________________
શ્રી આનંદઘન-ચોવીશી આવી સપાધિક પ્રીતિને, ખરી રીતે, પ્રીતિ કે સગપણ કહેવાય જ નહિ. એમાં તે ચેતન નરમ પડે, નીચે ઊતરે, વમળમાં અટવાઈ જાય અને ભારે થતું જાય. નિરપાધિક પ્રીતિ હોય તે સાચી પ્રીતિ; જ્યાં પૌગલિક ભાવ કે રાગદ્વેષ આવ્યા ત્યાં રખડપટા અને દુનિયાદારી આવી જાય. એમાં પછી આત્મભાવ ઘટતો જાય છે, એમાં આત્મા અટવાઈ જાય છે, એમાં ચેતનને શોધ પણ મુશ્કેલ પડે છે. એવી પ્રીતિને પ્રીતિ કહેવાય નહિ. જગતમાં થતા દુન્યવી પ્રેમ કે સંબંધે આત્મિક નજરે અર્થશૂન્ય અને આડે રસ્તે દોરનાર હોઈ તે ખરી પ્રીત કે સગાઈના નામને પણ યોગ્ય નથી.
પાધિક સંબંધ અને નિરુપાધિક સંબંધ ખૂબ સમજી લેવા જેવો છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં કામદેવ ખૂબ કામ કરે છે, એ તે આપણે જાણીએ છીએ; પણ બહેન ભાઈના સંબંધમાં પણ મહરાજ અંદરથી ઘણું કામ કરે છે. એમાં મોહ જુદા પ્રકારને આકાર ધારણ કરે છે. પુત્ર-પિતાના પ્રેમમાં એનું ત્રીજું સ્વરૂપ હોય છે. અને વ્યવહારથી નિર્દોષ દેખાતા મિત્રમિત્રના સ્નેહમાં અલગ સ્વરૂપ ધારણ કરે છે. જ્ઞાતિજન પ્રત્યે પ્રેમ, દેશને પ્રેમ એ સર્વની પાછળ અમુક આકાંક્ષા, અમુક અપેક્ષા, અમુક હેતુ હોય છે. સામાન્ય જનતાની કક્ષાએ એ પ્રેમની માત્રા ઊંચી હોય, તે પણ એમાં મહારાજાને મહિમા પૃથક્કરણમાં તરી આવે છે, એમાં મારાપણાને ભાવ આવે છે અને મેહરાજાને મંત્ર જ કહ્યું અને મને છે. મારું અને તારું થયું, ત્યાં દુનિયાદારી છે, વ્યવહાર છે, અંતરના ભામાં છે અને પરિણામિક રખડપટો છે. આવી કોઈ પણ પ્રકારની બાહ્ય ઉપાધિ હોય, ત્યાં અંતરને પ્રેમ થતું નથી, અનંતકાળ ચાલે તે પ્રેમ થતું નથી અને સાચા પ્રેમના નામને છાજે તેવી ચિરસ્થાયી પ્રીતિની જમાવટ થતી નથી. સાચી પ્રીતિમાં ઉપાધિનું નામ ન હોય, બાહ્ય ઉપચાર ન હોય, ગણતરી, ગાંઠ કે એકપક્ષીયતા ન હોય. ભવભૂતિ કહે છે કે –
व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः न खलु बहिरुपाधीन् प्रीतयः संश्रयन्ते ।
એને ભાવ એવો છે કે પદાર્થોને કેઈ અંદરને હેતુ જેડે છે, એમાં બહારની ઉપાધિને સ્થાન નથી, આટલી વાત કરીને પછી એ કમળ ને સૂર્યના ઉદયને સંબંધ અંતરના હેત તરીકે જણાવે છે. ચંદ્ર ઊગે અને કુમુદ ખીલે : આ તે મનની કલ્પના છે, પણ એમાં ઊંડો ભાવ ઉપાધિને છે. ખરા પ્રેમમાં બાહ્ય ઉપાધિ ન હોય એ સાચી વાત છે. અને આપણે આસપાસ જે પ્રીતિ જોઈએ છીએ, તેમાં તે બાહ્ય ઉપાધિ જ દેખાય છે. ચાલુ નજરે, ઉપટિયા ભાવે જોતાં એ ન દેખાય તે તેમાં જેનારની શક્તિનું માપ છે; પણ ઉપાધિ જરૂર છે અને એ પ્રીતિનો અંત ચક્કસ છે.
આનંદઘન અનુભવને અંતે કહે છે કે, એવી પ્રીતિ તે આત્મિક ધન હોય તેને ખાઈ બેસે છે, જરા જરા આત્મદ્રવ્યને સંચય કરેલું હોય, તેને પણ એ ખેવરાવી નાંખે છે અને એટલા માટે એ પ્રીતિના નામને વેગ્ય નથી. (૨)