________________
૨૧૨]
શ્રી આનંદઘન-ચાવીશી ગ્રતા ૩. એક સાટિકા-ઉત્તરાસણ ૪. જિન દીઠે અંજલિ પ્રણામ ૫. અથવા વળી રાજા ખડગ ૧. છત્ર ૨. ઉપાનહ (જેડા) ૩. મુગટ ૪. ચામર પ–એ રાજ્યચિહ્ન મૂકે ઈયાદિક વિચાર દેવ વાંદવાના ર૦૭૪ બોલ થાય, તે સર્વ ભાગ્ય પ્રમુખ આવશ્યકનિર્ય ક્તિ તથા પ્રવચનસારોદ્વારથી જાણવા, ભક્તિ ઉલ્લાસે કરીને. (૨)
વિવેચન—દ્રવ્યથી પવિત્ર થઈને એટલે સ્નાન કરી, તદ્દન ખાં વસ્ત્રો પહેરીને અને ભાવથી એટલે હંસથી-મનની ઇચ્છાપૂર્વક, હર્ષ પૂર્વક–દેરાસરે જઈએ. દેરાસરે જવામાં અને પૂજા કરવામાં દ્રવ્ય તથા ભાવની પવિત્રતા રાખવી અને આનંદપૂર્વક દેરાસરે જવું. વ્યવહારથી નાહીધોઈ સારાં વસ્ત્રો પહેરવા અને ભાવથી–ઉલ્લાસપૂર્વક દેરાસરે જવું અને મનમાં આનંદ રાખો, એટલે શેક કે દુIછા કે કોઈ જાતની અરતિ દેરાસરમાં જતાં કે પૂજા કરતાં ન જોઈએ. આવા દ્રવ્ય અને ભાવથી પવિત્ર થનારને ખરેખરું ફળ મળે છે. પ્રવચનસારોદ્વારાદિક ગ્રંથમાં કહ્યું છે તે પ્રમાણે દશ ત્રિક અને પાંચ અધિગમ જાળવવાં. આ સર્વ વિધિ બહુ સમજવા યોગ્ય છે. ચૈત્યવંદનભાગમાં દશ ત્રિક અને પાંચ અધિગમ જાળવવાનો કહ્યાં છે. ત્રિક એટલે ત્રણ-ત્રણ બાબતેને સમૂહ; તેને જાળવવાં, તે નીચે પ્રમાણે :
(૧) નિસીહત્રિક–પ્રથમ નિસીહી દેરાસરમાં દાખલ થતી વખતે ઘર સંબંધી કે વ્યાપાર સંબંધી સર્વ વિચાર કે વ્યાપાર કરે નહિ કે સંભાર નહિ, તે આ પ્રથમ નિસહી નૈધિકી)નું લક્ષણ છે. પછી દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા દેવી અને ભવનો ફેર મટાડ, પછી દેરાસરના મધ્યદ્વારમાં પેસતાં બીજી નિસહી કહેવી. ત્યાર બાદ દેરાસર સંબંધી કઈ વાતની ખટપટ તજવી; માત્ર પૂજાભક્તિ ઉપર જ ધ્યાન આપવું. પ્રભુની પૂજા કર્યા પછી છેવટે ચૈત્યવંદન કરવામાં આવે તેની શરૂઆતમાં ત્રીજી નિસહી કરવી. ત્યાર પછી પૂજા સંબંધી પણ કઈ દ્રવ્યને વિચાર ન કરો. આ પ્રમાણે દેરાસરમાં પેસતી વખતે પ્રથમ, દેરાસરના અગ્રેદ્વારે બીજી અને ચૈત્યવંદન કરતી વખતે ત્રીજી નિસીહી બોલવી. આ રીતે પ્રથમ નિસીહત્રિક થયું.
(૧) પ્રદક્ષિણાત્રિક—આપણુ પૂજ્યને જમણી બાજુએ રાખી તેની ફરતા ત્રણ ફેરા મારવા. આમાં પૂજ્ય પુરુષનું બહુમાન જળવાઈ રહે તે માટે તેમને જમણી બાજુએ રાખવા. આ ત્રણ પ્રદક્ષિણા પ્રથમ નિસીહી પછી કરવાની છે.
(૩) પ્રણામત્રિક-ત્રણ પ્રકારનું નમન તે પ્રણામત્રિક કહેવાય છે. અંજલિબદ્ધ પ્રણામ એટલે માત્ર બે હાથ જોડી પગે લાગવું તે. અર્ધ વિનત પ્રણામ એટલે જે પ્રણામ કરતી વખતે અધું નમાય તે. અને ત્રીજા પંચાંગ પ્રણામમાં બે હાથ, બે ઢીંચણ અને મસ્તક નમે છે. આ રીતે અંજલિબદ્ધ પ્રણામ, અર્ધવિનત પ્રણામ અને પંચાંગ પ્રણામ એમ ત્રણ પ્રકારના પ્રણામનું પ્રણામત્રિક થાય છે.
(૪) પૂજાત્રિક–અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. જળ, ચંદન અને પુષ્પ (ફૂલ) અંગપૂજા કહેવામાં આવે છે. ધૂપ, દીપક, અક્ષત, ફળ, નૈવેદ્યથી પૂજા કરવામાં આવે તેને અપૂજા