________________
૨૧૦ ]
શ્રી આન‘ઘન-ચાવીશી અથ —નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથના પગને નમીને સારાં કમ ધાય, એવી કારવણી કરીએ, એ સંબંધી વિગતવાર કહેવાશે તેમ અને મનમાં ખૂબ હેાંસ આણીને, તે પ્રભુની સવારમાં ઊઠીને સેવા કરીએ. (૧)
ટમા—આ સ્તવનના જ્ઞાનવિમલસૂરિના ટખો નીચે પ્રમાણે વમાન ગુજરાતી ભાષામાં સુધારીને મૂકયો છે : એવા પ્રભુનું દન દુલ ભ કહ્યું, તા તેથી તેનું દર્શન પામી કેમ સેવા કરવી તે વિધિ કહેવાને સુવિધિનાથને સ્તવીએ છીએ. આ સુવિધિનાથ જિનેશ્વરના પગ નમી કરીને, કેમ કરીએ તે કહું છું : શુભ કરણીય યતના અને ભક્તિએ કરણી તે શુભ કરણી. ૨. આ વિધિએ કરવી. ઘણા ઊલટ-હર્ષ અગમાં આનંદ આણી—ધરીને પ્રભાતે ઊઠી-જાગી-સાવધાન થઇ, પૂજા કરીએ. (૧)
વિવેચન—શ્રી સુવિધિનાથ ભગવાન નવમા તીર્થંકર, તેમનાં દર્શન તે આઠમા સ્તવનમાં કર્યા, હવે તેમની પૂજા કરવી છે. આપણા આદશ સ્પષ્ટ હોય તે તે આદશે પહોંચવાને અને તેમના જેવા થવાના નિશ્ચય થઈ શકે. એ આદશે પહેાંચવું એ આપણી ભાવના છે. ઘણા માણસા આદર્શીને રાખી મુદ્દામ વખતે વીસરી જાય છે અને આદશને સ્થાને ગમે તેની સ્થાપના કરીને આખા વ્યવહાર બગાડી નાખે છે. એમ ન થવું જોઈએ. આદશ જે ભાવનામાં હાય તેને ખરે વખતે ખરાખર યાદ રાખવેા જોઇએ. તેને યાદ રાખવા માટે આ સ્તવન દ્વારા પૂજાના અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. એ આદશની પૂજા કરવાનું ફળ અંતે જરૂર મળે છે, માટે તેની ભક્તિ—સેવા–ઉપાસના કરવી અને તે રીતે આદશને આદર્શ સ્થાને રાખી તેનું બહુમાન કરવું. તે કાંઇ આપણી પૂજા માગતા નથી, પણ જો પ્રભુ જેવા થવું જ હાય તા આપણી પોતાની ખાતર જ તેની પૂજા કરાય. એ પૂજાને પરિણામે એ આદશ જેવા કાળક્રમે થઇ જવાય. આદર્શ પૂજાનું આ અનિવાર્યું પરિણામ છે. આદશને નિરંતર પૂજ્ય સ્થાને રાખવા અને તેમણે આ સયાગામાં કેમ કામ કર્યુ હશે તે ખરાખર સમજી લઇ, તેને અનુસારે પોતાનું જીવન ઘડવું એ આદર્શોના મહિમા છે.
તેમના પગને નમન કરીને લઇએ. આપણે નિરંતરના ક્રિયા કરવાથી સારો સંબંધ
સુવિધિ જિનેશ્વરના અથવા આપણા જે કોઇ આદશ હોય આપણે આગળ વધીએ, અને આપણા ઉદ્દેશ શેશ છે તે ધ્યાનમાં સુખસ્થાને પહોંચવું છે અને ભગવાન આપણા આદશસ્થાને છે. જે થાય અને આપણી ગતિ સુધરે, તેવી સારી ક્રિયા આપણે કરવી છે. આ ક્રિયામાં પૂજાને મુખ્ય સ્થાન મળે છે એટલે સુવિધિનાથને પગે લાગીને સારી ક્રિયા કરવી : આ જાતના સ્તવન સાથે ઉપદેશ આપ્યા. જે કામ કરવું તે ખૂબ હેાંશપૂર્ણાંક કરવું. ઘણા માણસ મન વગર કામ કરે છે. એ કામમાં કોઈ જાતના ક્રમ હાતા નથી. પણ જે કામ કરવું તે મનના ઉત્સાહથી કરવું. અહી જે પૂજાના પ્રકાર બતાવવામાં આવે છે તે પણ સવારના પહેારમાં અત્યંત હાંશપૂર્વક કરવું અને તે રીતે પૂજા કરવી. વહેલાં ઊઠવાના લાભા તે પારાવાર છે :