________________
૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન
[૧૬૩ ઉપાધિ નવી થતી નથી અને એ કર્મબંધનથી તદ્દન મુકાયેલું રહે છે. આ શરીરધારી આત્મામાં ઇદ્રિયાતીત ગુણને ભંડાર હોય છે અને એ સર્વ ઉપાધિથી રહિત હોય છે. એ અતીન્દ્રિય સર્વ ગુણોની ખાણ હોય છે, અને અનેક ન કલ્પી શકાય તેવા તેનામાં ગુણ હોય છે. બીજાને ઉપદેશ આપે અને બની શકે તેટલી દુનિયાની પ્રગતિ કરાવી, એવી આ ત્રીજા પ્રકારના આત્મામાં સ્વાભાવિક ટેવ પડી જાય છે. આવા પ્રકારના પરમાત્મભાવની સિદ્ધિને તે પ્રાપ્ત કર. આ જીવનને એ ઉદ્દેશ છે અને પરમાત્મભાવ પ્રકટ કરી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવું એ ખરી આત્મસિદ્ધિ છે. એ પરમાત્મા પણ આ જ આત્માને ત્રીજો પ્રકાર છે, કારણ કે એક જ આત્મા શરીરધારીને હોય તે આ ત્રણે બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવને પામે છે. પરમાત્મભાવ કેવળીને હોય છે. તેમને ચાર ઘાતી કર્મોનો તે ક્ષય થયેલ હોય છે, એટલે સાંસારિક ઉપાધિએથી તેઓ રહિત થયેલા હોય છે અને આપણે જે ઇદ્રિયાતીત ગુણે કલ્પી શકીએ તે તે તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે અને એ પરમાત્મભાવ પ્રગટ કરવો એ આ યૌગિક જીવનનો ઉદ્દેશ છે; એ ભાવ પ્રકટ કરવા છેવટે પ્રેરણા કરી છે અને તે ભાવ મેળવવાને પિતાનો ઉદ્દેશ છે
સાંસારિક સર્વ આનંદો અપકાલીન હોય છે, પણ આ પરમાત્મભાવ પ્રકટ થતાં જે આનંદ થાય છે તે નિરવધિ છે, મહાકલ્યાણકર છે અને માત્ર અનુભવગમ્ય જ છે. એ પરમાત્મભાવ પ્રયત્નસિદ્ધ છે અને ખરેખર આનંદ આપનાર છે. તેથી શરીરધારીએ તે પરમાત્મભાવને જરૂર વિચાર કરી મેળવે ઘટે. (૪). બહિરાતમ તજ અંતર આતના-રૂપ થઈ થિર ભાવ સુગ્યાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુગ્યાની. સુમતિ પ
અ _(આ આત્માના ત્રણે પ્રકાર પૈકી) બહિરાત્મભાવને છોડી દઈને અંતરાત્મભાવના બીજા પ્રકારમાં સ્થિર થઈ જવાથી પરમાત્મભાવ, જે આત્માને ત્રીજો પ્રકાર છે, તે આત્મસાધનને ખરેખર ઉપાય છે. (૫)
ટબો–બહિરાત્મા જે પ્રથમ આત્મા કહ્યો છે, તેને તજીને અંતરઆત્મા બીજે તે રૂ૫ થઈ સ્થિરભાવપણે સાધે તે કર્મઉપાધિને નિરાકરે, તે વારે પિતાને આત્મા તે પરમાત્માનુરૂપ થાય એ જે આતમા તેને અર્પણ થાપનાને દાવ કહેતાં યેગ્યતા પામીએ. (૫)
વિવેચન-આ ત્રણ પ્રકાર જે આત્માના આપણે જાણ્યા તે પૈકી બહિરાત્માને તજીને અંતરાત્મરૂપ થઈ જવું એટલે શરીર કે સંપત્તિથી આત્માને અલગ જાણી પિતાને મોક્ષ સાધી
પાઠાંતર–આતમાને સ્થાને આતમ છે, માત્ર શબ્દફેર છે, અર્થ ફરતા નથી થિર સ્થાને થીર અક્ષરો છે તે માત્ર હસ્વઈ દીર્ઘઈને ફેર છે, જે ભાષામાં સામાન્ય છે. (૫)
શબ્દાર્થ –તજ = છોડી દઈને, તજીને. થિર ભાવ = સ્થિર ભાવ. ભાવવું = વિચારવું દાવ = પ્રસંગ. (૫).