________________
૭ : શ્રી સુપાર્થ જિન સ્તવન
[૧૯૩
વિવેચન- આ સાતમી ગાથામાં ભગવાનનાં વધારે નામ આપવામાં આવે છે તે દીર્ઘ દૃષ્ટિથી વિચારમાં લેજે અને તે અર્થમાં પ્રભુને સમજવા યત્ન કરશે. ભગવાન પિતે વિધિ-વિધાતા છે, આપણે કેવા થાશું તે નિર્માણ કરનાર ભગવાન પોતે છે અને તેથી આ વિધિના નામને યોગ્ય છે. અથવા નસીબદેવી એટલે વિધિને પણ ઉપદેશ આપનાર પ્રભુ છે. ભગવાન પિતે વિરંચિ એટલે બ્રહ્મા છે. આ સૃષ્ટિને ઉત્પન્ન બ્રહ્મા કરે છે. પ્રભુ બધાનું સારું કરે છે. જે પ્રભુને ભજે છે તેનું સારું થાય છે. આવી જાતને શુભ કર્મને બંધ થવાનું કારણ પ્રભુ બને છે તેથી તેઓને વિરચિનું ઉપનામ આપવામાં આવ્યું છે તે તદ્દન સાચું છે. આમાં સૃષ્ટિકર્તા ઈશ્વર છે તે લેકમાન્યતા ચાલુ રાખી છે, બાકી કર્તા કે પ્રભુ તેને સ્વીકાર કરતા નથી. ભગવાન પિતે આખા જગતનું જતન કરનાર છે તેથી તેઓ વિશ્વભર નામને પાત્ર થાય છે. આખી દુનિયાનું જે પિષણ કરે, તે વિશ્વભર નામને પાત્ર થાય. વળી, પ્રભુ ઇન્દ્રિયના ઈશ એટલે નાથધણ હોવાથી હૃષીકેશ કહેવાય છે. ભગવાનને કઈ પ્રકારની ઈચ્છા નથી, તેઓ પિતાની સર્વ ઈચ્છાઓના પ્રભુ છે, નાયક છે; તેવા હૃષીકેશ પ્રભુને તમે સે. ભગવાન જગતના નાથ છે, તેથી તેઓ જગન્નાથ કહેવાય છે. આ સિવાય પ્રભુ અઘડર છે; અઘ એટલે પાપ, તેને હરનારા એટલે દૂર કરનારા છે. આપણે પ્રભુને નમીએ તેથી પાપ હરાઈ જાય તેવા પ્રભુ છે. પ્રભુ પાપને હરનારા છે, એટલું જ નહિ પણ તેઓ અઘમોચન છે એટલે પાપથી છેડાવનાર–મુકાવનાર છે. તેમનું નામસ્મરણ અને એકાગ્રતા પાપ છોડાવે છે તેથી તે અઘમેચન નામને સાર્થક કરે છે. આ પ્રભુ ધણી એટલે સ્વામી છે, એ આપણા માલિક છે. “મુક્તિ પરમપદ સાથ” એવું પ્રભુનું છેલ્લું ઉપનામ છે. આ સંસારના સર્વ તાપને શમાવનાર મોક્ષ છે, ત્યાં અત્યંત એકાંત સુખ છે, ત્યાં જન્મ-જરા-મરણ નથી, ત્યાં આધિવ્યાધિ-ઉપાધિ નથી, ત્યાં પરમસુખ છે; એવા પ્રકારના મોક્ષમાં–પરમપદમાં સથવારો દેનાર પ્રભુ છે.
આવી રીતે ભગવાનનાં ૪પ નામો થયાં : ૧. શિવ, ૨. શંકર, ૩. જગદીશ્વર, ૬. ચિદાન, પ. ભગવાન, ૬. જિન, ૭. અરિહંત, ૮. તીર્થકર, ૯. તિસ્વરૂપ, ૧૦. અસમાન, ૧૧. અલક્ષ્ય, ૧૨. નિરંજન, ૧૩. વત્સલ, ૧૪. સકળ જતુના વિશ્રામ, ૧૫. અભયદાનદાતા, ૧૬. પૂર્ણાત્મારામ, ૧૮. વીતરાગ, ૧૯વીતમદ, ૨૦. કલ્પના રહિત ૨૧. વીતરતિ, ૨૨. વીતઅરતિ, ૨૩. વીતભય, ૨૪. વતશોક, રપ. વિનિદ્ર, ર૬. વિતંદ્ર, ૨૭. વીગતદુર્દશા, ૨૮. અબાધિત વેગી, ૨૯. પરમપુરુષ, ૩૦. પરમાત્મા, ૩૧. પરમેશ્વર, ૩૨. પ્રધાન, ૩૩. પરમપદાર્થ, ૩૪. પરમેષ્ઠી, ૩૫. પરમદેવ, ૩૬. પ્રમાણ, ૩૭. વિધિ, ૩૮. વિરંચિ, ૩૯. વિશ્વભર, ૪૦. હૃષીકેશ, ૪૧. જગનાથ, ૪ર. અઘડર, ૪૩. અઘોચન, ૪૪. ધણી, ૪પ. મુક્તિ પરમપદ સાર્થવાહ. આ આપણે ત્રીજીથી સાતમી ગાથામાં વિચારી ગયા. આવાં નામ ધારણ કરનારા જશનામી પ્રભુને તમે વંદો, પૂજે, નમે, સે.
૨૫