________________
૧૬૬]
શ્રી આનંદઘન-ચોવીશી એ છેવટે પરમાત્મપદમાં આ જીવનમાં જ ખરેખર પ્રવેશ કરે છે અને ત્યાર પછી એને મોક્ષ થાય ત્યારે તે ચિરકાળને માટે સાચા સુખને અનુભવે છે. એ સુખને સાચું સુખ કહેવાનું કારણ એ છે કે એ સુખ હંમેશને માટે ટકી રહે તેવું છે, તેનો છેડે જ આવતું નથી અને આ પ્રકારે એ નિરવધિ આનંદ પ્રાપ્ત કરી વિલાસમાં જ કરે છે અને એની જન્મ-મરણની સ્થિતિ અટકી જાય છે. એ જ ખરેખરી જ છે, કારણ કે પછી આ એક ખાડામાંથી નીકળી બીજા ખાડામાં પડવાનું તેને રહેતું નથી. એ આનંદ પ્રાપ્ત કરવાના માર્ગો પણ આ સ્તવનમાં બતાવેલ છે. આવી રીતે બહિરાત્મભાવ છોડી દઈ, અંતરાત્મભાવમાં પ્રવેશ કરવો અને પરમાત્મપદની ભાવના કરવી એ આપણું જીવનકર્તવ્ય છે. એ રીતે આ સમર્પણને સિદ્ધાંત બરાબર સમજી આપણા જીવનને સફળ કરીએ અને તે દ્વારા સ્તવનકર્તાની ભાવનાને પંખીએ એ જરૂરી છે. (૫) નવેમ્બર : ૧૯૪૯ ]