________________
૨૦૪ ]
શ્રી આનંદ્યન-ચાવીશી
હાય; એ સવ યોનિમાં ગયા, પણ મેં પ્રભુને ભાળ્યા નથી અને કદાચ જોવાનો બનાવ બની ગયા હોય તે મે તેમને પ્રભુ તરીકે ઓળખ્યા નથી; જૈનશાસથી આ પ્રમાણે વાત સમજીએ; શાસ્ત્રમાં કહ્યું છે કે—
ન સા ગારૂં ન સાલોની, નાત' ટાળ ન ત` ' । न जाया न मुआ जन्थ, सव्वे जीवा अण तसेो ॥
આવી રીતે આગમમાં કહ્યું છે તે ઉત્તરાધ્યયનની સાક્ષીએ તને જણાવું છું કે હું ખધી ગતિએમાં સર્વ સ્થાનકે જઈ આવ્યો છું અને મને એ અનેક ગતિએમાં પ્રભુનાં દર્શન થયાં નથી. આ વાત તને જૈન આગમમાંથી જાણીને કહું છું. અને તને બીજી વાત કહું છું કે આવા મારા રખડપટ્ટીના હાલ પરથી પણ હું તને કહી શકું છું કે જે મે કોઇ પણ વખત, અનેક ગતિમાં જવા છતાં, પ્રભુનાં દÖન કર્યા' નથી. શાસ્ત્રગ્રંથામાં કહ્યું છે કે જે પ્રભુની નિળ ભક્તિ કરે તે પ્રભુ થાય અથવા પ્રભુ જેવા થાય. મને એ વચન પર શ્રદ્ધા છે, તેથી આ આગમગ'થાથી તને જણાવું છું : આ રીતે આ વખતે ભગવાનને પહેલી વખત જોઇને તેમની અનન્ય સેવા કરવી અને તેમની અને મારી વચ્ચે પડેલા આંતરા તોડી નાખવા. તે પ્રભુની સાચી ભક્તિ કેમ થાય તે પણ હવે બતાવે છે, જે પ્રમાણે પ્રભુની નિમ`ળ ભક્તિ તમે કરો. એમ કરવાથી તમે પ્રભુ થઇ શકશે, અથવા પ્રભુ જેવા તે; જરૂર થશે! અને અત્યાર પહેલાંના તમારા પ્રયત્ના ઠેકાણે આવશે. તમને આવે! અવસર વારવાર મળતા નથી, તે આ અવસરને લાભ લે અને અનન્ય ચિત્તે પ્રભુની ભક્તિમાં તરબોળ થઇ જાએ. આ સ` મૂળ આગમના હુકમો છે અને તેને અનુસરવાને મેં નિશ્ચય કર્યા છે. આ મારા નિશ્ચયને હે શુદ્ધ ચેતના ! તું વધાવી લેજે અને હવે પછી કહેવામાં આવશે તેવી રીતે ભક્તિ કરવાની મારી ભાવનાને ટેકા આપજે. (૫)
નિરમળ સાધુ ભગતિ લહી, સખી॰ યાગ–અવંચક હોય; સખીક્રિયા-અવચક તિમ સહી, સખી॰ ફળ-અવચક જોય. સખી ૬ અમેલ વગરની સંત-સાધુ પુરુષોની ભક્તિને પ્રાપ્ત પ્રથમ થાય છે, પછી ક્રિયાવ ચક થાય છે અને છેવટે તેને
જોઇએ છીએ. (૬)
કરીને પ્રાણી યેગાવ ચક ફળાવ'ચક તરીકે આપણે
પાઠાંતર— તિમ ’ સ્થાને એક પ્રતમાં ‘તેમ’ પાડે છે, ‘ જોય ’ સ્થાને એક પ્રતમાં ‘હાય’પાડે છે. ‘નિરમળ’ સ્થાને એક પ્રતમાં ‘નિમંળ’ પાટ છે. ‘ ક્રિયા ’ સ્થાને એક પ્રતમાં ‘ કિરિય ’ પાડે છે.
શબ્દા—નિરમળ = નિ`ળ, મેલ વગરની. સારી, સાચી. સાધુ = સારા માણસની, સંત પુરુષની. ભગતિ = ભક્તિ. ઉપાસના. લહી = લઈ ને, મેળવીને, પામીને યાગ-અવાંચક = યોગાવ ́ચક પ્રાણી થાય, એટલે વસ્તુ ન મળવાનું નથી તેવા અવચક થાય, વસ્તુના યોગ થવો તે યોગાવ’ચકતા છે. ક્રિયા-અવંચક = ક્રિયા બરાબર કરવી તે ક્રિયાવ’ચકતા. ફળ-અવંચક = ફળાવ ચકપણુ, આ યોગાવચક ક્રિયાવાંચક અને ફળાવ'ચક માટે વિવેચન જુએ. ોય = જોવું, સમજવું. (૬)