________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૪૫ પાંચ સમવાયી કારણોની જે હકીકત ઉપર કહી અને સર્વ પ્રાણી એકસાથે મોક્ષે જતા નથી અને પ્રભુની કૃપા કેવી રીતે થાય છે તે પર ત્યાં નીચે પ્રમાણેની અતિ આવશ્યક નેટ મૂકવામાં આવી છે :
“પાંચ સમવાયી કારણ કહેવાય છે કાળ (સમય-વખત), સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યોગ (પુરુષાર્થ). આ પાંચે કારણે એકઠાં થાય ત્યારે જ કઈ પણ કાર્ય બને છે. સર્વ પ્રાણીઓને એકસાથે મિક્ષ થઈ શક નથી તેનું કારણ અત્ર બતાવ્યું. પ્રભુની કૃપા તે સર્વને મેક્ષ લઈ જાય તેવી છે, પણ બીજાં સમવાયી કારણોની મોક્ષ જવામાં અપેક્ષા રહે છે એ ધ્યાનમાં રાખવું. સિદ્ધોને અને ગુણોનો શાશ્વતભાવ આવશ્યકનિયું ક્તિમાં બતાવ્યું છે તે અહીં સ્પષ્ટ કર્યો છે. આનંદઘન મહારાજ પણ સિદ્ધને વર્ણવતાં છેવટે કહે છે કે –“શાશ્વતભાવ વિચારકે, પ્રાણું ખેલે અનાદિ અનંત, વિચારી કહા વિચારે રે” (પદ ૨૨ મું). સિદ્ધનું ઉપકારીપણું શાશ્વતભાવને લઈને છે.”
પ્રભુકૃપાને આવી રીતે તત્ત્વદષ્ટિએ આગમમાં બહુ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાની વાત એ છે કે દર્શનપ્રાપ્તિ તે પાંચ સમવાયી કારણોના મેળાપને અંગે અને આ આખા સ્તવનમાં રજૂ કરેલાં કારણેને અંગે ભારે મુશ્કેલ છે, પણ પ્રભુની કૃપા થઈ જાય તે માટે જન્મમરણને ત્રાસ દૂર થાય અને મને અભિનંદનજિનના દરશનની તરસ થઈ છે તે છીપી જાય.
“આનંદઘન મહારાજ આનંદસ્વરૂપ પરમાત્મા ! આપની કૃપા થાય અને મારે સંસારવાસ દૂર થાય, મારું આપના દર્શનનું કામ સિદ્ધ થઈ જાય અને મારો જન્મમરણનો ત્રાસ દૂર થઈ જાય. “આનંદઘન” શબ્દ પર આગળપાછળ ચિંતવન થયા કરે છે. એ
આનંદ” શબ્દમાં એટલે ચમત્કાર છે કે એનું નામ લેતાં, એને બોલતાં, એના સંબંધમાં વિચારણા કરતાં, એક અનોખી શાંતિ અંદરથી થઈ આવે છે અને એવા અનંત આનંદના આશ્રયરૂપ ભગવાનની જ્યારે કૃપા થાય, મીઠી નજર આ પ્રાણી ઉપર પડે, એટલે ભવની ભાવઠ ભાંગી જાય, ધારેલ કામ સિદ્ધ થઈ જાય અને અમૃતપાનની પિપાસા છીપી જાય. (૬)
ઉપસંહાર આ સ્તવનમાં દર્શનની મહત્તા બતાવી, એને માટે તૃષા ઉત્પન્ન કરી, એને મળવામાં કેટલી મુશ્કેલીઓ છે તેનું વર્ણન કર્યું, એને મેળવવાની આડા ઘાતી ડુંગર ઘણા પડ્યા છે તેનું નિદર્શન કર્યું, ઠંડાં જળ પીવાની તરસ વિષપાનથી છીપતી નથી એ બતાવ્યું અને પ્રભુ દર્શનનું કામ થાય તે જન્મમરણના ત્રાસ મટી જાય, એની પ્રાપ્તિને માટે પ્રભુના અનુગ્રહની, સુલભતા થઈ જાય, એટલી વાત કરી.
આ સમ્યક્ત્વનો વિષય ખૂબ મહત્વ છે, સાચે જૈનધર્મ છે, ધર્મનું રહસ્ય છે અને શરૂઆતમાં જણાવ્યું તેમ, એક રીતે એ ધર્મસર્વસ્વ છે. દ્રવ્યાનુગ અને ચરણકરણાનુગના
૧૯