________________
૬]
શ્રી આનંદઘન–ચોવીશી દારીના પતિ તે વધારે દેખાવડી પત્ની મળે કે અન્ય કોઈ બહારનું પ્રેમપાત્ર મળી જાય, તે પિતાને પ્રેમ ફેરવી નાખે. સ્ત્રી ઘરડી થાય કે માંદી પડે કે ધીમે ધીમે પ્રેમમાં ઢીલાશ થતી જાય, પણ આ મારો પતિ તે એક વાર મારી ઉપર રિઝાયો એટલે પછી અનંતકાળ સુધી મારી સોબત મૂકે નહિ. જે પ્રીતિમાં આંતર પડે, જે પ્રીતિ સદાકાળ ચાલે નહિ, જે પ્રીતિમાં સ્વાર્થ, આકાંક્ષા કે આશય હોય તે પ્રીતિ ખરી જામે નહિ, જામે તે ટકે નહિ અને ટકે તે હંમેશને માટે સ્થાયી થાય નહિ. એને ખરી પ્રીતિ કેમ કહેવાય? કારણ કે એવી પ્રીતિ, બહુ બહુ તે, આ જીવન પર્યંત ચાલે, પછી અંતે એનો છેડે આવ્યા વગર ન રહે. વિયોગના અનેક કારણો બને, અને સદંતર વિયોગ પણ થઈ જાય; પણ ભગવાન સાથે મેળાપ તે સાદિ-અનંતમે ભાગે હોઈએ સ્થાયી જ રહે અને એને જ ખરે પ્રેમ કહેવાય.
આ સાદિ-અનંત ભાગે આ રીતે થાય; પ્રેમ અને પ્રેમના છેડાને અંગે ચાર વિકલ્પ શક્ય છે : (૧) જેની શરૂઆત હોય અને છેડો પણ હોય તે સાદિ-સાંત. દુનિયાદારીને પ્રેમ ઘણેખરે આ કટિમાં આવે. (૨) પ્રેમની જેમાં શરૂઆત જ ન હોય, પણ અંત હોય એ અનાદિ સાંત વિકલ્પ અશક્ય છે, જેની આદિ ન હોય તેમાં અંતની શક્યતા જ ન હોય. (૩) અનાદિ અને અનંત વિકલ્પ એક વ્યક્તિને અંગે હોઈ શકે નહિ; વૈયક્તિક પ્રેમને શરૂઆત હોવી જ જોઈએ. અને (૪) ચોથે વિકલ્પ સાદિ અનંત છે. એમાં પ્રેમની શરૂઆત હોય, પણ શરૂઆત થયા પછી એને અનંતકાળે પણ અંત ન જ આવે. આ ચોથો વિકલ્પ અહીં પ્રસ્તુત છે.
ત્યારે શુદ્ધ ચેતનાના પતિદેવ ખરેખરા રીઝે અને પ્રેમ બાંધે, તે પછી એ તો જીવસટોસટની વાત થાય; એમાં પ્રેમને છેડે કે અંત ન જ હોય. એ તે એક વાર પ્રેમ બાંધે તે બ. શુદ્ધ ચેતના કહે છે કે મારા રાષભદેવ પતિ એ જ મારા પ્રીતમ છે. એને જ હું ચાહું છું અને બીજાને હું ચાહુતી નથી, કારણ કે મારા નાથને મેં એક વાર રીઝવ્યા હોય તે પછી એ સાદિ-અનંતમે ભાંગે (વિકલ્પ) મારે સંગ છેડે નહિ, મારે પછી અનંત કાળ સુધી કેઈને રીઝવવાનું રહે નહિ અને મારી ભવની ભાવઠ ભાંગી જાય.
ભાષભ શબ્દમાં ઘણો ચમત્કાર છે. દુનિયામાં સારામાં સારી ચીજ હોય તેને રાષભ અથવા વૃષભ કહેવામાં આવે છે. દા. ત. નરવૃષભ એટલે માણસમાં શ્રેષ્ઠ. અથવા જવું એટલે આગળ વધવું. પ્રગતિસૂચક એ ધાતુમાં “ભ” વધવાથી એની શોભા વધે છે. આવા વૃષભદેવ એ મારા હદયના નાથ છે. એમનામાં મારું જીવન સર્વસ્વ અર્પણ કરી દઉં છું, અને એમના સિવાય અન્ય કેઈને હું મારા પતિ તરીકે ચાહતી નથી. (૧)
પ્રીત-સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય;
પ્રીત-સગાઈ રે નિરુપાધિક કહી રે, સપાધક ધન ખાય. સષભ૦ ૨ પાઠાંતર-રે- બે પ્રત છોડી દે છે કે પહેલા અને ત્રીજા બને પદમાં પ્રીત – પ્રિત (સાચું રૂપ પ્રી માં દીર્ઘ ઈ છે. (૨)
શબ્દાર્થ–પ્રીત = પ્રેમ, હેત. સગાઈ = સંબંધ, વિવાહને સંબંધ. જગમાં = દુનિયામાં, લેકમાં. રાહુ =