________________
[૧૮૧
૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન
જ્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા થાય ત્યારે પિતે આ આંતર ભાંગી શકે તેમ છે, તેથી કર્મની વિપાકદશા, સત્તામાં પડી રહેવાની શક્તિ અને સર્વ વિચારણે અનેક ગ્રંથોમાંથી કરી, એ નિશ્ચય પર આવી જાય છે કે પદ્મપ્રભુની સાથે પડેલે આંતરે ભાંગી નાખવો અને પિતે આનંદરસના પૂરમાં નાહવું. આ તેને કરેલે નિશ્ચય આ આખા સ્તવનનું ફળ છે. એટલા માટે કર્મો કેવા પ્રકારનાં છે, આત્મા સાથે કેમ બંધાય છે, ક્યારે ઉદયમાં આવે છે, કેવી રીતે તેને ખેંચતાણને ઉદીરણામાં ફેરવાય છે એ સર્વ વાત કર્મગ્રંથાદિક કર્મના વિષયને ચર્ચતા ગ્રંથમાંથી જાણી એના આસો અને સંવરોના માર્ગો જાણી એ સંવરને રસ્તે કર્મ રહિત થવાનું જાણી એ રસ્તે આદરવા આ પ્રાણી પ્રેરાય છે. આ પ્રાણીને તે ખાતરી થઈ ગઈ છે કે આ આંતરે પાડવાનું કારણ જે જાય તે કર્મથી મુક્તિ થઈ જાય અને પોતે અનંત સુખ પ્રાપ્ત કરી આ જન્મમરણના ફેરાથી દૂર થાય અને પછી નિરંતરના આદરમાં પોતે લહેર કરે.
આને માટે કમને મારો લેખ તેમ જ કમ્મપયડ, કર્મગ્રંથાદિ પુસ્તકે જોવા અને તે જેમ કહે છે તેમ આસવના માર્ગો તજી સંવરમાગે નવાં કર્મોને રોકવા અને હોય તેને નિર્જરા દ્વારા દૂર કરવા અને એ રીતે પ્રભુ જેવા થઈને પ્રભુ સાથે પડેલે આંતરે દૂર કરવો, ભાંગી નાખવે, એ આ સ્તવનને મુખ્ય આશય અને ઉદ્દેશ છે.
આ આંતરે ભાંગી જશે એવી ખાતરી જેને હોય તે તે તેને માટે સુયોગ્ય છે. પણ આપણે તે જવું છે મદ્રાસ અને માર્ગ લીધે છે કાશ્મીરને, એમાં આપણે પત્તો ન ખાય. પત્તો ખાય તેવા માગે કામ લેવું અને ખબર ન પડે ત્યાં સુજ્ઞ ધર્મિષ્ઠ જનને કે આચાર્ય સદુગરને પૂછવું. માર્ગ મળ્યા પછી તે સીધેસટ છે અને આંતરે ભાંગવાના નિશ્ચયમાં જ મિક્ષ છે એ યાદ રાખવું. બાકી તે આગળ મોક્ષ અને સંસાર સમ ગણવાની વાત આવવાની છે, પણ વ્યવહારથી આ આંતરે ભાંગવાની વાત ઠીક છે તેમ વિચારવું (૬) ડિસેમ્બર : ૧૯૪૯]