________________
૧૨૦]
શ્રી આનંદઘન–ચવશી - ટબ-દર્શન શબ્દ સામાન્ય ગ્રડ (ગ્રાન્ડક), તે પણ દોહિલું, તે સકળ વિશેષ નિર્ણય તે દુર્લભ હોય, એટલે વસ્તુના ધર્મ બે છેઃ સામાન્ય અને વિશેષ. તે વસ્તુને વિષે અભ્રાંતિ રૂપપણે તેને પણ દુર્લભ. કેણ દષ્ટાંતે ? જેમ અંધ પુરુષ મદમાં ઘા-છંદમાં પડ્યો-હાય (અથવા વનમાં પડ્યો હોય, ત્યારે રવિ સૂર્ય અથવા ચંદ્રમાનું રૂપ સામાન્ય–વિશેષે લખીજાણી ન શકે, તેમ અહંકારને ઘાર્યો મિથ્યાત્વે અંધ આવરણ છંદમાં પડેલે પ્રાણી સમ્યગ પણે સ્વરૂપદર્શન ન જાણે. (૨)
વિવેચન-મતમતાંતરેને અંગે જ્યાં જ્યાં જઈને તપાસ કરવામાં આવે ત્યાં સર્વ અભિમાનપૂર્વક પિતાની વાત સાચી છે એવી સ્થાપના કરે છે. તેનું પરિણામ શું થાય તે પર હવે વિચાર કરે છે, અને એ પરિસ્થિતિમાં દર્શન પ્રાપ્ત કરવાની મુશ્કેલી વધી જાય છે. તે વાત બતાવવા દ્વારા વરતુતત્વના નિર્ણયની મુશ્કેલી પર ધ્યાન ખેંચે છે.
આપણે ઉપર જોઈ ગયા કે દર્શનનો અર્થ આ સ્તવનમાં વસ્તુતત્વનો બોધ અને તેની સાચી સમજણપૂર્વકની શ્રદ્ધા એમ કરવાનો છે. આ દર્શનની મુશ્કેલી બતાવતાં સહણાનું સ્વરૂપ ધ્યાનમાં લેવા યોગ્ય છે. સમ્યકત્વની સ્વરૂપવિચારણાને અંગે ૬૭ મુદ્દાઓ અધિષ્ઠાનો ઉપર જૈનદર્શનકારોએ ભાર મૂક્યો છે; તેમાં સહણાને અંગે ચાર બાબતેને ખાસ અગત્ય આપી છે. સહણના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે :
() તરવજ્ઞાનપરિચય–તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વગર શાસ્ત્રનું રહસ્ય સમજાય નહિ, અંદરના ભેદની ચાવી સાંપડે નહિ અને નિરર્થક શકિતનો વ્યય થતું અટકે નહિ. તેટલા માટે તત્વજ્ઞાનનો પરિચય એ સહણને અંગે બહુ અગત્યની વાત છે. શ્રદ્ધાને રિથર રાખનાર, મગજને અવ્યવસિથત થતું અટકાવનાર અને ગૂંચવણવાળી દલીલ કે હેવાભાસના જાળામાં અટવાઈ પડતાં અટકાવનાર તત્ત્વજ્ઞાનને પાકો પરિચય અનિવાર્ય છે, અતિઆવશ્યક છે, અને ચાલુ પ્રગતિને પિષક હોઈ કષ્ટ કે ઉદ્યમને સફળ બનાવનાર થાય છે.
| (a) તત્ત્વજ્ઞાનીની સેવા–તત્ત્વજ્ઞાનની સેવા જેટલી અગત્યની છે તેટલું જ મડુત્વ તત્વજ્ઞાનીની સેવાને આપવામાં આવ્યું છે. લખી લખીને કેટલી વાત લખાય? અનેક ભાવો તે ગુરુ શિષ્યને પિતાની સામે બેસાડી સમજાવે, કેટલીક વાતે બતાવે અને કેટલીક ક્રિયા કરી બતાવે. પડિલેડણ, પચ્ચખાણવિધિ વગેરે અનેક બાબતે, ક્રિયા કરવાની વસ્તુના આકારો અને બનાવટો અને તત્વજ્ઞાનના રહસ્યની ચાવીઓ અને ગમુદ્રાઓ જ્ઞાનીની સેવા કરે ત્યારે જ સાંપડે. વિલાયતમાં રહી પુસ્તક વાંચનારા વિદ્વાનને ઓથે-રોડરણ એટલે ઝાડું જ લાગે, પણ એને આકાર અને ઉપગ નજરે જુએ, કે જ્ઞાનીના પરિચયથી જાણે, ત્યારે તેને અવનવી અને અદ્દભુત હકીકત પ્રાપ્ત થાય છે. સડણાને અંગે જ્ઞાનીને પરિચય ઘણું અગત્યની બાબત છે.
(T) વ્યાપન્નદશનીવજન-વ્યાપન્ન” એટલે ઇજા પામેલ, મરેલ. દર્શનભ્રષ્ટ મનુષ્યની સેબત ન કરવી. જેને ધર્મશ્રદ્ધા ન હોય, જેણે શ્રદ્ધા ગુમાવી નાખી હોય, જેણે એક