________________
૪ : શ્રી અભિનંદુન જિન સ્તવન
[ ૧૩૭
માદનની સામે તેર કાઢિયા બતાવવામાં આવ્યા છે. તે પણ દશનની આડા આવી રસ્તા સાંપડવા દે નહિ, અને માગે ચઢવા દે નહિં. આ ઘાતી ડુંગર જેવું કાય કરનારા તેર કાઠિયાનું સામાન્ય સ્વરૂપ જોઈ લઈએ :
(૧) આળસ કાઢિયા : ધર્મ કરતાં આળસ થાય, પછી વાત એમ થાય. (૨) મહુ કાઢિયા : સ્ત્રી, પુત્ર, છેકરાં-છૈયાંમાં લપટાઇ જવું તે. (૩) અવળુ વાદ કાઢિયા : ધમ'ની નિંદા કરે, વાંકુ એલે તે. (૪) ઈંભ કાઢિયા : ધમી` હોવાનો દેખાવ કરે, મુખમે રામ બગલમે છૂરી. (૫) ક્રોધ કાઢિયા : ધર્માંની વાત કરે ત્યાં પોતે ધમધમી ઊઠે, રિસાઈ જાય. (૬) પ્રમાદ કાઢિયા : વ્યસનમાં પડી જાય, ચકચૂર બની જાય. (૭) કૃપત્તુ કાઢિયા ઃ ફૂડ-ફાળા ભરવા પડશે એવી ચિતાનું ઘર અને. (૮) ભય કાઢિયા : નરકાદિકની વાતો સાંભળવી પડશે, એ ચિંતાથી સાંભળવું જ બંધ કરે. (૯) શાક કાઢિયા : સગાના ઘરના કે કોઈના મરણનો પ્રસંગ થાય એટલે ખરખરાનું કારણ. (૧૦) અજ્ઞાન કાઢિયા : ધર્મ-અધર્મીના મન જાણે, અજાણપણે રખડે. (૧૧) વિકથા કાર્ડિયા : લાકકથા, રાજકથા, ગામગપાટા આડે ફુરસદ ન મળે. (૧૨) કુતૂહળ કાઢિયા : નાટક, સિનેમા, સરકસ જોવામાં રસ લે. (૧૩) વિષય કાઢિયા : ઇંદ્રિયના ભેગ, ખાવા-પીવામાં, સ્ત્રીસેવનમાં પડી જાય.
આ તેર કાઠિયાનુ સ્વરૂપ વિચારતાં એ પૌદ્ગલિક આનંદ અને પરભાવમાં રમણુતા બતાવે છે. એ પ્રત્યેક કાઠિયા એવા કે એ ધર્માંને નજીક આવવા ન દે. આવા કાઢિયા પણ ઘાતી ડુંગરનું કામ કરે છે અને વિશુદ્ધ દનની ઝાંખી થવાના માર્ગની આડે આવે છે.
અહી સેંગૂ’ની વાત બરાબર લક્ષ્યમાં લેવા યેાગ્ય છે. ઘણુ ખરું તે પ્રાણીને સાચા દર્શીનની ખેવના જ હાતી નથી, કારણ કે એ દશનની આડા ઘાતી ડુંગરા ઘણા પડયા છે. અને બહારનાં અને અંદરનાં આવરણેાની દરકાર કર્યા વગર ધૃષ્ટતા કરીને રસ્તે ચઢવા પ્રયત્ન કરું છું તે કોઈ રસ્તો દેખાડનાર મળતા નથી. (૪)
દિરસણ દિરસણ રટતા જો કિ', તા રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. પાઠાંતર—દરસણ – દરસણુ, દરશ. ફ્રિ – તે – તે. રણરાઝ – રાનિ વિષપાન – વિસપાન. (૫)
–
શબ્દા -—દિરસણ = દર્શન, આત્મદર્શન, શુદ્ધ માગ. રસ્તે : આરતા, (ગળામાંથી ખેંચીને અવાજ કાઢવા તે, વારંવાર ખેાલ મેલ કરવુ તે). ફિરુ = ક્રૂ', આમતેમ ચાલું, ગતિ કર્યું. રણ = જંગલ, જંગલી. રોઝ – જંગલમાં રહેનાર ઘેાડાના આકારનું પ્રાણી, અક્કલ વગરનું, ઉપયાગ વગરનું રખડું જનાવર, સમાન = જેવા, જેની સાથે સરખાવી શકાય તેવા (હુ). જેહને = જેને. પિપાસા = તરસ, પાણી પીવાની તીવ્ર વાંછના. અમૃતપાનની = ઢંઢા સુંદર પાણાની. ક્રિમ = કેમ, કઈ રીતે. ભાંજે = ભાંગે, છીપે, તૃપ્ત થાય. વિષપાન = કડવાટનું પીણું, ઝેરનું પીણું. (૫)
૧૮
અભિનંદન ૫ રાજ, ભાંજે – ભાજે.