________________
૧૨૮]
શ્રી આનંદઘન-ચોવીશી અહીં તર્કના વિષયને નરમ પાડી દેવાને ઈરાદો નથી, તકjથે કે ન્યાયગ્રંથે નકામા છે એમ કહેવાને આશય નથી, સત્યશોધનને અંગે ન્યાય કે તર્ક નિરર્થક છે એમ જણાવવાને હેતુ નથી, પણ પ્રાથમિક દશામાં પથડે નિહાળવાની કામના હોય અને દર્શન પ્રાપ્તિને માટે વલખાં મારવામાં આવતાં હોય, ત્યાં હેતુ અને વાદવિવાદની ચર્ચામાં પડી જવામાં આવે તે ઘણીવાર સત્યદર્શનનની સહણા પાકી થવાને બદલે “દુર્લભની કટિમાં જ રહે છે એમ ગીરાજનું કહેવું છે
આ હેતુ વિવાદને વિચાર કરતાં દર્શનપ્રાપ્તિની દુર્લભતા સમજાય તેમ છે. એમાં સમાનાધિકરણ, પૃથકત્વ, સમત્વ અને દાખલા દલીલની ઝડી ચાલે ત્યાં મહાન ચર્ચા કરનારાં મગજે પણ થાપ ખાઈ જાય તેવી વાત છે. સામાન્ય વ્યક્તિને આ ન્યાયની ચર્ચા દ્વારા અથવા હેતુ વિવાદની ઝડીઓ દ્વારા સમ્યગદર્શનની સહુણા થાય એ ભારે દુર્લભ વાત છે. (અતિ વિદ્વાનેને માટે એ અશક્ય નથી, માટે જ એને દુર્લભ કહેવામાં આવેલ છે, એ વાત પર અત્ર ખાસ લક્ષ્ય દરવું પ્રાસંગિક ગણ્યું છે.)
તર્ક-ન્યાયના અભ્યાસ દ્વારા દર્શનપ્રાપ્તિની મુશ્કેલી અત્ર રજૂ કરી, તેથી પણ વધારે મુશ્કેલી નયજ્ઞાન દ્વારા દર્શનપ્રાપ્તિની છે, એ વાત જણાવતાં પહેલાં નય શું છે તેને પરિચય કરે જરૂરી છે.
નયવાદ–વસ્તુના અનંત ધર્મો છે. નયજ્ઞાન એટલે અપેક્ષાજ્ઞાન. એક જ વસ્તુ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી લાગે, એ જુદી જુદી દષ્ટિનું જ્ઞાન તે નયવાદ. અનંત ધર્મોમાંથી અમુક ધર્મને મુખ્ય કરીને બોલાય તે દષ્ટિબિંદુ એટલે નય. વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન તે બધા નયને–દષ્ટિબિન્દુએને–એકત્ર કરવામાં આવે ત્યારે થાય. અને એ અનેક દૃષ્ટિબિન્દુઓને એકીવખતે જાણે-સમજે તે સર્વજ્ઞ કહેવાય. દરમ્યાન જગતની સર્વ પ્રવૃત્તિઓ–પછી તે વ્યવહારિક હોય કે સામાજિક હોય, ધાર્મિક હોય આધ્યાત્મિક હોય, સમૂહગત હોય કે વૈયક્તિક હોય–જે એ અમુક અપેક્ષાને લક્ષ્યમાં રાખીને થયેલ હોય તે તે અપેક્ષામાર્ગને અવલંબના માર્ગ છે. સર્વજ્ઞ સર્વ મુદ્દા લક્ષ્યમાં રાખે તે વિશેષજ્ઞ ઘણા મુદ્દા લક્ષ્યમાં રાખે. આ આખે અપેક્ષાવાદ ખૂબ સમજવા જેવો છે. હાથી અને અંધ પુરુષને દાખલે નયવાદને સમજવા માટે પ્રસ્તુત છે. એક ગામમાં હાથી આવ્યો, તેને જેવા સાત જણ ગયા. એમાં છ અંધ હતા અને એક દેખતો હતે. એમણે હાથીને જોવાનું શરૂ કર્યું. એક અંધના હાથમાં હાથીને કાન આવ્યા; તેણે હાથીને સૂપડા જે કહ્યો. બીજા અંધના હાથમાં હાથીની સૂંઢ આવી; તેણે હાથીને સાંબેલા જેવો કહ્યો. ત્રીજા અંધના હાથમાં હાથીને દાંત આં; તેને હાથીને ભૂંગળા જે ધારી લીધું. ચોથાના હાથમાં હાથીને પગ આવ્ય; તેણે હાથીને થાંભલાના આકારવાળે જણાવ્યું. પાંચમાના હાથમાં હાથીનું પિટ આવ્યું; તેણે પાણીની પખાલ જે વર્ણવ્યા. છટ્ટાના હાથમાં હાથીની પૂંછડી આવી, તેની નજરમાં હાથી સોટી અથવા વાંસડા જેવો જણાય. આ છયેના હાથમાં હાથીને એક એક