________________
ર૧૬]
શ્રી આનંદઘન–વીશી એહનું ફળ દેય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે. સુવધિ૪
અર્થ એ દ્રવ્ય-ભાવપૂજાનું ફળ બે પ્રકારનું છે તે તમે સાંભળે : એક તુરતનું ફળ (અનંતર ફળ, જેમાં આંતર નહિ તેવું), અને બીજુ પરંપરાએ–આખરે-છેવટે થતું ફળ. આજ્ઞાનું પાલન કરવાથી ચિત્તની પ્રસન્નતા રૂપ ફળ થાય છે. અને મુક્તિ–મોક્ષરૂપ સારી ગતિ થાય છે અથવા મોક્ષ થાય છે અથવા મનુષ્યાદિ સારી ગતિ થાય છે અને રૈવેયકાદિ સુંદર દેવગતિ થાય છે. (૪)
ટબો–એ બને પૂજાનાં ફળ બન્ને પ્રકારે બને ભેદે-એમ સાંભળીને અનંતર-આંતરા રહિત સાક્ષાત્ ફલ નિર્વાણ સાધે અને પરંપરાએ મોક્ષ સાધે, તે પરંપર ફલ કહાય. આજ્ઞાનું
જ્યાં સંપૂર્ણ ચારિત્ર એક ફલ તે અનંતર અને ચિત્ત પ્રસને વિશિષ્ટ દ્રવ્યાદિકનું જોડવું તે પરંપરા ફલ કહીએ. એટલે ઉત્કૃષ્ટ પૂજા મુગતિ, સ્વર્ગ ફળ અને ઉત્કૃષ્ટ યતનારૂપ ભાવાજ્ઞાપાલન જે મુક્તિમંદિર. (૪)
- વિવેચન–પૂજાનાં બે પ્રકારનાં ફળ થાય છે. એક અનંતર ફળ અને બીજુ પરંપર ફળ. એટલે એક ફળ તાત્કાલિક થાય છે અને બીજુ ફળ ધીમે ધીમે થાય છે. આ બે પ્રકારનાં ફળ બતાવવાને આશય એ છે કે એમ વિગતવાર ફળ બતાવવાથી તેની પૂજા તરફ ભાવના થાય. તેટલા માટે બને પ્રકારનાં ફળ એ બતાવે છે. અનંતર ફળમાં આજ્ઞાનું પાલન અને પરંપરા ફળમાં મુક્તિ મેક્ષ), સારી ગતિ અથવા દેવગતિ. આ બન્ને પ્રકારનાં ફળ ખૂબ લક્ષ્યમાં લેવા ગ્ય છે. આપણે કેઈની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે તે માણસ આજ્ઞા કરવાની સ્થિતિમાં હું જોઈએ. રાજા કે ઉપદેશક આજ્ઞા કરે તે આપણે જાણે તેણે આપણું ઉપર મહેરબાની કરી હોય એમ ગણીએ છીએ. પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે અનંતર-તાત્કાલિક ફળ છે એમણે જે વાતને પોતાના જ્ઞાનથી હિતદષ્ટિએ જોઈ હોય તે, કઈ પ્રકારના બદલાની
પાઠાંતર-એહનું ફળ સ્થાને એક પ્રતમાં “હવો ફળ” એવો પાઠ છે. “ય” સ્થાને એક પ્રતમાં ” પાઠ છે. “ભેટ” સ્થાને એ પ્રતમાં “ભાવ” પાઠ છે “સુણીને ” એ સ્થાને “સુણિને” એવો પાઠ એક પ્રતમાં છે; એક પ્રતમાં “સુણીની પાઠ છે. “પરંપર ' સ્થાને એક પ્રતમાં ‘પર પરે રે” એવો પાઠ છે. પાલણ” સ્થાને એક પ્રતમાં “પાલગ ” એવો પાઠ છે. “સુગતિ સુરમંદિર ” સ્થાને એક પ્રતમાં સુરમુગતિ ” પાઠ છે. (૪)
શબ્દાર્થ –એહનું = ઉપર જણાવેલ પૂજાનું, એનું. ફળ = લાભની, જમે બાજુની. દેય = બે (હવે પછી કહે છે તે બે) ભેદ = રીતે, પ્રકારે. સુણીજે = સાંભળીએ, જાણીએ. અનંતર = આંતરારહિત, દરમ્યાનગિરિ વગરનું, તાત્કાલિક, તુરત. પરં પર = પરં પરાએ, છેવટે. આણાપાલણ = હુકમનું માનવું તે, ફરમાનનો અમલ. ચિત્તપ્રસન્ની = મનમાં પ્રસન્નતા થાય તેને પરિણામે તે હક ( પ્રથમ સ્તવન જુઓ, ગાથા છઠ્ઠી). મુગતિ = મુક્તિ, મોક્ષ, નિરંતરને માટે જન્મમરણનો નાશ. સુગતિ = સારી ગતિ, મનુષ્ય દેવગતિ. સુરમંદિર = દેવતાની ગતિ. (૪)