________________
શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
પ્રભુના દર્શન સંબંધ-પ્રભુનું દર્શન થાય, તે પ્રભુ જેવા થવાની ભાવના થાય, અને, કદાચ તીર્થંકર ન થવાય તે, સામાન્ય કેવળી થઈ સિદ્ધસ્થાનકે પહોંચી જવાય અને આ જન્મ-મરણના ફેરા હમેશને માટે હર થાય. માટે પ્રભુનું દર્શન ભાવ અને વિધિપૂર્વક થવું ઘણું જરૂરી છે. આ અનંત સંસારમાં પ્રાણી ફરી આવ્યું, અનેક ગતિમાં જઈ આવ્યું, પણ તે પ્રત્યેક ગતિમાં હજુ પ્રભુનું દર્શન થયું નથી, કારણ કે દર્શન બરાબર થયું હોય, તે તેને નસીબે લાગેલી આ રખડપટ્ટી હોય નહિ. એ રખડપટ્ટી જ બતાવી આપે છે કે એણે પ્રભુનું દર્શન અગાઉ કોઈ વાર કેઈ ગતિમાં કર્યું નથી. કલ્યાણ મંદિર નામના સ્તોત્રમાં તેના કર્તા કહે છે કે ન વૃત્તિ પ્રષિોડિસિ. મને અનેક અનર્થો થયા છે, થાય છે અને હું સંસારમાં રખડું છું અને મને મમ વીંધી નાખે તેવી પીડાઓ અને અનર્થો હજુ સુધી ચાલુ હેરાનગતિ કર્યો કરે છે, તે સર્વ બતાવે છે કે ભગવાનનું એક પણ વખત દર્શન થયું નથી. એક વાત સમજી લેવાની છે કે હું અસંસી મનુષ્ય સુધીની અનેક ગતિમાં આંટા મારી આબે, પણ મારે મન ન હોવાથી મેં પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા નથી અને તેમનું દર્શન મને થયું નથી.
કેટલાક પ્રાણીઓને સંસારમાં ફરવું ગમે છે. તેને મનમાં ઊંડું ઊંડુ એમ થાય છે કે મેક્ષમાં તે ખાવાનું ન મળે, ફરવાનું ન મળે અને આખો વખત બેસી રહેવું પડે, તેના કરતાં આ સંસારમાં રહી સભાઓમાં ભાષણ કરવાની અને સગાં-સંબંધીઓના વેધવચકા જાળવવાની સ્થિતિ સારી. એવાને માટે આ સ્તવન નથી, પણ જેને સંસાર ઉપર કંટાળે ઊપજે હોય અને જે તેનાથી થાકી ગયા હોય તેણે આ સ્તવનને ભાવ ખૂબ મનન કરવા ગ્ય છે. અંતે અહીંના પરિચયે તે છેડવા જ પડશે અને સર્વ સંબંધને મૂકી જવું જ પડશે, એનો કોઈ બીજે માર્ગ નથી –એમ જેને લાગતું હોય તેણે વિધિપૂર્વક પ્રભુનું દર્શન કરવા જેવું છે. પછી ધીમે ધીમે પરિચય થશે અને પછી પ્રભુ જેવા થવાના કેડ જાગશે. એ જાગૃતિ લાવવા માટે આ સ્તવનને બહુ મોટો ઉપયોગ છે. એમાં પ્રભુનું દર્શન કરી પણ થયું નથી, વિધિ પણ જળવાઈ નથી, એવો ભાવ રજૂ કર્યો છે. એ ભાવ સમજી પ્રભુદર્શનની મહત્તા સમજી આગમાનુસાર પ્રભનું દર્શન કરવું અને પ્રભુ જેવા થવાના કેડ ઉત્પન્ન કરવા એ આ સ્તવનને મુખ્ય આશય છે. એટલી પ્રસ્તાવના કરી આપણે આ સ્તવનનો ભાવ વિચારીએ. એ ઘણું વિચારવા લાયક સ્તવન છે એટલું તે સર્વ પ્રાણીઓ માટે કહી શકાય.