ શબ્દથી જ લલચાઈ ન જશે. પણ આ સ્તવનમાં કહેલી સર્વ બાબતે જે પૂરી પાડે તેવું તે અધ્યાત્મ હોય, તે તેને જ સ્વીકાર કરશે, એટલે આ ભવાટવીના તમારા ફેરાઓ મટી જશે. આ વાતની પુષ્ટિમાં અધ્યાત્મના જુદા જુદા અર્થોને વિચાર કરવામાં આવ્યું છે, તે હવે આપણે જોઈએ. એમાં એક પ્રકાર એ આવશે કે જે તમારી સર્વ ગૂંચવણે કાઢી નાખશે. એટલે તમારી સર્વ ક્રિયાઓ કુળવતી થશે અને તમારો પ્રયાસ નકામે નહિ જાય. આપણા લાભ માટે ગ્રંથíએ પિતાના સ્તવનમાં અધ્યાત્મ અને અધ્યાત્મીઓની જ ચર્ચા કરી છે તે આપણે વિચારીએ.