________________
૨૩૬]
શ્રી આનંદઘન–ચોવીશી ઉપગ કે દર્શનને ઉપયોગ મૂકવાનું પ્રયોજન રહેતું નથી, તે વખતે તેઓ ન ઉપયોગી છે ન અનુપયોગી છે. આ ત્રણે ભાંગાઓ પ્રભુને એકી વખતે લાગે છે, પણ તેને કાળ જુદો છે, તેથી ઉપયોગી, અનુપયોગી અને ન ઉપયોગી ન અનુપયોગી એ ત્રિભંગીને લઇને આપણને અચંબો ઉત્પન્ન કરનાર થયા તેથી તેઓ આપણા આદર્શ સ્થાનને યોગ્ય છે. ૫)
ઇત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે, અચરિજકારી ચિત્ર-વિચિત્રા, “આનંદઘનપદ લેતી રે. શીતળ૦ ૬
અથ–ઉપર જણાવેલ વગેરે સવ બહુ પ્રકારના ભાંગાઓ અને ત્રિભંગીઓ ચિત્તને આશ્ચર્યમાં ગરકાવ કરી દેનારી છે. આ વિચિત્ર પ્રકારની નવાઈઓ આનંદઘનના પદને પ્રાપ્ત કરે છે. (૬)
ટ –એ રીતે એક ત્રિભંગી સર્વમાં અથવા ઉત્પાદ-વ્યય, ધૃવાત્મક તથા દ્રવ્ય-ગુણપર્યાયરૂપે તથા સત્-૧, અસત્-૨, સદસત્-૩, ઈત્યાદિ ઘણી ત્રિભંગી પંડિતજનનાં ચિત્તમાં ચમત્કાર ઉપજાવતી; એ ત્રિભંગી વિચારીને તમારી ત્રિભંગી વિચિત્ર–નાના પ્રકારની આશ્ચર્યકારી ચરિત્ર છે. એ ત્રિભંગી વિચારીએ તે આનંદઘન–પરમાનંદપદને લેતા પામતા છે. એ ત્રિભંગીના અર્થ ગુરુપરંપરાથી જાણવા. એટલે શ્રી શીતલનાથનું સ્તવન સંપૂર્ણ થયું. એવા ત્રિભંગીને ગુણે કરી શીતલતા પામ્યા, તે જિન. એવા જિન તેહી જ પરમાત્મા, શ્રી શ્રેયાંસ શ્રેયકારી તે માટે શ્રી શ્રેયાંસ જિનને સ્તવે છે, પ્રમાદ હર્ષણ (૬)
વિવેચનઆ સર્વ ત્રિભંગીઓ આપણને નવાઈ પમાડે છે. પ્રભુમાં કરુણ અને તીણતા અને ઉદાસીનતા છે એ એક વાત થઈ. પછી શક્તિ, વ્યક્તિ, ન શક્તિ ને વ્યક્તિ એ બીજી વાત થઈ. ત્રિભુવનપ્રભુતા સાથે નિગ્રંથતા અને વળી ન ત્રિભુવનપ્રભુતા કે ન નિગ્ર"થતા એ ત્રીજી વાત થઈ. અને તેઓશ્રી ગી છે, ભેગી છે અને ન યોગી કે ન ભોગી છે, એ ચોથી વાત થઈ. વક્તા છે, અને મૌની છે અને સાથે અવતા–અમૌની છે એ પાંચમી વાત થઈ. અને તેઓ ઉપયોગી છે, અનુપયેગી છે અને વળી ન ઉપગી ન અનુપયોગી છે એ છઠ્ઠી વાત થઈ. એ સર્વ ત્રિભંગીઓ અને અનેક ભાગાઓ, જે સર્વ ઉપર કહેવાઈ ગયા છે, તે પ્રથમ નજરે આશ્ચર્ય ઉપજાવનાર છે; એ વિચારીને, સાંભળીને, ઘણી નવાઈ લાગે છે મનમાં ચમત્કાર આવે છે કે આવી ત્રિભંગીઓ પ્રભુમાં કેમ સંભવતી હશે ? એને ખુલાસો જ્યારે ચચીએ છીએ અને સમજણવાળા પાસેથી જાણીએ છીએ ત્યારે આપણા મનમાં એ વાતનો ખુલાસે સાંભળી આનંદ આવે છે.
પાઠાંતર–“ઇત્યાદિક બહુ...લેંગી” એમ લખાયેલ છે. “બહુ’ સ્થાને “બ” પાઠ છે. તે પછી “બદ્ધ કઇ ' શબ્દ મૂક્યો છે. ચિત્ર સ્થાને “ચરિત” પાઠ બે પ્રતમાં છે. (૬) | શબ્દાર્થ-ઇત્યાદિક = એ વગેરે, એ અને એ ઉપરાંતની, અનેક. બહુ = અનેક, ઘણાં. ભંગ = ભાંગાએની, પ્રકારોવાળી. ત્રિભંગી = ત્રણ ભાંગાવાળી. ચમત્કાર = આશ્ચર્ય, નવાઈ બી. ચિત્ત = મનમાં, ચિત્તમાં. દેતી - આપે છે, દે છે. અચરિજકારી = આશ્ચર્યકારક, નવાઈ ભરેલી. આનંદઘન = આનંદના સમૂહને. પદ = સ્થાન, મોક્ષપદ. લેતી = લાવનાર છે. (૬)