________________
૨૦૬]
શ્રી આનંદઘન-વીશી પ્રેરક અવસર જિનવરૂ, સખી, મોહનીય ક્ષય જાય; સખી કામિતપૂરણ સુરતરૂ, સખી. “આનંદઘન પ્રભુ પાય. સખી. ૭
અર્થ-જ્યારે વખત આવી લાગશે, ત્યારે જિનેશ્વરદેવ પ્રેરણા કરશે અને તે વખતે મેહનીય નામના ચોથા કમની સર્વ પ્રકૃતિને ક્ષય થઈ જશે, એ પ્રભુ ઈચ્છાના પૂરનારા છે અને જાતે કલ્પવૃક્ષ સમાન છે, તેમ જ પ્રભુના પાદકમળ આનંદની છોળો ઉડાડનાર છે. એવા પ્રભુનું હવે મને દર્શન કરી લેવા દે. (૭)
ટબો–પ્રેરક કર્મવિવરે ઉદ્યમાદિ પંડિત વીર્યાદિ, તે સમયે જિનવરદર્શન નિમિત્તે મેહનીય કર્મ ક્ષય જાતે હતે, કામિત ઈષ્ટફલ તે મોક્ષપ્રાપ્તિ લક્ષણ, તે વિષે સુરતરુ કલ્પવૃક્ષ સમાન આનંદઘન પ્રભુ-પરમાત્મા ભગવંતના પદ, તે સેવે, એવે દુર્લભપણે સેવા પામીએ. (૭)
વિવેચન–જ્યારે ખરે વખત આવી પહોંચશે ત્યારે ભગવાન પ્રેરણા કરનાર છે. સર્વ બાબતમાં એ અંતે ભગવાનની સામે જુએ છે, ભગવાનની પ્રેરણું થશે તે સર્વ સારાં વાનાં થશે એમ તે માને છે. અને ભગવાન પ્રેરણા કરે ત્યારે ક્રિયા સફળ થાય અને એ રીતે ત્રણે અવંચકત્વ પ્રાપ્ત થાય. આ ભગવાનની સાથે આત્મા તદાકાર પ્રમાણે વર્તે છે, કારણ કે સત્તાગતે ભગવાનને આત્મા જે છે તેવો જ સર્વ કેઈને આત્મા છે. અવસરે ભગવાન પ્રેરણા કરે, તે તેથી મેહનીય કર્મને ક્ષય થઈ જાય, બધાં કર્મોમાં મેહનીય કર્મ આકરું છે, તે સર્વ કર્મમાં રાજા છે અને તે ક્ષાયિકભાવે પતી જાય તે મારું કામ થઈ જાય, તેથી ભગવાનની પ્રેરણાની રાહ જોઈને બેઠો છું. મેહનીય કર્મને ક્ષય આ પ્રાણી માટે જરૂરી છે. જ્યારે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થઈ જાય, ત્યારે મારી સર્વ આશા પૂરી થાય અને મારા સર્વ પ્રયત્ન સફળ થાય. એ પ્રભુચરણ અને જિનેશ્વરદેવની પ્રેરણા કેવી છે તે હવે છેલે છેલ્લે બતાવે છે. પ્રાણીની જે જે ઈચ્છા હોય તે સર્વને એ પ્રભુપ્રેરણા પૂરી કરનાર છે, એ કલ્પવૃક્ષ જેવી જ છે. જેમાં પ્રાણી કલ્પવૃક્ષ પાસે જઈ જે માગે તે મળે છે, તેમ આનંદના ઘટ્ટ સમૂહ પ્રભુના પાદે તે કલ્પવૃક્ષ જેવા જ છે. એટલે એની પાસે જઈ જે માગીએ તે સર્વ તે આપનાર છે. અને તેની સાથે સ્તવનને છેડે કર્તાએ પિતાનું “આનંદઘન નામ પણ આડકતરી રીતે જણાવી દીધું.
પાઠાંતર–“જિનવરૂ સ્થાને એક પ્રતમાં ‘નવ” પાઠ છે. (૭)
શબ્દાર્થ –પ્રેરક = પ્રેરણા કરનાર, ફરમાવનાર, દેરનાર. અવસર = વખતે, જ્યારે તેને વખત આવશે ત્યારે, તેને લાયક વખતે. જિનવરૂ = જિનેશ્વર મહારાજ, ભગવાન, પ્રભુ. મેહનીય = ચોથું મોહનીય કમ; એ સર્વથી વધારે નુકસાન કરનાર કમ છે. ક્ષય = નાશ, કપાઈ જાય. જાય = થાય, ખલાસ થાય. કામિત = ઇચ્છિત, ઈમ્બેલ વસ્તુને. પૂરણ = પૂરું કરવાને, પૂરવાને. સુરતરુ = કલ્પવૃક્ષ, એ ઝાડ નીચે ઊભા રહીને જે માગીએ તે આપે, આનંદધન = આનંદના ભરેલા, એ આનંદથી જાડા થયેલા, એ આનંદથી ભરેલ, પ્રભુ = ભગવાન, તીર્થકર (તેના). પાયે = પદ છે. આનંદથી ભરેલા પ્રભુના પગે છે. (૭).